Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજામનગરની સજુબા હાઈસ્કુલના પટાંગણમાં આવેલી ગેરકાયદેસર દરગાહનું મોડી રાત્રે ડિમોલિશન: ચુસ્ત પોલીસ...

    જામનગરની સજુબા હાઈસ્કુલના પટાંગણમાં આવેલી ગેરકાયદેસર દરગાહનું મોડી રાત્રે ડિમોલિશન: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

    ણા સમયથી થતી રજૂઆતોની વચ્ચે શુક્રવારે (2 જૂન, 2023) રાત્રે જામનગરના સ્થાનિક તંત્રે આ બાંધકામ દૂર કરવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.

    - Advertisement -

    જામનગર ખાતે એક હાઈસ્કુલના પટાંગણમાં ગેરકાયદેસર બાંધવામાં આવેલી એક દરગાહનું સ્થાનિક તંત્રે મોડી રાત્રે ડિમોલિશન કરી દીધું હતું. રાત્રે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં જિલ્લા પોલીસ વડા, એસડીએમ, નાયબ મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવાદિત દરગાહ હટાવી દેવામાં આવી હતી. 

    જામનગર સ્થિત સજુબા ગર્લ્સ હાઇસ્કુલના પટાંગણમાં એક દરગાહ બનાવવામાં આવી હતી. જ્યાં રોજ અગરબત્તી અને લોબાન જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોઈ તેના કારણે શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને ખલેલ પડતી હોવાની રજૂઆતો અવારનવાર કરવામાં આવતી રહી હતી. આ અંગે શાળાના આચાર્ય દ્વારા જામનગરના વહીવટી તંત્ર અને રાજ્ય કક્ષાએ પણ રજૂઆત કરી હતી તો હિંદુ સંગઠન ‘હિંદુ સેના’એ પણ આ મઝહબી સ્થળ દૂર કરવા માટેની માંગ ઉઠાવી હતી. 

    ઘણા સમયથી થતી રજૂઆતોની વચ્ચે શુક્રવારે (2 જૂન, 2023) રાત્રે જામનગરના સ્થાનિક તંત્રે આ બાંધકામ દૂર કરવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ 2-3 વાગ્યાની આસપાસ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એસડીએમ, નાયબ મામલતદાર વગેરે અધિકારીઓ પહોંચ્યા હતા અને બીજી તરફ, જામનગર એલસીબી, SOG શાખા, સીટી એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફને બોલાવી લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    પોલીસનો કાફલો ખડકી દેવાયા બાદ સજુબા હાઇસ્કુલ તરફ જતા રસ્તાને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યાં પણ પોલીસની ટીમ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે બુલડોઝર મારફતે આ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું અને સવાર સુધીમાં શાળાનું પટાંગણ ખાલી કરી દેવાયું હતું. કાર્યવાહી સમયે પોલીસે કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપ્યો ન હતો તેમજ દિવસે પણ શાળા પરિસરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને અંદર કોઈને પણ પ્રવેશ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. પોલીસ હાલ પણ સ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને શહેરમાં શાંતિનો માહોલ છે. 

    દરગાહનું દબાણ દૂર કરવા માટે રજૂઆતો કરનાર હિંદુ સેનાએ નિવેદનમાં જામનગર તંત્રની આ કામગીરીને વખાણી હતી અને કહ્યું હતું કે, શિક્ષણમાં બાધારૂપ જગ્યાનું ડિમોલિશન કરીને સરકારી તંત્રે ફરી એક વખત ધન્યવાદને પાત્ર કામગીરી કરી છે. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જૂનાગઢમાં પણ મોટાપાયે દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઉપરકોટ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં