Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા‘21 દિવસ માટે યુદ્ધવિરામ કરો’: હિઝબુલ્લાહનો સફાયો કરવા લાગેલા ઈઝરાયેલને અમેરિકા-ફ્રાંસ સહિતના...

    ‘21 દિવસ માટે યુદ્ધવિરામ કરો’: હિઝબુલ્લાહનો સફાયો કરવા લાગેલા ઈઝરાયેલને અમેરિકા-ફ્રાંસ સહિતના દેશોની સલાહ, નેતન્યાહુના કાર્યાલયે ઘસીને ના પાડી દીધી

    અમેરિકા અને ફ્રાંસ સહિત કેટલાક દેશોએ ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે 21 દિવસ યુદ્ધ વિરામની અપીલ કરી. જોકે ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે યુદ્ધ વિરામના અહેવાલોને નકારી દીધા છે.

    - Advertisement -

    એક તરફ ઇઝરાયેલની સેના ઉત્તર સરહદે આવેલા લેબનાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને (Hezbollah) નેસ્તાનાબૂદ કરવાની તૈયારીમાં છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ પણ જાહેર નિવેદન આપીને ચેતવણી આપી છે કે તેઓ પૂરી તાકાત લગાવીને યુદ્ધ ચાલુ રાખશે. આ બધા વચ્ચે અમેરિકા અને ફ્રાંસ સહિત કેટલાક દેશોએ ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે 21 દિવસ યુદ્ધ વિરામની (Israel Lebanon ceasefire) અપીલ કરી. જોકે ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે યુદ્ધ વિરામની શક્યતાઓને નકારી દીધી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સહિત કેટલાક દેશના નેતાઓએ કહ્યું છે કે યુદ્ધ ઇઝરાયેલ કે લેબનાન બેમાંથી એક પણ દેશના હિતમાં નથી. તેમણે હિઝબુલ્લાહ અને ઇઝરાયેલને 21 દિવસ સુધી યુદ્ધ વિરામની અપીલ પણ કરી. આ દરમિયાન એમ પણ કહેવામાં આવ્યું કે આ યુદ્ધવિરામ દરમિયાન સમાધાન થાય તે માટે સમય પણ મળી જશે.

    નોંધનીય છે કે 21 દિવસના યુદ્ધવિરામ અપીલ કરવામાં અમેરિકા અને ફ્રાંસ સહિત સંયુક્ત રાષ્ટ્રના જાપાન, કતાર, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતનો સમાવેશ થાય છે. બીજી તરફ આ યુદ્ધ વિરામની અપીલથી ઇઝરાયેલના પેટનું પાણી પણ નથી હલ્યું. ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે તે તમામ રિપોર્ટને નકારી દીધા છે કે જેમાં યુદ્ધ વિરામની અપીલ કરવામાં આવી છે. IDF સતત હિઝબુલ્લાહને હંફાવી રહ્યું છે.

    - Advertisement -

    વડાપ્રધાન કાર્યાલયે યુદ્ધવિરામ નકાર્યો

    નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રોએ કરેલા યુદ્ધવિરામના આહ્વાનને ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે નકારી દીધું છે. પીએમ બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કેટલાક અહેવાલોમાં એમ કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને ફ્રાંસ દ્વારા રાતોરાત જાહેર કરી દેવાયેલા આવેલા યુદ્ધવિરામનો અમે સ્વીકાર કર્યો છે, જે સદંતર ખોટા છે. મહત્વનું છે કે આ નિવેદન તેવા સમયે સામે આવ્યું જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરવા ન્યૂ યોર્ક પહોંચ્યા છે.

    ઇઝરાયેલ PMOનું કહેવું છે કે, “આ અમેરિકા અને ફ્રાંસનો માત્ર પ્રસ્તાવ છે. તેના પર હજુ સુધી વડાપ્રધાન દ્વારા કોઈ જ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. ઉત્તરમાં યુદ્ધની તીવ્રતા ઘટાડવાના અહેવાલ વાસ્તવિકતાથી વિપરીત છે. ઉલટાનું વડાપ્રધાને IDFને પોતાની પૂરી તાકાત લગાવીને યુદ્ધ યથાવત રાખવાના નિર્દેશ આપ્યા છે. અમારા ઉદ્દેશ્યો પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી ગાઝામાં યુદ્ધ ચાલુ રહેશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં