Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ માટે હજુય છે કપરાં ચઢાણ: કર્ણાટકમાં સીએમને લઈને પોસ્ટર વોર, સિદ્ધારમૈયા...

    કોંગ્રેસ માટે હજુય છે કપરાં ચઢાણ: કર્ણાટકમાં સીએમને લઈને પોસ્ટર વોર, સિદ્ધારમૈયા અને શિવકુમારના ઘરની બહાર તેમના સમર્થનમાં જોવા મળ્યા હોર્ડિંગ્સ

    કર્ણાટકમાં સીએમના ચહેરાને લઈને પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. પાર્ટીના કાર્યકરો પણ બે છાવણીમાં વહેંચાયેલા જોવા મળે છે, એક કેમ્પ ડીકે શિવકુમાર સાથે છે અને બીજો પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સાથે છે.

    - Advertisement -

    કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતી મળ્યા બાદ હવે પાર્ટીમાં સીએમને લઈને ખેંચતાણ ચાલી રહી છે. પાર્ટીના કાર્યકરો પણ બે છાવણીમાં વહેંચાયેલા જોવા મળે છે, એક કેમ્પ ડીકે શિવકુમાર સાથે છે અને બીજો પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સાથે છે. દરમિયાન પ્રદેશના સીએમને લઈને કર્ણાટક કોંગ્રેસમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે.

    બંને નેતાઓના સમર્થકો ઈચ્છે છે કે તેમના નેતા મુખ્યમંત્રી બને. આ માટે બંને નેતાઓના ઘરની બહાર તેમના સમર્થકોએ મોટા મોટા પોસ્ટર લગાવેલા જોવા મળ્યા છે અને તે બાદ શરૂ થયું છે કર્ણાટક કોંગ્રેસમાં પોસ્ટર વોર.

    ‘સિદ્ધારમૈયા આગામી સીએમ છે’

    સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગલુરુમાં તેમના નિવાસસ્થાનની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં તેમને કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાન તરીકે વર્ણવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કર્ણાટકમાં કૉંગ્રેસે સીએમ અંગે નિર્ણય લેવાનો હજુ બાકી છે.

    - Advertisement -

    ડીકે શિવકુમારના સમર્થનમાં પણ પોસ્ટર

    કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકોએ પણ બેંગલુરુમાં તેમના નિવાસસ્થાનની બહાર એક પોસ્ટર લગાવી માંગ કરી હતી કે તેમને રાજ્યના આગામી ‘CM’ જાહેર કરવામાં આવે. સમર્થકોએ કહ્યું કે ડીકે શિવકુમારે જ કોંગ્રેસને જીતાડવાનું કામ કર્યું હતું.

    સિદ્ધારામૈયા અને ડીકે શિવકુમાર પ્રબળ દાવેદારો 

    હાલના તબક્કે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસના બે કદાવર નેતાઓ પ્રબળ દાવેદાર છે. 1- સિદ્ધારામૈયા અને 2- ડીકે શિવકુમાર. સિદ્ધારામૈયા અગાઉ એક ટર્મ માટે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જ્યારે ડીકે શિવકુમાર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. બંને વરિષ્ઠ નેતાઓ છે, બંનેની સારી પકડ છે, બંને ચૂંટણી લડ્યા હતા અને બંને સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે. 

    સિદ્ધારામૈયા વરૂણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. અહીં ભાજપે લિંગાયત સમુદાયના વી સોમન્નાને ઉતાર્યા હોવા છતાં કોંગ્રેસ નેતાએ સરળતાથી જીત મેળવી લીધી છે. તેમને 1.16 લાખ મત (60 ટકા) મળ્યા. આ જીત સાથે તેઓ સતત ચોથી વખત MLA બન્યા છે. 

    આમ તો પૂર્વ મુખ્યમંત્રી હોવાના કારણે અને પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના કારણે સિદ્ધારામૈયાનું નામ સીએમ પદ માટે પહેલી પસંદગી હોય એ સ્વભાવિક છે, પરંતુ આ બાબત એટલી સરળ નથી. કારણ કે તેમની સામે બીજા દાવેદાર છે-આ આઠ ટર્મથી ચૂંટણી જીતતા અને હાલ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર. 

    કર્ણાટકમાં કોંગ્રેસની બહુમતી

    કર્ણાટક ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને કુલ 224 બેઠકોમાંથી 135 બેઠકો સાથે બહુમતી મળી છે. જ્યારે ભાજપ માત્ર 66 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ ચૂંટણીમાં જેડીએસને પણ ઘણું નુકસાન થયું છે, પાર્ટીને 19 સીટો મળી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં