Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્દોરમાં વિશ્વ હિંદુ પરિષદના નેતાને 'સર તન સે જુદા'ની ધમકી, લીલા પરબીડીયામાં...

    ઇન્દોરમાં વિશ્વ હિંદુ પરિષદના નેતાને ‘સર તન સે જુદા’ની ધમકી, લીલા પરબીડીયામાં મળ્યો પત્ર

    સંતોષ શર્માએ લેટર ખોલ્યો તો તેમાં તેમને ઇસ્લામી ચરમપંથ વિરુદ્ધ થઈ રહેલા કામો બંધ કરવાની ધમકી મળી હતી. લેટરમાં લખ્યું હતું કે, તું કાફીર છો. જો વાત ન માની તો માથું ધડથી અલગ કરી નાખવામાં આવશે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ઇન્દોરમાં વિશ્વ હિંદુ પરિષદના (વિહિપ) એક નેતાને ‘સર તન સે જુદા’ની ધમકી મળી છે. તેમને લીલા રંગના પરબીડીયામાં એક પત્ર મળ્યો હતો, જેમાં આ ધમકી આપવામાં આવી હતી. શનિવાર રાત્રે ઇન્દોરના તિલક નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    ઘટના શુક્રવાર સાંજે મૂસાખેડી વિસ્તારમાં બની હતી અને વિહિપ નેતા સંતોષ શર્માએ શુક્રવારે જ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યાના એક દિવસ બાદ તિલક નગર પોલીસે વિહિપ નેતાને મળેલ ધમકી મામલે કેસ નોંધ્યો છે. સંતોષ શર્માને ધમકી એક પત્રમાં મોકલવામાં હતી જે તેમની કારના વાઈપર પર લીલા રંગના પરબીડિયામાં રાખેલો હતો.

    ગોકુલ રેસિડેન્સીમાં રહેતા સંતોષ શર્માએ જણાવ્યું કે, તેઓ ઘટનાના દિવસે પોતાની ઇનોવા કાર લઈને સાથી શરદ અને ડ્રાઈવર યોગેશ સાથે બજારમાં ગયા હતા. એક રેસ્ટોરન્ટ પર તેમણે ગાડી ઊભી રાખી અને અંદર જતા રહ્યા. તેઓ પાછા આવ્યા ત્યારે તેમની ગાડી પર લીલા રંગનું પરબીડિયું મળ્યું હતું.

    - Advertisement -

    સંતોષ શર્માએ લેટર ખોલ્યો તો તેમાં તેમને ઇસ્લામી ચરમપંથ વિરુદ્ધ થઈ રહેલા કામો બંધ કરવાની ધમકી મળી હતી. લેટરમાં લખ્યું હતું કે, તું કાફીર છો. જો વાત ન માની તો માથું ધડથી અલગ કરી નાખવામાં આવશે. સંતોષ શર્માનું કહેવું છે કે તેઓ ઇન્દોરમાં સતત બની રહેલી ધર્માંતરણ, લવ જેહાદની ઘટનાઓ વિરુદ્ધ પોતાના સાથીઓ કામ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આવી હરકત તેમને ડરાવવા માટે કરવામાં આવી છે.

    હિંદુ સંગઠનના ઘણા નેતાઓને મળી ચૂકી છે ધમકી

    આ પહેલાં હિંદુવાદી નેતા તન્નુ શર્માને માથું ધડથી અલગ કરવાની ધમકી મળી ચૂકી છે. થોડા સમય પહેલાં પઠાણ મૂવીના વિરોધમાં શહેરમાં પ્રદર્શન થયા હતા. આ દરમિયાન ધાર્મિક નારાબાજીના વિડીયો વાયરલ થયા બાદ તન્નુ શર્માને ધમકી મળી હતી. ત્યારબાદ પોલીસે તમામ પર કાર્યવાહી કરીને તેમને જેલભેગા કર્યા હતા.

    આ વકીલોને પણ મળી ચૂકી છે ધમકી

    ‘સર તન સે જુદા’ની ધમકી મળવાના કેસમાં PFIની જાસૂસ સોનૂ મન્સૂરીનો કેસ જોઈ રહેલા વકીલ અનિલ નાયડૂ અને સદર બજારના વકીલ મનીષ ગડકરને પણ આ પ્રકારની ધમકી આપવામાં આવી હતી. બંને મામલામાં આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

    ક્લાયન્ટ બનીને આવ્યા હતા આરોપી

    વકીલ મનીષ ગડકર પરના હુમલા સંબંધિત આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી જુનૈદ હુમલા કરનારા પોતાના બે સાથીઓના નામ પોલીસને નથી જણાવી રહ્યો. બીજી તરફ ઘાયલ એડવોકેટ ગડકરને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. નોંધનીય છે કે, ગડકર પર ક્લાયન્ટ બનીને આવેલા ત્રણ યુવકોએ મળીને હુમલો કર્યો હતો. ગડકરનું નામ પીએફઆઈ માટે જાસૂસીના આરોપોનો સામનો કરી રહેલી લૉ સ્ટુડન્ટ પકડાયા બાદ સામે આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં