Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્હૈયાલાલની હત્યા પછી અનેક કટ્ટરપંથી મુસ્લિમોની ધરપકડ: કોઈકે ફટાકડા ફોડ્યા તો કોઈએ...

    કન્હૈયાલાલની હત્યા પછી અનેક કટ્ટરપંથી મુસ્લિમોની ધરપકડ: કોઈકે ફટાકડા ફોડ્યા તો કોઈએ ઈદ પહેલાં મારી નાંખવાની ધમકી આપી

    હિંદુ ટેલરની હત્યા બાદ આ ઘાતકી કૃત્યને યોગ્ય ઠેરવતી અનેક પોસ્ટ અને કૉમેન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. આવા અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

    - Advertisement -

    રાજસ્થાનના ઉદયપુરમાં 28 જૂન 2022 ના રોજ ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલી હિંદુ ટેલરની હત્યા બાદ આ ઘાતકી કૃત્યને યોગ્ય ઠેરવતી અનેક પોસ્ટ અને કૉમેન્ટ્સ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. આવા અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક આવી હત્યાઓનું સમર્થન કરી રહ્યા હતા તો કેટલાકે આતશબાજી કરીને ઉજવણી કરી હતી. કન્હૈયાલાલની હત્યાનું સમર્થન કરનારા કે ઉજવણી કરનારા કટ્ટરપંથી મુસ્લિમોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

    ઉત્તર પ્રદેશના બરેલીમાં પોલીસે કન્હૈયાલાલની ઘાતકી હત્યાનું સમર્થન કરનારા એક કટ્ટરપંથી શખ્સની ધરપકડ કરી છે. આરોપીનું નામ મોહસિન કુરેશી છે. મોહસિને તેના ફેસબુક પર કન્હૈયાલાલની હત્યાને માત્ર યોગ્ય ઠેરવી ન હતી પરંતુ આવી વધુ હત્યાઓ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. બરેલી પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ લખનાર મોહમ્મદ તાજની પણ ધરપકડ કરવામાં આવી છે.

    બરેલી પોલીસની પ્રેસનોટ

    ઈદ પહેલાં નૂપુર શર્માના સમર્થકનું સર કલમ કરવાની ધમકી 

    - Advertisement -

    બરેલીમાં જ અન્ય એક ઘટનામાં પોલીસે નાઝીમ અલ્વી નામના વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. આ માહિતી બરેલી પોલીસે 30 જૂન 2022ના રોજ ટ્વિટ કરીને આપી હતી. એફઆઈઆર મુજબ, નાઝિમે ઈદ પહેલાં નુપુર શર્માનું સમર્થન કરનાર વ્યક્તિ અમન રાઠોડનું માથું કાપી નાખવાની ધમકી આપી છે. આ ધમકીના વિરોધમાં હિન્દુ સંગઠનોએ એસએસપી બરેલીને એક આવેદનપત્ર પણ આપ્યું છે.

    સહારનપુરમાં કન્હૈયાલાલ જેવો હાલ કરવાની ધમકી 

    ઉપરાંત, યુપીના સહારનપુરમાં ઉદયપુરના કન્હૈયાલાલ જેવી બે અલગ-અલગ વ્યક્તિઓની હાલત ખરાબ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી તેમને એક પત્ર દ્વારા આપવામાં આવી છે. તેમાંથી એક બજરંગ દળનો કાર્યકર રજત શર્મા છે. આ ધમકીની નોંધ લેતા સહારનપુરના એસએસપી આકાશ તોમરે ધમકી આપતા લોકોને પોલીસ ગનર્સ ઉપલબ્ધ કરાવ્યા છે. આ સાથે આ મામલામાં કેસ નોંધીને ધમકી આપનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

    કન્હૈયાલાલની હત્યા પર ઉજવણી કરતા પિતા-પુત્ર ઝડપાયા 

    મેરઠ પોલીસે કન્હૈયાલાલની હત્યાને આતશબાજી કરતા પિતા-પુત્ર મંજૂર અને શહજાદની ધરપકડ કરી હતી. ઉદયપુરમાં જે દિવસે કન્હૈયાની હત્યા કરવામાં આવી હતી તે જ દિવસે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. મામલો મેરઠના મૈનાપુઠ્ઠી ગામનો છે. જોકે, ગ્રામજનોની ફરિયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરીને જેલના હવાલે કર્યા હતા. પોલીસે આરોપીના ઘરેથી ફટાકડા પણ જપ્ત કર્યા છે.

    તસ્વીર સાભાર: મેરઠ પોલીસ

    ‘સર તન સે જુદા..’નું સ્ટેટ્સ મૂકનાર વલી પકડાયો 

    બુલંદશહેર પોલીસે વોટ્સએપ પર ‘સર તન સે જુદા’’ સ્ટેટસ પોસ્ટ કરવા બદલ વલી નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી, જેણે તેના નામમાં ‘રાજપૂત’ લગાવ્યું હતું. આ મામલે ખુદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ મુજબ, મોહમ્મદ ઉમરના પુત્ર વલી રાજપૂતે તેના વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું હતું કે, ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા, આપકી શાન મેં ગુસ્તાખી કરે ઇસકા સિર અલગ કરે.’ જેનાથી લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસે વલીની ધપરકડ કરી તેનો મોબાઈલ જપ્ત કરી લીધો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં