Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્હૈયાલાલની હત્યા નજરે જોનાર મુખ્ય સાક્ષીને બ્રેઈન હેમરેજ: પત્નીએ કહ્યું- બુરખો પહેરેલી...

    કન્હૈયાલાલની હત્યા નજરે જોનાર મુખ્ય સાક્ષીને બ્રેઈન હેમરેજ: પત્નીએ કહ્યું- બુરખો પહેરેલી મહિલાએ દુકાનમાં આવી ધમકી આપતા તણાવમાં હતા

    રાજકુમાર આઠ વર્ષથી કન્હૈયા લાલની દરજીની દુકાનમાં કામ કરતા હતા. આ હુમલામાં તેમનો એક સાથી ઈશ્વર પણ ઘાયલ થયો હતો.

    - Advertisement -

    કન્હૈયાલાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી રાજકુમાર શર્માની હાલત નાજુક છે. તેમને બ્રેઈન હેમરેજ થયું છે. 28 જૂન, 2022ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે દુકાનમાં ઘૂસીને કન્હૈયા લાલનું ગળું કાપી નાખ્યું હતું. જ્યારે કન્હૈયાલાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી રાજકુમાર તેમને બચાવવા આવ્યો તો કટ્ટરવાદીઓએ તેમના પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, પણ તેમનો આબાદ બચાવ થયો હતો.

    હત્યા કેસના મુખ્ય સાક્ષી રાજકુમાર શર્માનું સોમવારે (3 ઓક્ટોબર 2022) રાત્રે ઉદયપુરની એમબી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. લગભગ પાંચ કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. ડોક્ટરોના મતે રાજકુમારને હોશમાં આવવામાં ઓછામાં ઓછા 2 દિવસનો સમય લાગી શકે છે. દરમિયાન રાજકુમાર શર્માની પત્નીએ જણાવ્યું કે કન્હૈયાલાલની હત્યા બાદથી તેમના પતિ આઘાતમાં હતા.

    મળતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમવારે રાજકુમારની તબિયત અચાનક બગડતાં તેમને એમબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તપાસમાં રાજકુમારના બ્રેઈન હેમરેજની માહિતી સામે આવી. રાજકુમાર શર્માની પત્ની પુષ્પા શર્માએ કહ્યું હતું કે, “કનૈયાલાલની હત્યા બાદ મારા પતિ તણાવમાં હતા. ત્રણ મહિના પછી મારી દીકરીના લગ્ન થવાના છે. વહીવટીતંત્ર દ્વારા ખાનગી નોકરી આપવામાં આવી હતી, પરંતુ તેમાં ખૂબ જ ઓછો પગાર આપવામાં આવ્યો હતો. મારા પતિને આ હત્યાના મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 3 મહિનામાં અમારા પરિવાર સાથે શું થયું તે ફક્ત અમે જ સમજી શકીએ છીએ.”

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું કે, “હત્યાકાંડ પહેલા રાજકુમારને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. તે માત્ર સાક્ષી બનીને રહી ગયા છે. તે પિતા અને પતિ ન બની શક્યા. તે સખત મહેનત કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા, પરંતુ હવે તે કરવા પણ સક્ષમ નથી. તેમના પર પારિવારિક જવાબદારીઓ છે. આ સંજોગોમાં દીકરીના લગ્ન કેવી રીતે થશે તે વિચારીને તે અંદરથી અસ્વસ્થ રહેતા હતા. આ હત્યાકાંડ પછી તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને બ્રેઈન હેમરેજ થયું. આ મામલા બાદ અમને પ્રશાસન તરફથી રક્ષણ મળ્યું છે, પરંતુ તેનાથી અમારું ગુજરાન થોડી ચાલે છે? સરકારે અમને મદદ કરવી જોઈએ. અમારા બાળકોને સરકારી નોકરી અને આર્થિક સહાય આપવી જોઈએ.”

    ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા

    ઉદયપુરમાં 28 જૂન 2022ના રોજ મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ કપડા સીવડાવવાના બહાને કન્હૈયા લાલની દુકાનમાં ઘુસી ગયા અને તેની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. રાજકુમાર આઠ વર્ષથી કન્હૈયા લાલની દરજીની દુકાનમાં કામ કરતા હતા. આ હુમલામાં તેમનો એક સાથી ઈશ્વર પણ ઘાયલ થયો હતો. હત્યા બાદ રાજકુમારે મીડિયાને કહ્યું હતું કે ઘટના પહેલા પણ કન્હૈયા લાલને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. હત્યાના થોડા દિવસ પહેલા બુરખો પહેરેલી મહિલા અને એક પુરૂષ દુકાનમાં આવ્યા હતા. તેણે કન્હૈયા લાલને ગંભીર પરિણામોની ધમકી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં