Monday, September 9, 2024
More
    હોમપેજદેશકતારમાં 8 પૂર્વ નૌસેનિકોને અપાયેલી ફાંસીની સજા વિરુદ્ધ ભારત સરકારે દાખલ કરી...

    કતારમાં 8 પૂર્વ નૌસેનિકોને અપાયેલી ફાંસીની સજા વિરુદ્ધ ભારત સરકારે દાખલ કરી અપીલ: વિદેશ મંત્રાલયે આપી જાણકારી

    પત્રકારોને સંબોધિત કરતા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, "કતારની નીચલી અદાલતે ગત 26 ઓકટોબરના રોજ 8 ભારતીય કર્મચારીઓને મૃત્યુદંડ ફટકાર્યો હતો. આ નિર્ણય ગોપનીય છે અને તેને માત્ર કાયદાકીય બાબત જોતી ટીમ સાથે જ ડિસ્કસ કરવામાં આવ્યો છે."

    - Advertisement -

    કતારમાં મૃત્યુદંડ પામેલા 8 પૂર્વ નૌસૈનિકો બચાવ માટે ભારત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તમામ નૌસૈનિકોને આપવામાં આવેલી સજા વિરુદ્ધ સરકારે કતારની ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે કતારમાં મૃત્યુદંડ પામેલા ભારતીયોના બચાવમાં અપીલ દાખલ કરવામાં આવી છે, સરકાર તમામ નૌસૈનિકોના પરિવારના સંપર્કમાં છે અને બનતી તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.

    ગુરુવારે (9 નવેમ્બર, 2023) પત્રકારોને સંબોધિત કરતાં અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “કતારની નીચલી અદાલતે ગત 26 ઓકટોબરના રોજ 8 ભારતીય કર્મચારીઓને મૃત્યુદંડ ફટકાર્યો હતો. આ નિર્ણય ગોપનીય છે અને તેને માત્ર કાયદાકીય બાબત જોતી ટીમ સાથે જ ડિસ્કસ કરવામાં આવ્યો છે. સરકાર હવે આગળના જરૂરી કાયદાકીય પગલાં ભરી રહી છે અને ભારત સરકારે કતારમાં મૃત્યુદંડ પામેલા નૌસૈનિકોના બચાવમાં અપીલ દાખલ કરી છે.” આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર સતત કતારના અધિકારીઓ સાથે સંપર્કમાં છે.

    બીજી વખત મળ્યું કોન્સ્યુલર એક્સેસ

    બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે, દોહામાં ભારતીય દૂતાવાસ સજા પામેલા નૌસૈનિકો મળવા માટે બીજી વખત કોન્સ્યુલર એક્સેસ મળ્યું છે. અમે તેમના (સજા મેળવનાર નૌસૈનિકો) પરિવારના સંપર્કમાં છીએ. અમે તેમને કાયદાકીય તેમજ તમામ પ્રકારની મદદ પૂરી પાડી રહ્યા છીએ.” ઉલ્લેખનીય છે કે સજા મેળવનાર તમામ પૂર્વ નૌસૈનિકો કતારની અલ-દાહરા કંપનીમાં કામ કરતા હતા અને ઓગસ્ટ 2022માં જાસૂસીના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારતીય વિદેશ મંત્રાલયે સજાને લઈને પ્રતિક્રિયા આપી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, “અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે કતારમાં આવેલી કોર્ટે આજે અલ-દાહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓને સાંકળતા એક કેસમાં ચુકાદો આપ્યો છે. મૃત્યુદંડની સજા આઘાતજનક છે અને અમે વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેમના પરિવાર અને લીગલ ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.” આગળ મંત્રાલયે લખ્યું કે, “આ કેસને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને અમે નજીકથી તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. અમે તમામ સલાહકારી અને કાયદાકીય મદદ આપવાનું ચાલુ રાખીશું તેમજ આ મુદ્દો કતારની સરકાર સામે પણ ઉઠાવવામાં આવશે.”

    જે અધિકારીઓને સજા સંભળાવવામાં આવી છે તેમાં કેપ્ટન નવતેજ સિંઘ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બીરેન્દ્ર વર્મા, કમાન્ડર સુગુણકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને સૈલર રાગેશનો સમાવેશ થાય છે. આ તમાં લોકો કતારની અલ દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ નામની એક ડિફેન્સ સર્વિસ પ્રોવાઇડર કંપનીમાં કામ કરતા હતા. કહેવાય છે કે આ પ્રાઇવેટ ફર્મ કતારની સેનાને લશ્કરી તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડતી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં