Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે બજારમાં કન્હૈયાલાલની હત્યા થઇ ત્યાં હવે સન્નાટો, ગ્રાહકો અને વેપારીઓમાં ડર:...

    જે બજારમાં કન્હૈયાલાલની હત્યા થઇ ત્યાં હવે સન્નાટો, ગ્રાહકો અને વેપારીઓમાં ડર: 15માંથી 13 દુકાનો બંધ

    અહીંના દુકાનદારો કહે છે કે લોકો આટલા દિવસે પણ આ જઘન્ય હત્યાકાંડ ભૂલી શક્યા નથી અને અમુક તો આવવા પહેલાં ફોન કરીને આવે છે.

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં આવેલ માલદાસ સ્ટ્રીટ એ જ જગ્યા છે જ્યાં હિંદુ ટેલર કન્હૈયાલાલની બે ઇસ્લામી હત્યારાઓએ હત્યા કરી નાંખી હતી. 28 જૂને કન્હૈયાલાલની હત્યા બાદ અહીં માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે અને એક સમયે જે બજાર વિસ્તાર લોકોથી ભરેલો રહેતો હતો, ત્યાં હવે સન્નાટો જોવા મળી રહ્યો છે. 

    દૈનિક ભાસ્કરના એક રિપોર્ટમાં આ બાબતોનો ખુલાસો થયો છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ માલદાસ સ્ટ્રીટમાં કુલ 15 દુકાનો છે, જેમાંથી 13 બંધ હાલતમાં જોવા મળી હતી. તેમજ અહીંનો વેપાર પણ 90 ટકા સુધી ઘટી ગયો છે. 

    અહીંના દુકાનદારો કહે છે કે લોકો આટલા દિવસે પણ આ જઘન્ય હત્યાકાંડ ભૂલી શક્યા નથી અને અમુક તો આવવા પહેલાં ફોન કરીને આવે છે. જોકે, આ ડર માત્ર ગ્રાહકોમાં જ નહીં પરંતુ દુકાનદારોમાં પણ એટલો જ ડર છે. જેના કારણે અહીં સતત પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હાજર રહે છે. 

    - Advertisement -

    કન્હૈયાલાલની હત્યા જે દુકાનમાં થઇ તેની બાજુમાં આવેલ લેટેસ્ટ ટેલર્સના માલિક મહાવીર શેઠે જણાવ્યું હતું કે, “20 દિવસથી વધુ થઇ ગયા છતાં લોકોમાં હજુ પણ ડર છે. મારી દુકાનમાં બે લોકો કામ કરે છે. એક બીમાર છે, જ્યારે બીજો હત્યાકાંડ બાદ ડરેલો છે અને કામ કરવા જ નથી માંગતો. તેનો પરિવાર તેને ઘરની બહાર નીકળવા દેતો નથી. અમારી દુકાન બહાર વર્દીધારી પોલીસકર્મીઓને જોઈને સૌ કોઈ ચોંકી ઉઠે છે. દરરોજ બે રાઉન્ડમાં પોલીસ કર્મીઓ દુકાન બહાર ઉભા રહે છે.”

    સોના-ચાંદીના વેપારી મયંક લોઢાએ જણાવ્યું કે, ગ્રાહકો આવવા પહેલાં બજારની સ્થિતિ અંગે ફોન કરીને જાણી લે છે અને બધું સામાન્ય છે તેમ જાણ્યાં પછી જ આવે છે. અન્ય એક કાપડના શૉ રૂમના મલિક ગોપાલ અગ્રવાલે કહ્યું કે, હત્યાકાંડ બાદ કારોબાર ઠપ છે અને વેચાણ 20 ટકા સુધી રહી ગયું છે. 

    આ બજારમાં પહેલાં 3 કરોડનો વેપાર થતો હતો, જે હવે 20 લાખ રૂપિયા પર સીમિત થઇ ગયો છે. રક્ષાબંધનનો તહેવાર આવતો હોવાથી વેપારીઓને સારા વેચાણની આશા હતી પરંતુ હવે તેમને ડર છે કે જેટલો માલ મંગાવ્યો હતો તેટલો પણ વેચાશે કે કેમ?

    આ મામલે એસપી વિકાસ શર્માએ જણાવ્યું કે, કન્હૈયાલાલની હત્યા બાદ બજાર સંપૂર્ણ રીતે સામાન્ય છે. દરરોજ પોલીસ વેપારીઓ અને વેપાર મંડળના પદાધિકારીઓ સાથે વાત કરી રહી છે. કોઈ પણ પ્રકારની જાણકારી મળે તો તેને ગંભીરતાથી લેવામાં આવે છે. તાજેતરમાં મળેલ 3 અલગ-અલગ ધમકીઓ અંગે સાયબર સેલ તપાસ કરી રહી છે. ગ્રાહકો કે વેપારીઓ, કોઈએ પણ ડરવાની જરૂર નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં