Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ: 224 સીટો માટે આજે સ્પષ્ટ થશે ઉમેદવારોનું ભવિષ્ય,...

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ: 224 સીટો માટે આજે સ્પષ્ટ થશે ઉમેદવારોનું ભવિષ્ય, BJP અને કોંગ્રેસની જંગમાં JDS બની શકે છે કિંગમેકર

    કોંગ્રેસના નેતાઓએ 224માંથી ઓછામાં ઓછી 140 બેઠકોની આગાહી કરી હતી. તો ભાજપે પણ દાવો કર્યો હતો કે તેઓ બહુમતી મેળવીને રાજ્યમાં ફરી સરકાર બનાવશે

    - Advertisement -

    આજે શનિવારે (13 મે, 2023) કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજ્યની 224 વિધાનસભા સીટો માટે 10 મેએ રેકોર્ડ મતદાન થયું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ, આ વખતે કર્ણાટકમાં 73.19 ટકા મતદાન થયું છે, જે 2018માં થયેલા મતદાન કરતાં થોડુ વધારે છે.

    બુધવારે સાંજે પ્રકાશિત થયેલા એક્ઝિટ પોલ્સમાં મિશ્ર અનુમાન જોવા મળ્યા છે. જોકે, 10માંથી 5 એક્ઝિટ પોલ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની ભવિષ્યવાણી કરી રહ્યા છે. રાજ્યમાં તમામ પક્ષના નેતાઓ એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ તેમના તરફી રહેશે અને તેઓ સરકાર બનાવશે.

    કોંગ્રેસના નેતાઓએ 224માંથી ઓછામાં ઓછી 140 બેઠકોની આગાહી કરી હતી. તો ભાજપે પણ દાવો કર્યો હતો કે તેઓ બહુમતી મેળવીને રાજ્યમાં ફરી સરકાર બનાવશે. બીજી તરફ જનતા દળ (સેક્યુલર) પણ એવી આશા રાખે છે કે પરિણામના દિવસે તેઓ પોતાની ક્ષમતા પુરવાર કરશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. બીજી તરફ જેડીએસ આ ચૂંટણીમાં કિંગમેકર બને તેવી શક્યતા છે. ત્રીજા નંબર પર આવીને JD(S) અગાઉ 3 વખત સરકાર બનાવી ચૂકી છે. રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ અને ભાજપ બંનેએ જેડીએસ સાથે ગઠબંધનના સંકેત આપ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ચૂંટણીમાં કુલ 2163 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાંથી 2427 પુરુષો અને 185 મહિલાઓ છે. એક ઉમેદવાર અન્ય કેટેગરીમાં છે. રાજ્યમાં 5,30,85,566 કરોડ રજિસ્ટર્ડ મતદારો છે, જેમાં 2,66,82,156 પુરુષ ઉમેદવારો અને 2,63,98,483 મહિલા ઉમેદવારો છે. તો 4,927 વોટર્સ અન્ય શ્રેણીના છે.

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સત્તારૂઢ બીજેપીએ તમામ 224 વિધાનસભા સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, તો વિપક્ષ પાર્ટી કોંગ્રેસે 223 ઉમેદવારો ઉતાર્યા છે. તો બીજી તરફ JDSએ કિંગમેકર બનવાની આશામાં 207 ઉમેદવારો ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના 209 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય બસપા એ 133, મકપા એ 4 સીટો પર, NPPએ 2 સીટો પર પોતાના ઉમેદવારોને ઉતર્યા હતા. ચૂંટણીમાં કુલ 693 ઉમેદવારો પંજીકૃત દળો માંથી હતા, અને 198 ઉમેદવારો નિર્દલીય ચૂંટણી લડ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં