Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજૂનાગઢના ઉપરકોટમાં ચાલતી ડિમોલિશન ડ્રાઈવને લઈને 2 હજાર મુસ્લિમો થયા એકઠા: વિરોધ...

    જૂનાગઢના ઉપરકોટમાં ચાલતી ડિમોલિશન ડ્રાઈવને લઈને 2 હજાર મુસ્લિમો થયા એકઠા: વિરોધ વચ્ચે ધરાશાયી કરાયાં હતાં મઝહબી અતિક્રમણો, હાઇકોર્ટમાં દાખલ કરી PIL

    પ્રશાસને થોડા દિવસો પહેલા આ રાજ્ય સંરક્ષિત ઈમારતમાંથી અતિક્રમણ હટાવવા માટે નોટિસ જારી કરી હતી. જૂનાગઢ શહેરથી થોડી ઉંચાઈએ આવેલ ઉપરકોટનો કિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    - Advertisement -

    જૂનાગઢના સ્થાનિક તંત્રએ 27 મે ની વહેલી સવારે ઉપરકોટ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી જે આખી રાત ચાલી હતી. આ કાર્યવાહીમાં અનેક ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં અનેક મજારો અને અમુક મંદિરો પણ સામેલ હતા. હવે આ બાબતે સ્થાનિક મુસ્લિમ સમાજે એક બેઠક કરી છે જેમાં નક્કી થયું છે કે મુસ્લિમ સમાજના 8 અગ્રણીઓ ઉપરકોટની મુલાકાત લેશે અને તંત્ર દ્વારા શું શું ડિમોલીશ કરવામાં આવ્યું છે તે ચકાસશે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ઉપરકોટમાં કરાયેલ ડીમોલેશન બાદ નરસિંહ વિદ્યા મંદિર ખાતે મુસ્લીમ સમાજની મીટીંગ યોજાઇ હતી. આ અંગે જૂનાગઢ મનપાના કોર્પોરેટર વહાબભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે, “ઉપરકોટમાં સરકારી તંત્ર દ્વારા શનિવારના વ્હેલી સવારે ડીમોલેશન કરવામાં આવ્યું હતું. બાદમાં તાત્કાલીક મેસેજ કરીને નરસિંહ વિદ્યામંદિરના ગ્રાઉન્ડમાં મુસ્લિમ સમાજની મિટીંગ બોલાવવામાં આવી હતી.”

    આ બેઠકમાં જૂનાગઢ મનપાના કોર્પોરેટરો અદ્રેમાનભાઈ પંજા, રાજુભાઈ સાંધ, ઈબ્રાહીમભાઈ કુરેશી, વહાબભાઈ કુરેશી, અબ્બાસભાઈ કુરેશી, અસલમભાઈ કુરેશી અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપરાંત મૌલવીઓ અને મુફતીઓ ભેગા થયા હતા.

    - Advertisement -

    બેઠક બાદ તેઓએ સ્થાનિક તંત્રને અરજી કરી કે તેમના એક પ્રતિનિધિ મંડળને ઉપરકોટ જવા દેવામાં આવે જ્યાં તેઓ જોશે કે તંત્ર દ્વારા શું શું ડિમોલીશ કરાયું છે. તંત્રની મંજૂરી મળ્યા બાદ હવે મુસ્લિમ સમાજના 8 અગ્રણીઓ ઉપરકોટ સ્થળ નિરીક્ષણ જવાના છે. ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, “મુલાકાત અંગે સોમવારે એસડીએમ સાથે વાત કરી યોગ્ય સમય આપવામાં આવશે.”

    178 મજારો સાથે 11 મંદિરો પણ કરાયા છે ડિમોલીશ

    નોંધનીય છે કે જૂનાગઢ ખાતે આવેલા ઉપરકોટ કિલ્લાનું રાજ્ય સરકારે 70 કરોડના ખર્ચે રિનોવેશન કર્યું છે. હવે તેને ખુલ્લો મૂકવામાં આવનાર છે ત્યારે તે પહેલાં વર્ષોથી અતિક્રમણ કરીને તાણી બાંધવામાં આવેલાં મકાનો હવે દૂર કરવામાં આવી રહ્યાં છે. લગભગ 150 પોલીસકર્મીઓની હાજરીમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરીને શુક્ર-શનિની રાત્રે આ બાંધકામો તોડવામાં આવ્યાં હતાં, જેમાંથી અમુક ધાર્મિક અને મઝહબી બાંધકામો પણ છે. 

    અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 176 જેટલી મજાર અને અન્ય ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યાં છે. આમાં 11 મંદિરો હોવાનું જણાવવામાં આવ્યું છે, જેને પણ હટાવી દેવામાં આવ્યાં હતાં.  આ આખી કામગીરી દરમિયાન જિલ્લા કલેક્ટર, આઈ.જી. સહિતના ઉચ્ચ અધિકારીઓ આખી રાત હાજર રહ્યા હતા. વિરોધને ધ્યાને રાખતાં ખૂબ જ ગુપ્ત રીતે દબાણ તોડવાની સમગ્ર પક્રિયા હાથ ધરાઈ હતી. આઠથી વધુ બુલડોઝર સહિત મશીનરીની મદદથી ડિમોલિશન હાથ ધરાયું હતું. 

    જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, “1950 પછીની અને ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી મિલકતોને તોડી પાડવામાં આવશે અને કોઈપણ પ્રકારની ખલેલ વિના આ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ ડીમોલેશનની કામગીરી પૂર્ણ થયા બાદ જ વિગતવાર માહિતી આપવામાં આવશે.”

    તંત્રે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક મુસ્લિમ સમુદાયનાં ટોળાં સ્થળ પર પહોંચી ગયાં હતાં અને વાંધો ઉઠાવ્યો હતો. જોકે, તંત્રે પણ પૂરતી તૈયારી કરીને વધુ પોલીસ બંદોબસ્ત બોલાવી લીધો હતો અને ઉપરકોટ જવાના રસ્તે પ્રવેશબંદી કરી દેવામાં આવી હતી.

    ‘હાઇકોર્ટમાં કરી છે PIL, 24 જુલાઈ સુધી કોઈ નવી કાર્યવાહી નહિ’- મુસ્લિમ પક્ષ

    ઉપરકોટમાં દબાણ હટાવવાની આ કામગીરી સામે મુસ્લિમ સમુદાય દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે અને તાત્કાલિક સુનાવણીની પણ માંગ કરવામાં આવી છે. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે હાઇકોર્ટે તંત્રને નોટિસ ફટકારી છે અને 24 જુલાઈના રોજ આગલી સુનાવણી ન થાય ત્યાં સુધી ડિમોલિશનની કોઈ પણ કામગીરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

    જેને લઈને તેમણે કલેક્ટરને આવેદન પણ સોંપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ, તંત્ર દ્વારા કામગીરી હાથ ધરીને પુરાતત્વ વિભાગમાં જેની નોંધ છે તે સિવાયનાં બાંધકામ હટાવી દેવામાં આવ્યાં હતાં.

    મુસ્લિમ સમાજની બેઠકમાં આગેવાનોએ મુસ્લિમ સમાજને શાંતિ બનાવી રાખવા વિનંતી કરી હતી. સાથે જ કહ્યું હતું કે હાઇકોર્ટમાં PIT પિટીશન કરેલી છે અને હાઇકોર્ટ દ્વારા જ આમાં ન્યાય મેળવવામાં આવશે.

    ઘણો જૂનો છે ઉપરકોટ કિલ્લાનો ઈતિહાસ

    નોંધનીય છે કે પ્રશાસને થોડા દિવસો પહેલા આ રાજ્ય સંરક્ષિત ઈમારતમાંથી અતિક્રમણ હટાવવા માટે નોટિસ જારી કરી હતી. જૂનાગઢ શહેરથી થોડી ઉંચાઈએ આવેલ ઉપરકોટનો કિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    આ કિલ્લો સૌપ્રથમ મૌર્ય સામ્રાજ્યના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો અને ગુપ્ત સામ્રાજ્યના શાસન સુધી તેનું મહત્વ ચાલુ રહ્યું હતું. જો કે, સમયની તમામ મારનો સામનો કરનાર આ કિલ્લો જૂનાગઢ રાજ્યના દિવાન હરિદાસ વિહારીદાસ દ્વારા 1893-94માં પુનઃનિર્માણ કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં ગુજરાત સરકારે પણ તેના પર ઘણું ધ્યાન આપ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં