Sunday, September 8, 2024
More
    હોમપેજગુજરાતભડકાઉ ભાષણના વિડીયો મામલે જૂનાગઢ પોલીસે શરૂ કરી તપાસ, હિંદુ સંગઠનો પણ...

    ભડકાઉ ભાષણના વિડીયો મામલે જૂનાગઢ પોલીસે શરૂ કરી તપાસ, હિંદુ સંગઠનો પણ સક્રિય થયાં: મુફ્તીએ કહ્યું હતું- યે જાલિમ કાફિર ક્યા સમજતે હૈ….

    ઑપઇન્ડિયાને જૂનાગઢ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વાયરલ વિડીયો પોલીસના ધ્યાને આવ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ બાદ આ અંગે આગળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    તાજેતરમાં જૂનાગઢનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક મુસ્લિમ વક્તા ભડકાઉ ભાષણ આપતો નજરે પડે છે. હજારોના ટોળા સામે તે ‘મસ્જિદ મેં બુત રખને સે મસ્જિદ બુતખાના નહીં બનતી’ અને ‘આજ કુત્તોં કા વક્ત હૈ, હમારા દૌર આયેગા’ જેવાં ભડકાઉ વાક્યો ઉચ્ચારે છે. વિડીયો વાયરલ થયા બાદ હવે જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી છે. 

    ઑપઇન્ડિયાને જૂનાગઢ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વાયરલ વિડીયો પોલીસના ધ્યાને આવ્યો છે અને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ બાદ આ અંગે આગળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં DySP હિતેશ ધાંધલિયાનું પણ નિવેદન ટાંકવામાં આવ્યું છે, જેમણે જણાવ્યું હતું કે, “અમે આ સમગ્ર ભાષણ મેળવીને કાનૂની તજજ્ઞોના અભિપ્રાય માટે મોકલી આપ્યું છે અને જો ભડકાઉ જણાશે તો ગુનો નોંધીને આગળ કાર્યવાહી કરવામાં આવશે.” 

    - Advertisement -

    બીજી તરફ, હિંદુ સંગઠનો પાસેથી જાણવા મળ્યા અનુસાર તેમના ધ્યાને પણ આ વિડીયો આવ્યો છે અને આ મામલે સ્થાનિક તંત્ર અને પોલીસને આવેદનપત્ર પાઠવીને જરૂરી કાર્યવાહીની માંગ કરવામાં આવશે. આ સિવાય, ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. 

    શું છે મામલો? 

    ગત બુધવારે (31 જાન્યુઆરી, 2024) જૂનાગઢમાં મુસ્લિમ સમુદાયનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વક્તા મુફ્તી સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ભડકાઉ વાતો કહી હતી. જેનો એક 22 સેકન્ડનો વિડીયો વાયરલ થઈ ગયો હતો. 

    વિડીયોમાં અઝહરી કહે છે કે, “યે જાલિમ કાફિર ક્યા સમજતે હૈ, જો હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ…કુછ દેર કી ખામોશી હૈ, ફિર શોર આયેગા… આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” (હજુ તો કરબલાનું અંતિમ યુદ્ધ બાકી છે… થોડા સમયની શાંતિ છે, પછી ફરી અવાજ થશે. આજે કૂતરાઓનો સમય છે, કાલે આપણા જમાના પણ આવશે.) આટલું કહીને તે ‘લબ્બેક યા રસૂલલ્લાહ’ના નારા લગાવે છે અને સામેની ભીડ પણ તેનું પુનરાવર્તન કરે છે. 

    આ સિવાય પણ ભાષણમાં તે અનેક આપત્તિજનક વાતો કહે છે. વચ્ચે-વચ્ચે અલ્લાહુ અકબર અને લબ્બેક યા રસૂલલ્લાહના નારા પણ લાગતા જોવા-સાંભળવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઑપઇન્ડિયાનો વિસ્તૃત અહેવાલ અહીંથી વાંચી શકાશે.

    અપડેટ: પછીથી જૂનાગઢ પોલીસે આ મામલે 2 આયોજકો અને મુફ્તી અઝહરી સામે FIR દાખલ કરી હતી, જેનો વિસ્તૃત અહેવાલ અહીંથી વાંચી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં