Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટજેલમાં જઈને મફતનું ભોજન મેળવવા એક બેરોજગાર વ્યક્તિએ બોમ્બની અફવા ફેલાવતા ધમકીભર્યા...

  જેલમાં જઈને મફતનું ભોજન મેળવવા એક બેરોજગાર વ્યક્તિએ બોમ્બની અફવા ફેલાવતા ધમકીભર્યા કોલ કર્યા: તમિલનાડુના ઇરોડની ઘટના, થઇ ધરપકડ

  'બેરોજગાર' આરોપીની ધરપકડ થવાની આશા હતી જેથી તે દિવસમાં ત્રણ વખત ભોજન કરી શકે.

  - Advertisement -

  ગત શનિવારે (11 માર્ચ 2023) પોલીસે તમિલનાડુના ઈરોડ શહેરમાં રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર બોમ્બ હોવા વિશે ખોટા ફોન કરવા બદલ સંતોષ કુમાર નામના 34 વર્ષીય બેરોજગાર વ્યક્તિની ધરપકડ કરી હતી.

  અહેવાલો મુજબ, આરોપીઓએ ચેન્નાઈમાં પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને ઈરોડ જંક્શન અને બસ સ્ટેન્ડ પર બોમ્બ વિસ્ફોટની ધમકી આપી. જિલ્લા પોલીસ એક્શનમાં આવી અને 11 માર્ચે સવારે 5 કલાકથી વધુ સમય સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું.

  સ્નિફર ડોગ્સ, બોમ્બ ડિડક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા શોધની સુવિધા આપવામાં આવી હતી. આ બાબત વિશે વાત કરતી વખતે, ઇરોડ ટાઉન ઇન્સ્પેક્ટર આર દેવરાણીએ જણાવ્યું હતું કે, “અમે પાંચ કલાકથી વધુ સમય સુધી તે બે સ્થળોની શોધ કરી અને આવી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.”

  - Advertisement -

  અહેવાલ મુજબ, પોલીસે પછી તે ફોન નંબર ટ્રેસ કર્યો જેણે હોક્સ બોમ્બ કોલ કર્યો હતો, જે તેમને આરોપી સંતોષ કુમાર તરફ દોરી ગયો હતો. પોલીસે એક વિશેષ ટીમ બનાવી અને તેને તિરુપુર જિલ્લામાંથી પકડી પાડ્યો.

  તે પ્રકાશમાં આવ્યું છે કે તેણે 2019 અને 2021માં આવા જ હોક્સ કૉલ્સ કર્યા હતા. અહેવાલો અનુસાર, કુમાર છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતા અને જીવન નિર્વાહ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આરોપીની ધરપકડ થવાની આશા હતી જેથી તે નિયમિત ભોજન કરી શકે.

  તમિલનાડુના ઈરોડ શહેરમાં ઈરોડ પોલીસે કુમાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 506 (ગુનાહિત ધમકી માટે સજા) અને 507 (અનામી સંદેશાવ્યવહાર દ્વારા ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો. બાદમાં તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેણે તેને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

  નાગપુર પોલીસને પણ મળ્યા હતા ધમકીભર્યા કોલ

  ગત મહિને નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને એક અનામી કોલરનો ફોન આવ્યો, જેણે દાવો કર્યો હતો કે તેણે બિઝનેસ ટાયકૂન મુકેશ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા, બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના નિવાસસ્થાન નજીક બોમ્બ પ્લાન્ટ કર્યા છે, મિડ-ડેના અહેવાલમાં જણાવાયું હતું.

  અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે 25 લોકો ભારતની વ્યાપારી રાજધાનીમાં આતંકવાદી હુમલા કરવા માટે હથિયારોથી સજ્જ મુંબઈના દાદર પહોંચ્યા હતા.

  કોલ મળતાની સાથે જ નાગપુર પોલીસે આ માહિતી મુંબઈ પોલીસને આપી, જેના પગલે બાદમાં તરત જ બોમ્બ સ્કવોડની ટીમોને તમામ સ્થળોએ તપાસ કરવા માટે રવાના કરાઈ હતી. હમણાં સુધીની તપાસમાં કોઈ ચિંતાજનક સામગ્રી મળી નહોતી, અને તપાસમાં કોઈ આવી શંકાસ્પદ વ્યક્તિ પણ મળી નહોતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં