Friday, May 17, 2024
More
    હોમપેજગુજરાતજૂનાગઢ હિંસા હતી પૂર્વયોજિત કાવતરું!: કોર્પોરેશનમાંથી ફૂટી નોટિસની વાત, ટ્રક ભરીને પથ્થર...

    જૂનાગઢ હિંસા હતી પૂર્વયોજિત કાવતરું!: કોર્પોરેશનમાંથી ફૂટી નોટિસની વાત, ટ્રક ભરીને પથ્થર આવી ગયા, બહારગામથી તોફાનીઓ પહોંચ્યા; હિંસાને લઈને થઇ રહ્યા છે રોજ નવા ખુલાસાઓ

    સામે આવ્યું છે કે જ્યારે દરગાહ અને મંદિર સહિત 8 ધાર્મિક સ્થાનોને આપવા માટે નોટિસ તૈયાર થઇ રહી હતી, હજુ તો બજવણી પણ બાકી હતી ત્યાં જ કોર્પોરેશનમાંથી જ કોઇ કર્મીએ મેસેજ કરી દીધા હતા કે દરગાહના મામલે નોટિસ તૈયાર થઇ ગઇ છેે. જેને પગલે લોકોને ભેગા થવાનો સમય મળી ગયો હતો. 

    - Advertisement -

    જૂનાગઢના મજેવડી ગેટ પાસે પોલીસ પર થયેલા હુમલાની ઘટનામાં રોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. તાજેતરમાં જ પોલીસ FIRમાં દાખલ કરાયેલ જાણકારીઓ સામે આવી હતી જેમાં કહેવાયું હતું કે એ મુસ્લિમ ટોળું ઇરાદાપૂર્વક પોલીસને ટાર્ગેટ બનાવી રહ્યું હતું. હવે જૂનાગઢ હિંસા અંતર્ગત જે નવી જાણકારી મળી રહી છે એ મુજબ આ હિંસા પૂર્વયોજિત હોવાનું કહેવાય રહ્યું છે.

    ગત શુક્રવારે જૂનાગઢના મજેવડી દરવાજે આવેલ દરગાહને માત્ર આધાર પુરાવા રજૂ કરવા નોટિસ આપ્યા બાદ ગણતરીની મિનીટોમાં જ તોફાન ફાટી નિકળ્યું હતું. આ હિંસામાં મુસ્લિમ ટોળાએ પોલીસ, રાહદારીઓ, એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો. સાથે કેટલાક વાહનોમાં તોડફોડ કરાઇ હતી, એક બાઇકમાં આગ ચાંપી દેવાઇ હતી. ત્યારે ગણતરીની મિનીટીમાં જ આ ઘટના બનતા આમાં પૂર્વાયોજીત કાવતરૂં હોવાની પોલીસે પણ આશંકા વ્યકત કરી હતી.

    મનપા કચેરીમાંથી જાણકારી થઇ લીક અને તોફાનીઓએ તૈયારીઓ કરી લીધી

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર આ અવૈધ દરગાહને નોટીશ મળવાની છે એ જાણકારી મનપામાંથી જ કોઈએ લીક કરી દીધી હતી. જે બાદ તોફાનીઓએ એક ટ્રક-ડમ્પર ભરીને પથ્થરો તેની નજીક ઠાલવી રાખ્યા હતા. સાથે જ અગાઉથી જ બહારગામથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના તોફાની તત્વોને બોલાવીને હુમલાની પુરજોશ તૈયારી કરવામાં આવી હતી.

    - Advertisement -

    સામે આવ્યું છે કે જ્યારે દરગાહ અને મંદિર સહિત 8 ધાર્મિક સ્થાનોને આપવા માટે નોટિસ તૈયાર થઇ રહી હતી, હજુ તો બજવણી પણ બાકી હતી ત્યાં જ કોર્પોરેશનમાંથી જ કોઇ કર્મીએ મેસેજ કરી દીધા હતા કે દરગાહના મામલે નોટિસ તૈયાર થઇ ગઇ છેે. જેને પગલે લોકોને ભેગા થવાનો સમય મળી ગયો હતો. 

    કાર્યવાહી પહેલા જ દરગાહ નજીક પથ્થર ભરેલું ટેન્કર ઠલવાયું

    આ દરગાહ મજેવડી ગેટ પાસે આવેલી છે. આ વિસ્તાર મોટાભાગે સાફસુથતો રહેતો હોય છે. મુખ્ય રોડ હોવાથી નિયમિત રીતે સાફસફાઈ થતી હોય છે અને ક્યારેય કોઈ પથ્થર કે કચરો રોડ પર પડેલો જોવા મળતા નથી.

    હવે જે દિવસે દરગાહને કોર્પોરેશનના અધિકારીઓ નોટિસ આપવા આવવાના હતા તેના પહેલા જ ત્યાં આ રીતે આખો ટ્રક ભરીને પથ્થરો ઠલવાઇ જાય એ કોઈ સંયોગ હોય એવી શક્યતાઓ નહિવત છે. પાછું ટ્રક પણ એવી જગ્યાએ ઠલવાયું હતું કે જ્યાં કોઈ CCTV નહોતા.

    તાકળેના સમયે જ બહારગામથી પણ આવી પહોંચ્યા કટ્ટરવાદીઓ

    જૂનાગઢ હિંસા બાદ પોલીસ કાર્યવાહીમાં કેટલાક તોફાનીઓની ધરપકડ કરવામાં આવી હતી જે વિસાવદર તાલુકાના નાના નાના ગામડાઓના રહેવાસી છે. હવે જયારે મનપાની ટિમ નોટિસ લગાવવા જઈ રહી હતી, જયારે તોફાનીઓને પથ્થરમારો શરૂ કર્યો ત્યારે આટલી મોટી સંખ્યામાં આટલી દુરથી લોકો કઈ રીતે ત્યાં એક સાથે આવી જઈ શકે છે!

    આ બાબતે જૂનાગઢના DySP હતેશ ધાંધલિયાએ કહ્યું કે, “જ્યારે પોલીસ પર હુમલો થયો ત્યારે આ હુમલામાં સ્થાનિકની સાથે બહારગામના લોકો પણ હોવાનું સામે આવ્યું હતું. હાલમાં વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવા તોફાની બારકસોની અટક કરાઇ છે. ત્યારે મજેવડી દરગાહને નોટિસ આપ્યાની ગણત્રીની મિનીટોમાં જ તેને કેવી રીતે જાણ થઇ અને તે છેક વિસાવદરના નાના ગામડામાંથી જૂનાગઢ સુધી કેવી રીતે પહોંચ્યા? તેની તપાસ થઇ રહી છે. આ બધી બાબતો જ આ ઘટના પૂર્વાયોજીત કાવતરૂં હોવાનું સ્પષ્ટ કરે છે.”

    આમ, આ ઘટનામાં એટલી બધી વાતો એવી સામે આવી રહી છે કે જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે જૂનાગઢ હિંસા એ કોઈ આકસ્મિક છમકલું નહીં પરંતુ એક પૂર્વયોજિત કાવતરું હતું. હાલમાં પોલીસ પણ આ જ દિશામાં તાપસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં