Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનનાં સરકારી દવાખાનાનાં ડોકટરે શેરીના શ્વાનને ગાડીની પાછળ બાંધી રીતસર ઢસડયો, માંડ...

  રાજસ્થાનનાં સરકારી દવાખાનાનાં ડોકટરે શેરીના શ્વાનને ગાડીની પાછળ બાંધી રીતસર ઢસડયો, માંડ માંડ જીવ બચ્યો, મેનકા ગાંધીના ફોન બાદ ફરિયાદ દાખલ, વિડીયો વાયરલ

  જયપુરની પોશ કોલોનીમાં રહેતા એક ડોક્ટરે શેરીના કુતરા સાથે અમાનવીય વર્તન કર્યું હતું અને તેને મરણતોલ હાલતમાં મૂકી દીધો હતો.

  - Advertisement -

  જોધપુરના એક ડૉક્ટર (પ્લાસ્ટિક સર્જન)એ રવિવારે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. જ્યારે એક શેરીનો કૂતરો તેના ઘરમાં ઘૂસ્યો તો તેણે કૂતરાને પોતાની કારમાં બાંધીને લગભગ 5 કિલોમીટર સુધી રીતસર ઢસડયો હતો. જેનાથી કૂતરો ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા લોકોએ ડોક્ટરની કારને રોકી હતી અને કૂતરાને બચાવ્યો હતો. આના પર ડોક્ટરે વિરોધ શરૂ કર્યો અને પોલીસને બોલાવી હતી. રાજસ્થાનનાં સરકારી ડોક્ટરનો શેરીના શ્વાનપર અમાનવીય અત્યાચારનો વિડીયો વાયરલ થયો છે.

  આ પછી મેનકા ગાંધીએ પોલીસને બોલાવી, જ્યારે કૂતરાને પશુઓની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને ડૉક્ટર વિરુદ્ધ પશુ ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે.

  ડો. રજનીશ ગાલવા શહેરની સૌથી પોશ કોલોની શાસ્ત્રીનગરમાં રહે છે. અહેવાલો મુજબ કહેવામાં આવી રહ્યું છે કે ડોકટર ગાલવાના ઘરમાં વારંવાર કૂતરો ઘૂસતો હતો. રવિવારે બપોરે પણ આવું જ બન્યું હતું. શેરીનો કૂતરો તેમના ઘરમાં ઘૂસી ગયો. આનાથી ડોક્ટર ગાલવા એટલા તપી ગયા કે તેણે દોરડું લઈને કૂતરાના ગળામાં બાંધી દીધું. તેને ખેંચીને બહાર લઈ આવ્યા.

  - Advertisement -

  આ પછી તેણે પોતાની કાર સાથે દોરડું બાંધ્યું અને કારને તેજ ગતિએ ચલાવવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન બિચારો કૂતરો કારની પાછળ દોડતો રહ્યો. કારની સ્પીડ વધુ હોવાને કારણે તે વચ્ચે વચ્ચે રોડ પર પણ ઢસડાઈ રહ્યો હતો. તેના આખા શરીર પર ઊંડા ઘા થઇ ગયા હતા.

  રસ્તા પર કૂતરાને કારની પાછળ દોડાવતા જોઈને લોકોએ કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે ડૉ.રજનીશ ગાલવા નિર્દયતાથી કાર ચલાવતા રહ્યા. રાહદારીઓએ કારની પાછળ બાઇક ચલાવી આગળથી કારને ઘેરી લીધી અને કાર આગળ બાઇક પાર્ક કર્યું ત્યાર પછી કાર ઉભી રહી. ડૉ. ગાલવાએ તેનો વિરોધ કર્યો હતો. તેને રોકનારા લોકો સાથે તેની બોલાચાલી પણ થઈ હતી. આ અંગે એક રાહદારીએ ડોગ હોમ ફાઉન્ડેશનના કાર્યકરોને જાણ કરી હતી. જ્યારે ફાઉન્ડેશનના સભ્યો આવ્યા ત્યારે ડોક્ટર તેમની સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી.

  દિલ્હીથી મેનકા ગાંધીએ ફોન કરવો પડ્યો

  અહેવાલો અનુસાર ફાઉન્ડેશનના લોકોએ ઘાયલ કૂતરા માટે તેમની એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે ડૉક્ટરે હોબાળો મચાવ્યો હતો. તેણે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનને ફોન કર્યો અને પોલીસ પણ આવી ગઈ. ફાઉન્ડેશનના સભ્ય કુલદીપે જણાવ્યું કે પોલીસે એમ્બ્યુલન્સને પણ રોકી રાખી હતી. આ પછી મેનકા ગાંધીએ દિલ્હીથી SHO જોગેન્દ્ર સિંહને ફોન કર્યો, ત્યારે છેક રાજસ્થાનની પોલીસે એમ્બ્યુલન્સને છોડી હતી.

  રૂપિયા આપીને કેસ બંધ કરવાની કોશિશ

  અહેવાલોમાં જણાવ્યાં અનુસાર ડોગ હોમ ફાઉન્ડેશનના કુલદીપ ખત્રીએ જણાવ્યું હતું કે, ડોક્ટરની ઉંચી પહોંચને કારણે જોધપુર પોલીસે એમ્બ્યુલન્સને પણ રોકી હતી. જ્યારે કેસ નોંધવામાં આવ્યો ત્યારે ડોક્ટરની પત્ની પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે કેટલાક પૈસા આપીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં ડોગ હોમ ફાઉન્ડેશનમાં કૂતરાની સારવાર ચાલી રહી છે. શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જોગેન્દ્ર સિંહે જણાવ્યું કે આરોપી ડોક્ટર વિરુદ્ધ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ 11 અને આઈપીસીની કલમ 428 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં