Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆ તે કેવો વિજય ઉત્સવ?: કર્ણાટકમાં વિજયનાં ઉન્માદમાં આવેલા કોંગ્રેસ સમર્થક ભત્રીજાએ...

    આ તે કેવો વિજય ઉત્સવ?: કર્ણાટકમાં વિજયનાં ઉન્માદમાં આવેલા કોંગ્રેસ સમર્થક ભત્રીજાએ જ ભાજપ સમર્થક કાકાને મોતને ઘાટ ઉતાર્યા

    જ્યારે કૃષ્ણપ્પા અને તેના પરિવારે ટોળાં દ્વારા ફટાકડા ફોડવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે આદિત્યએ તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પીડિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્ની ગંગામ્મા અને પુત્ર બાબુને ઈજાઓ પહોંચી હતી.

    - Advertisement -

    શનિવાર, 13 મેના રોજ, કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી કોંગ્રેસની પાર્ટીની જીતની ઉજવણી એ સમયે ખરાબ થઈ ગઈ જ્યારે 21 વર્ષીય કોંગ્રેસના સમર્થકે તેના 56 વર્ષીય ભાજપના સમર્થક કાકાની કથિત રીતે હત્યા કરી નાખી હતી. આ ઘટના બેંગલુરુ ગ્રામીણ જિલ્લાના હોસ્ટેક નજીક ડી હોસાહલ્લી ગામમાં બની હતી.

    મૃતક કૃષ્ણપ્પા અને તેના ભાઈ (આદિત્યના પિતા) ગણેશ વચ્ચે સિવિલ વિવાદ ચાલી રહ્યો હતો. કોંગ્રેસની જીત બાદ, આદિત્ય અને ગણેશ ચૂંટણીના પરિણામ પછી ભાજપની હારની ઉજવણી કરવા અને કૃષ્ણપ્પાના ઘરની બહાર ફટાકડા ફોડવા માટે કોંગ્રેસના સમર્થકો સાથે જોડાયા હતા.

    જ્યારે કૃષ્ણપ્પા અને તેના પરિવારે ટોળાં દ્વારા ફટાકડા ફોડવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે આદિત્યએ તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પીડિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્ની ગંગામ્મા અને પુત્ર બાબુને ઈજાઓ પહોંચી હતી.

    - Advertisement -

    બેંગલુરુ જિલ્લા પોલીસ કર્મચારીઓને ગામમાં વધુ તકરાર ટાળવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક મલ્લિકાર્જુન બલદાંડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસે આદિત્યની ધરપકડ કરી છે, જ્યારે તેના પિતા ગણેશ, આ ઘટનામાં સામેલ અન્ય લોકો હજુ પણ ફરાર છે.

    ભાજપના સમર્થકોએ આ મામલે ઝડપી કાર્યવાહીની માંગ કરી છે અને પોલીસને અન્ય આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા વિનંતી કરી છે. 14 મેના રોજ, તેઓ કૃષ્ણપ્પાના મૃતદેહને નંદાગુડી પોલીસ સ્ટેશન લઈ ગયા અને વિરોધ કર્યો હતો.

    કેટલાક અહેવાલો સૂચવે છે કે બંને પરિવારો ભાજપના સમર્થક હતા પરંતુ આદિત્ય અને તેના પિતા કૃષ્ણપ્પાના ઘરની બહાર કોંગ્રેસની જીતની ઉજવણીમાં જોડાયા હતા.

    કર્ણાટકમાં કોંગ્રેસને મળી છે મોટી જીત

    13 મેના રોજ, 2023 કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા. કોંગ્રેસ 224 વિધાનસભા બેઠકોમાંથી 135 બેઠકો જીતીને એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે સત્તામાં પાછી આવી છે.

    ભાજપે 66 બેઠકો જીતી હતી અને જેડીએસને 19 બેઠકો મળી હતી. બે બેઠકો અપક્ષ ઉમેદવારોને ગઈ, જ્યારે કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ અને સર્વોદ્ય કર્ણાટક પક્ષે 1-1 બેઠક જીતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં