Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસના કાર્યક્રમમાં તીસ્તા સેતલવાડનાં વખાણ: જીગ્નેશ મેવાણીએ કહ્યું- ‘હું એ મહિલાને સલામ...

    કોંગ્રેસના કાર્યક્રમમાં તીસ્તા સેતલવાડનાં વખાણ: જીગ્નેશ મેવાણીએ કહ્યું- ‘હું એ મહિલાને સલામ કરું છું’

    ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ આ વાત કોંગ્રેસના એક કાર્યક્રમમાં કરી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર તેમજ અર્જુન મોઢવાડિયા સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. 

    - Advertisement -

    ગોધરા હિંદુ હત્યાકાંડ બાદ ફાટી નીકળેલાં રમખાણો બાદ ગુજરાત સરકારને ભંગ કરવાના અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નિર્દોષોને ફસાવવા બદઈરાદાપૂર્વક કાવતરું ઘડવાના આરોપોનો સામનો કરતાં તીસ્તા સેતલવાડનાં (Teesta Setalvad) ફરી કોંગ્રેસે વખાણ કર્યાં છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં આયોજિત સદભાવના સભામાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને વિવાદિત નેતા જીગ્નેશ મેવાણીએ તીસ્તા સેતલવાડની પ્રશંસા કરી હતી. 

    જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) તીસ્તા સેતલવાડનાં વખાણ કરતાં કહ્યું કે, “હું ખુલીને કહેવા માંગુ છું. હું ડૉ. મુકુલ સિન્હાની સાથે તીસ્તા સેતલવાડને પણ યાદ કરવા માંગુ છું. એ મહિલાએ ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા માટે જે સંઘર્ષ કર્યો, એ સંઘર્ષને હું જાહેર મંચ પરથી સલામ કરું છું.” 

    ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ આ વાત કોંગ્રેસના એક કાર્યક્રમમાં કરી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર તેમજ અર્જુન મોઢવાડિયા સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. 

    - Advertisement -

    આ જ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ડંકાની ચોટ પર આ દેશના વડાપ્રધાન (મનમોહન સિંહ) કહેતા હતા કે હિંદુસ્તાનની તિજોરી ઉપર પહેલો અધિકાર લઘુમતીઓનો છે. આ દેશનો કોંગ્રેસનો વડાપ્રધાન ડંકાની ચોટ ઉપર બોલતો હતો. એ બોલવાથી કેટલું નુકસાન થયું એ પણ કોંગ્રેસ જાણે છે.”

    જે તીસ્તા સેતલવાડનાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણીએ વખાણ કર્યાં તેમના વિશે વધુ એક ખુલાસો થયો છે. ગુજરાત સરકારે તીસ્તા અને આરબી શ્રીકુમારની જામીન અરજીનો વિરોધ કરતાં કોર્ટને કહ્યું હતું કે, આરોપીઓએ નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટે પૂર્વ કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીનો ઉપયોગ કર્યો હતો. સરકારે કોર્ટને જણાવ્યું કે, સેતલવાડ, સંજીવ ભટ્ટ અને શ્રીકુમારે ઝાકિયા જાફરીની ફરિયાદનો ઉપયોગ પોતાના પોલિટિકલ એજન્ડા માટે કર્યો હતો અને જેમાં કોંગ્રેસ નેતાઓની પણ મદદ મળી હતી. 

    ઉલ્લેખનીય છે કે તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારે કોર્ટમાં કરેલ જામીન અરજીના વિરોધમાં સેશન્સ કોર્ટમાં કેસની તપાસ કરતી એસઆઈટીએ સોગંદનામું દાખલ કર્યું હતું અને અનેક મોટા ખુલાસા કર્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તીસ્તા અને ગેંગને પૂર્વ કોંગ્રેસ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર રહેલા અહમદ પટેલ તરફથી રૂ. ત્રીસ લાખ મળ્યા હતા. 

    સોગંદનામામાં સાક્ષીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, તોફાનો બાદ તીસ્તા અને સંજીવ ભટ્ટ પૂર્વ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ગુપ્ત રીતે મળ્યાં હતાં. રમખાણમાં અસરગ્રસ્ત થયેલા લોકો માટે ફંડ એકઠું કરવાના બહાને તેમની મુલાકાત થતી હતી. પરંતુ પ્રથમ વખત તીસ્તા અને અહેમદ પટેલની મુલાકાત વખતે પાંચ લાખ રૂપિયા મળ્યા હતા. તીસ્તાને આ રકમ અહેમદ પટેલની સૂચનાથી એક સાક્ષીના માધ્યમથી પહોંચાડવામાં આવી હતી. જેના બે દિવસ બાદ તેઓ શાહીબાગ ખાતેના સર્કિટ હાઉસ ખાતે મળ્યા હતા, જ્યાં અહેમદ પટેલ તરફથી તીસ્તાને વધુ 25 લાખ મળ્યા હતા

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં