Saturday, October 12, 2024
More
    હોમપેજદુનિયાકેનેડાના નાગરિકો માટે હવે ભારતમાં નો-એન્ટ્રી: ભારતે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત...

    કેનેડાના નાગરિકો માટે હવે ભારતમાં નો-એન્ટ્રી: ભારતે કેનેડિયનો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી, BLS ઇન્ટરનેશનલે આપી જાણકરી

    કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઇન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઇટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો હતો. "ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: ઓપરેશનલ કારણોસર, 21 સપ્ટેમ્બર 2023 [ગુરુવાર] થી, ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે."

    - Advertisement -

    ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવમાં હવે મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. કેનેડાના નાગરિકો માટે ભારતે વિઝા સંબંધિત સેવાઓ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી છે. આ બાબતે હજુ સુધી કોઈ આધિકારિક નિવેદન સામે નથી આવ્યું, પરંતુ કેનેડામાં વિઝા કેન્દ્રોનું સંચાલન કરનાર BLS ઇન્ટરનેશનલે પોતાની વેબસાઈટ પર આ વિષયમાં જાણકારી આપી છે.

    અહેવાલોનું માનીએ તો બુધવારે મોડી રાતે આ જાણકારી સામે આવી હતી. કોરોના મહામારી બાદ આ પહેલો મોકો છે જ્યારે ભારતે કોઇ પણ દેશના નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કરી હોય.

    હાલમાં વિઝા સેવાઓ સ્થગિત કરવાની કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઇન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઇટ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો હતો. “ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: ઓપરેશનલ કારણોસર, 21 સપ્ટેમ્બર 2023 [ગુરુવાર] થી, ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.”

    - Advertisement -

    એક ભારતીય અધિકારીએ સસ્પેન્શનની પુષ્ટિ કરી હતી પરંતુ વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. “ભાષા સ્પષ્ટ છે અને તે કહે છે કે તે શું કહેવા માંગે છે.”

    ભારતીય હાઇ કમિશને જારી કરી હતી એડવાઇઝરી

    આ પહેલા એક એડવાઈઝરી કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ પર પણ જારી કરવામાં આવી છે. ભારતે એમ પણ કહ્યું કે કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે અને ત્યાં જતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.

    ભારતની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘કેનેડામાં અપરાધ, ભારત વિરોધી ગતિવિધિઓ અને નફરતના ગુનાઓમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને કેનેડાના એવા વિસ્તારોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય.’ એટલું જ નહીં, ભારત સરકારે કહ્યું છે કે અમારા અધિકારીઓ કેનેડામાં રહેલા લોકોના સંપર્કમાં રહેશે. કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક સંપર્ક કરી શકાય છે અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

    નોંધનીય છે કે શરૂઆતમાં ભારત સામે કડક શબ્દોમાં બળાપો કાઢી રહેલા કેનેડીયન PM ટ્રુડો ત્યારે નરમ પડ્યા હતા જ્યારે ભારતે તેમના આરોપોના વિરોધમાં કડક પગલા લઈને કેનેડાના રાજદ્વારીને 5 દિવસમાં ભારત છોડવા આદેશ આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં