Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મુસ્લિમોએ ડરવા જેવું કંઈ નથી, પરંતુ તેઓએ પોતે સર્વોપરી છે તે કલ્પના...

    ‘મુસ્લિમોએ ડરવા જેવું કંઈ નથી, પરંતુ તેઓએ પોતે સર્વોપરી છે તે કલ્પના છોડવી પડશે’: મોહન ભાગવતનું નિવેદન, LGBTQ અધિકારોનું પણ કર્યું સમર્થન

    ઓર્ગેનાઈઝર અને પંચજન્યને આપેલી ઇન્ટરવ્યૂમાં, RSSના સરસંઘચાલકે કહે છે કે હિંદુ સમાજ પોતાની, હિંદુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે એક 'અંદરના દુશ્મન' સામે એક યુદ્ધની વચ્ચે છે; LGBTQ અધિકારો માટે સંઘના સમર્થનને ફરી દોહરાવે છે.

    - Advertisement -

    RSSના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે ભારતમાં મુસ્લિમોને ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ તેઓએ પોતાને શ્રેષ્ઠ તરીકે રજૂ કરવા માટે ખોટા નિવેદનો કરવાથી બચવું પડશે. આરએસએસના મુખપત્ર ઓર્ગેનાઈઝર અને પંચજન્યને આપેલા ઈન્ટરવ્યુમાં ભાગવતે કહ્યું હતું કે, સીધી સીધી વાત છે કે હિન્દુસ્તાન હિન્દુસ્તાન જ રહેવું જોઈએ. આજે ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ નુકસાન નથી… ઈસ્લામને કોઈ ખતરો નથી. પરંતુ મુસ્લિમોએ તેમની સર્વોપરિતાની ખોટી નિવેદનબાજી છોડી દેવી જોઈએ.

    મોહન ભાગવતે કહ્યું કે ‘અમે એક મહાન જાતિના છીએ; અમે આ દેશ પર શાસન કર્યું છે, અને ફરીથી શાસન કરીશું. ફક્ત આપણો માર્ગ સાચો છે, બાકીના બધા ખોટા છે. અમે જુદા છીએ, તેથી અમે એવા જ રહીશું. અમે સાથે રહી શકતા નથી,’ મુસ્લિમોએ આ માન્યતા છોડી દેવી જોઈએ. અહીં રહેતા લોકો ભલે હિંદુ હોય કે સામ્યવાદી, દરેકે આ વલણ છોડી દેવું જોઈએ.

    ભાગવતે કહ્યું, “કટ્ટર ખ્રિસ્તીઓ અને કટ્ટરપંથી મુસ્લિમો કહે છે કે તેઓ સમગ્ર વિશ્વને ખ્રિસ્તી અથવા મુસ્લિમ બનાવી દેશે. અન્ય ધર્મોએ કાં તો તેમની દયા પર જીવવું પડશે અથવા મરવું પડશે. જ્યારે અમે માનીએ છીએ કે જેઓ સારા બનવા માંગે છે તેઓ અમને અનુસરશે. જો તે ન કરે, તો તે મુક્ત છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને આપણે ચિંતા કરવાની જરૂર છે જેથી ધર્માંધ વિચારો ધરાવનારાઓ આપણને નુકસાન ન પહોંચાડી શકે.”

    - Advertisement -

    સાંસ્કૃતિક સંગઠન હોવા છતાં રાજકીય મુદ્દાઓ સાથે આરએસએસની સંડોવણી અંગે મોહન ભાગવતે કહ્યું કે સંઘે જાણીજોઈને સક્રિય રાજકારણથી પોતાને દૂર રાખ્યું છે, પરંતુ તે હંમેશા આપણી રાષ્ટ્રીય નીતિઓ, રાષ્ટ્રીય હિત અને હિંદુ હિતને અસર કરતી રાજનીતિ સાથે સંકળાયેલું છે. તેમણે ઉમેર્યું, “માત્ર એટલો જ તફાવત છે કે અગાઉ અમારા સ્વયંસેવકો રાજકીય સત્તાના હોદ્દા પર ન હતા. તેની વર્તમાન સ્થિતિમાં આ એકમાત્ર ઉમેરો છે. પરંતુ લોકો ભૂલી જાય છે કે તેઓ એક સ્વયંસેવક જ છે જે રાજકીય પક્ષ દ્વારા અમુક રાજકીય હોદ્દા પર પહોંચ્યા છે. સંઘ સમાજને સંગઠિત કરતું રહે છે.”

    ભાગવતે પુનરોચ્ચાર કર્યો, “સંઘ સંપૂર્ણપણે એક સાંસ્કૃતિક સંસ્થા છે. સમાજના તમામ વર્ગો આમાં સામેલ હોવાથી અમે અલગ-અલગ પક્ષોની સરકારના કાર્યકાળ દરમિયાન તેમની સમસ્યાઓને યોગ્ય સ્થાને લઈ જઈએ છીએ. પ્રણવ મુખર્જી જ્યારે નાણામંત્રી હતા ત્યારે પણ અમે લોકોની ચિંતાઓ તેમના સુધી પહોંચાડી હતી.”

    હિંદુ સમાજની આક્રમકતા વાજબી અને સ્વાભાવિક

    હિંદુ સમાજમાં વધી રહેલી આક્રમકતા અંગે ભાગવતે કહ્યું કે, હિંદુ સમાજ સદીઓથી વિદેશી આક્રમણ, પ્રભાવ અને ષડયંત્ર સામે લડી રહ્યો છે. તે બહારના દુશ્મન સામે નથી, પરંતુ અંદરના દુશ્મન સામે છે. આ યુદ્ધ હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિની રક્ષા માટે લડવામાં આવી રહ્યું છે.

    વિદેશી આક્રમણકારો હવે રહ્યા નથી, પરંતુ વિદેશી પ્રભાવ અને કાવતરાઓને કારણે આ સમાજ જાગી ગયો છે. આવી સ્થિતિમાં લોકો માટે અતિશય ઉત્સાહી અને આક્રમક બનવું વાજબી અને સ્વાભાવિક છે.

    RSSના સરસંઘચાલક ભાગવતે કહ્યું, “તમે જુઓ, હિંદુ સમાજ 1000 વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છે. આ લડાઈ વિદેશી આક્રમણ, વિદેશી પ્રભાવ અને વિદેશી ષડયંત્રો સામે ચાલી રહી છે. સંઘે આ માટે પોતાનું સમર્થન આપ્યું છે, તો અન્યોએ પણ આપ્યું છે.”

    LGBTQ સમુદાયને સમર્થન

    સંઘના વડા મોહન ભાગવતે પણ એલજીબીટી સમુદાયના સમર્થનમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે LGBT સમુદાય પાસે પણ પોતાની વ્યક્તિગત જગ્યા હોવી જોઈએ અને સંઘે આ વિચારને પ્રોત્સાહન આપવું પડશે. તેમણે કહ્યું કે જ્યારથી મનુષ્ય અસ્તિત્વમાં છે ત્યારથી હમણાં સુધી આવા ઝોક ધરાવતા લોકો હંમેશા અસ્તિત્વમાં છે અને આગળ પણ આવા લોકો અસ્તિત્વમાં રહેશે. તે જીવનનો એક માર્ગ છે.

    “અમે ઈચ્છીએ છીએ કે તેમની પાસે તેમની પોતાની અંગત જગ્યા હોય અને તેઓ પણ સમાજનો એક ભાગ હોય તેવું અનુભવે. તે ખૂબ જ સરળ બાબત છે. આપણે આ અભિગમને પ્રોત્સાહન આપવું પડશે કારણ કે તેને હલ કરવાની અન્ય તમામ રીતો નિરર્થક હશે.”તેમ RSSના સરસંઘચાલક મોહન ભાગવતે ઉમેર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં