Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભારત તરફ આવતા જહાજ પર થયેલા ડ્રોન હુમલા પાછળ ઇરાનનો હાથ': અમેરિકાના...

    ‘ભારત તરફ આવતા જહાજ પર થયેલા ડ્રોન હુમલા પાછળ ઇરાનનો હાથ’: અમેરિકાના સંરક્ષણ વિભાગનો દાવો; અરબ સાગરમાં બની હતી ઘટના

    પેન્ટાગોનના એક પ્રવક્તાએ કહ્યું છે કે, ઈરાને એકતરફી હુમલો ડ્રોન દ્વારા કર્યો હતો. જહાજ MV Chem Pluto, એક લાઇબેરિયન ધ્વજવાળું, જાપાની માલિકીનું અને નેધરલેન્ડ સંચાલિત કેમિકલ જહાજ છે. તેના પર અરબ મહાસાગરમાં ભારતના તટથી 200 નોટિકલ માઈલ દૂર હુમલો થયો હતો.

    - Advertisement -

    શનિવારે (23 ડિસેમ્બર) અરબ સાગરમાં ભારત તરફ આવતા એક કોમર્શિયલ જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ ભારતીય નેવી તેની મદદે પહોંચી હતી. આ ઘટનાને લઈને હવે એક નવો ઘટસ્ફોટ થયો છે. અમેરિકન એજન્સી પેન્ટાગોને આ મામલે મોટો દાવો કર્યો છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, ડ્રોન ઈરાનથી લૉન્ચ કરવામાં આવ્યા હતા. ઈરાને ડ્રોન હુમલામાં ભારત નજીક એક ઇઝરાયેલી કેમિકલ જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું.

    અહેવાલો અનુસાર, પેન્ટાગોનના એક પ્રવક્તાએ કહ્યું છે કે, ઈરાને એકતરફી હુમલો ડ્રોન દ્વારા કર્યો હતો. જહાજ MV Chem Pluto, એક લાઇબેરિયન ધ્વજવાળું, જાપાની માલિકીનું અને નેધરલેન્ડ સંચાલિત કેમિકલ જહાજ છે. તેના પર અરબ મહાસાગરમાં ભારતના તટથી 200 નોટિકલ માઈલ દૂર હુમલો થયો હતો. સ્થાનિક સમય મુજબ 10 વાગ્યે (6 AM GMT) ઈરાનના એકપક્ષીય હુમલાને પગલે તે જહાજ હિંદ મહાસાગરમાં ધસી આવ્યું હતું. પેન્ટાગોન તરફથી એમ પણ કહેવાયું છે કે, “2021 પછી કોમર્શિયલ જહાજ પર આ સાતમો ઈરાની હુમલો છે.”

    ભારતના સમુદ્રી તટ નજીક થયો હતો ડ્રોન હુમલો

    આ ઘટના તેવા સમયે બનવા પામી છે, જ્યારે ઈરાન સમર્થિત હૂતી આતંકીઓએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે લાલ સમુદ્રમાં હુમલાઓ તેજ કર્યા હતા. રોયટર્સે જણાવ્યું હતું કે, હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ અને જહાજમાં લાગેલી આગને પણ ઓલવી દેવામાં આવી હતી. આ ઘટના ભારતના સમુદ્રી તટથી માત્ર 200 નોટિકલ માઈલ દૂર બની હતી.

    - Advertisement -

    નોંધનીય છે કે, યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ (UKMTO) તરફથી ઘટનાની સૂચના મળ્યા બાદ ભારતીય નેવીના CGS પેટ્રોલને જહાજ અને તેના ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યું હતું. નેવીએ જહાજ MV Chem Pluto અને તેના ક્રૂ મેમ્બરોની સુરક્ષિત હોવાની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ભારતીય નેવીએ કોમર્શિયમ જહાજની મદદ માટે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ મોકલ્યું જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડે પણ કાર્યવાહી કરીને તેના માટે જહાજ ICGS વિક્રમને ઘટનાસ્થળ પર મોકલ્યું હતું. નોંધનીય છે કે તે જહાજ સાઉદી આરબના એક બંદરેથી ક્રૂડ ઓઈલ લઈને મેંગલોર પોર્ટ પર જઈ રહ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ યમનના હૂતી આતંકવાદીઓએ ભારત તરફ આવી રહેલા એક બ્રિટિશ જહાજને હાઇજેક કરી લીધું હતું. વાસ્તવમાં તેઓ તેને ઇઝરાયેલી જહાજ સમજી ગયા હતા. પછીથી ઇઝરાયેલ સામે લડતા ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે હૂતીઓનો આભાર પણ માન્યો હતો. નોંધવું જોઈએ કે ઇઝરાયેલ-હમાસના યુદ્ધમાં હૂતીઓ હમાસ તરફે છે અને વારતહેવારે ઇઝરાયેલ સામે માથું ઊંચકતા રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં