Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપૂરો થયો ચૂંટણીની જંગ, 2163 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં બંધ: જાણીએ શું કહે...

    પૂરો થયો ચૂંટણીની જંગ, 2163 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં બંધ: જાણીએ શું કહે છે કર્ણાટક ચૂંટણીના એક્ઝીટ પોલ, કોણ બનાવશે સરકાર

    કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ આજે પૂર્ણ થઇ છે અને તેના એક્ઝીટ પોલ્સ પણ આવી ગયા છે. આ એક્ઝીટ પોલ્સમાં જનતા દળ સેક્યુલર રાજ્યમાં કિંગ મેકર બને તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.

    - Advertisement -

    કર્ણાટકમાં મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે, મતદાતાઓએ ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં મતના રૂપમાં બંધ કરી દીધું છે. હવે તમામની નજર 13 તારીખ પર છે જયારે ચૂંટણીના પરિણામો ઘોષિત કરવામાં આવશે. પરંતુ તે પહેલા કર્ણાટક ચૂંટણીના એક્ઝીટ પોલ જાહેર થયા બાદ રાજ્યમાં કોની સરકાર બની રહી છે તે જાણીએ.

    રિપબ્લિક ભારતના કર્ણાટક ચૂંટણીના એક્ઝીટ પોલ મુજબ કર્નાતાકમાં કોંગ્રેસને 85 થી 100 સીટ મળવાની સંભાવના છે, જયારે ભાજપને 94 થી 108 સીટો મળવાની સંભાવનાઓ જણાઈ રહી છે. આ ઉપરાંત JDSને 24 થી 32 અને અન્યના ખાતે 2 થી 6 સીટો આવવાની સંભાવનાઓ છે.

    ઝી ન્યુઝના એક્ઝીટ પોલ મુજબ કર્ણાટકમાં કોંગ્રેસને જીત મળવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. સામે આવેલા આંકડાઓ મુજબ કોંગ્રેસને 103 થી 118 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જયારે ભાજપના ખાતે 79 થી 94 સીટો જાય તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. આ સિવાય JDSને 23 થી 33 અને અન્યના ક્ખાતામાં 2 થી 5 સીટો જવાની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.

    - Advertisement -

    Asianet સુવર્ણ ન્યુઝના એક્ઝીટ પોલ મુજબ કર્ણાટકમાં ભાજપના ખાતે 94 થી 117 સીટો આવી શકે તેવી સંભાવનાઓ છે, જયારે કોંગ્રેસ 91 થી 106 સીટો મેળવીને ભાજપને પાછળ છોડી દેવાની ગતી મેળવી રહી છે. જયારે JDSના ખાતે 14 થી 24 સીટો અને અન્યના ભાગે 0 થી 2 સીટો જાય તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.

    આ બધા વચ્ચે કર્ણાટક ચૂંટણીના એક્ઝીટ પોલ મુજબ JDS પોતાને “કિંગમેકર” સાબિત કરે તે વાતને પણ નકારી શકાય નહીં.

    કર્ણાટકમાં 144 સીટો પર 2163 ઉમેદવારો વચ્ચે ખેલાયો જંગ

    નોંધનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કુલ 2163 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી 2,427 પુરુષ ઉમેદવારો અને 185 મહિલા ઉમેદવારોએ ચૂંટણીનો જંગ ખેલ્યો હતો. જયારે એક ઉમેદવાર અન્ય છે. આ ચૂંટણીમાં ભાજપે તમામ 224 સીટો પર પોતાના ઉમેદવારો ઉતર્યા હતા, અને કોંગ્રેસે 223 સીટો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી. રાજ્યમાં કુલ 5,30,85,566 પંજીકૃત મતદાતા છે. જેમાં 2,66,82,156 પુરુષ મતદાતા અને 2,63,98,483 મહિલા મતદારો છે. અને અન્ય શ્રેણીમાં 4,927 મતદારો છે.

    આ સાથે જ કિંગમેકર બનવાની આશામાં JDSએ પોતાના 207 ઉમેદવારોને ચૂંટણીની જંગમાં ઉતર્યા હતા. અને આમ આદમી પાર્ટી પણ 209 સીટો પર ચૂંટણી લડી હતી. આ સિવાય બસપા એ 133, મકપા એ 4 સીટો પર, NPPએ 2 સીટો પર પોતાના ઉમેદવારોને ઉતર્યા હતા. ચૂંટણીમાં કુલ 693 ઉમેદવારો પંજીકૃત દળો માંથી હતા, અને 198 ઉમેદવારો નિર્દલીય ચૂંટણી લડ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં