Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણમોદી સરકાર દ્વારા કડક કાર્યવાહી થતાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પડ્યા નરમ:...

    મોદી સરકાર દ્વારા કડક કાર્યવાહી થતાં કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પડ્યા નરમ: કહ્યું- ‘ભારતને ઉશ્કેરવા નથી માંગતા, પરંતુ…’

    ભારતની ઝડપી અને કડક કાર્યવાહી બાદ કેનેડાનું વલણ હવે નરમ પડ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડા શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે તેમનો એજન્ટ સંકળાયેલો હોવાનું સૂચવીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યું

    - Advertisement -

    ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા પર જસ્ટિન ટ્રુડોના આરોપોને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. ભારતે કેનેડાના વડા પ્રધાન ટ્રુડોના આરોપોને ‘વાહિયાત’ અને ‘નિહિત સ્વાર્થથી પ્રેરિત’ ગણાવીને ફગાવી દીધા હતા. ઉપરાંત, કેનેડા દ્વારા આ બાબતે એક ભારતીય અધિકારીની હકાલપટ્ટીના જવાબમાં મોદી સરકારે એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જે બાદ હવે ટ્રુડો નરમ પડી રહેલા જણાય છે.

    ભારતની ઝડપી અને કડક કાર્યવાહી બાદ કેનેડાનું વલણ હવે નરમ પડ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડા શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે તેમનો એજન્ટ સંકળાયેલો હોવાનું સૂચવીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ નથી કરી રહ્યું. જો કે, તેઓ ઇચ્છે છે કે ભારત આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલે. પત્રકારો સાથે વાત કરતા ટ્રુડોએ કહ્યું કે, “ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે આ કરી રહ્યા છીએ, અમે તેને ઉશ્કેરવા કે આગળ લઈ જવાનો વિચાર નથી કરી રહ્યા.”

    ભારતે કેનેડિયન ડિપ્લોમેટને 5 દિવસમાં ભારત છોડવા કહ્યું

    કેનેડા તરફથી ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યા બાદ મંગળવારે (19 સપ્ટેમ્બર, 2023) સવારે વિદેશ મંત્રાલયે કેનેડાના હાઇકમિશનરને તેડું મોકલ્યું હતું.

    - Advertisement -

    ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સવારે 10:26 વાગ્યે ભારતમાં કેનેડાના હાઇકમિશનર કેમરોન મેકે નવી દિલ્હીના સાઉથ બ્લોક સ્થિત વિદેશ મંત્રાલયના મુખ્યમથકે પહોંચ્યા હતા. અહીં તેમને સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું કે, તેમના વરિષ્ઠ ડિપ્લોમેટે પાંચ દિવસની અંદર દેશ છોડી દેવાનો રહેશે. 

    આતંકી હરદીપ નિજ્જરની હત્યા માટે ભારત પર લગાવ્યો આરોપ

    આ આખા વિષયની શરૂઆત કેનેડા તરફથી થઈ હતી. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા મામલે ભારત પર આરોપ લગાવ્યા હતા. તેમનું કહેવું એવું હતું કે હરદીપસિંઘ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકાર જવાબદાર હોય શકે છે. તેમણે કહ્યું, કેનેડાની સુરક્ષા એજન્સીઓ પાસે એ પર્યાપ્ત કારણો છે કે હરદીપ નિજજરની હત્યામાં ભારતના એજન્ટો સામેલ હતા.

    આટલું જ નહીં પણ કેનેડાની સરકારે કેનેડામાં સ્થિત ભારતના મુખ્ય રાજદ્વારીને પણ દેશમાંથી નિષ્કાસિત કરી દીધા હતા. જે બાદ ભારતે પણ કેનેડાને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં