Tuesday, July 23, 2024
More
  હોમપેજરાજકારણ'મારા માટે 22 જાન્યુઆરી એટલે ‘હર ઘર અયોધ્યા, હર ઘર રામ’નો અવસર':...

  ‘મારા માટે 22 જાન્યુઆરી એટલે ‘હર ઘર અયોધ્યા, હર ઘર રામ’નો અવસર’: ઇન્ટરવ્યુમાં PM મોદી- 3 રાજ્યોની ચૂંટણી, સંસદ હુમલો અને આર્ટિકલ 370 વિશે પણ કરી વાત

  PM નરેન્દ્ર મોદીએ દૈનિક જાગરણને આપેલા ઇન્ટરવ્યૂમાં અનેક મહત્વના વિષયો પર વાતચીત કરી હતી. સંસદ ભવનનીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે PM મોદીએ કહ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુખદ અને ચિંતાજનક છે, પરંતુ તેને લઈને વાદવિવાદ અને પ્રતિરોધની જગ્યાએ તેમાં ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે.

  - Advertisement -

  બુધવારે (13 ડિસેમ્બર) સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઈ હોવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. દેશભરમાં તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. હવે વડાપ્રધાન મોદીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. PM મોદીએ સંસદ ભવનની સુરક્ષામાં થયેલી ચૂકને દુખદ અને ચિંતાનું કારણ ગણાવી છે. આ ઉપરાંત તેમણે તાજેતરની ચૂંટણીઓમાં ભાજપને મેળેલા ભવ્ય વિજય પર પણ વાત કરી હતી. આ સિવાય તેમણે ત્રણ રાજ્યોમાં નવા મુખ્યમંત્રી, રામ મંદિર, આર્ટીકલ 370 જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

  PM નરેન્દ્ર મોદીએ દૈનિક જાગરણને આપેલા ઇન્ટરવ્યૂમાં અનેક મહત્વના વિષયો પર વાતચીત કરી હતી. સંસદ ભવનનીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે PM મોદીએ કહ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુખદ અને ચિંતાજનક છે, પરંતુ તેને લઈને વાદવિવાદ અને પ્રતિરોધની જગ્યાએ તેમાં ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. જેનાથી તેના સમાધાનનો રસ્તો શોધી શકાય. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે, “સંસદમાં જે ઘટના ઘટી તેની ગંભીરતાને સહેજ પણ ઓછી આંકવી જોઈએ નહીં. તેથી સ્પીકર મહોદય પૂર્ણ ગંભીરતાથી આવશ્યક પગલાં લઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ પણ સખતીથી તાપસ કરી રહી છે.”

  તેમણે વધુમાં કહ્યું કે, “આ ઘટના પાછળ કયાં તત્વો છે? તેના મનસૂબા શું છે? તે વિશેની ઊંડાણપૂર્વકની તપાસ પણ એટલી જ જરૂરી છે. એક મનથી સમાધાનના રસ્તાઓ પણ શોધવા જોઈએ. આવા વિષય પર વાદવિવાદ અને પ્રતિરોધથી સૌએ બચવું જોઈએ.” આ ઉપરાંત PM મોદીએ અન્ય મહત્વના વિષયો પર તેમના વિચાર વ્યક્ત કર્યા હતા. સંસદ ભવનની સુરક્ષામાં ચૂક સિવાય PM મોદીએ રામ મંદિર અને આર્ટીકલ 370ને લઈને મહત્વની વાતો કહી હતી.

  - Advertisement -

  ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય

  દૈનિક જાગરણ સાથેના PM મોદીના ઇન્ટરવ્યૂમાં તેમણે ત્રણ રાજ્યોમાં ભાજપના જીત વિશેની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના માટે સીટોની ગણતરીથી વધુ જનતાના દીલને જીતવું પ્રાથમિકતા છે. તેમણે કહ્યું, “હું તેમના માટે મહેનત કરું છું અને જનતા ઝોળી ભરી દે છે.” આ ઉપરાંત તેમણે ‘મોદી ગેરન્ટી’ શબ્દ વિશે વાત કરતાં કહ્યું કે, ગેરન્ટીના ચાર માપદંડ છે- નીતિ, નિયત, નેતૃત્વ અને કામ. આ ચાર કસોટી છે, જેમાં જનતા આપણને પરખે છે. ચારમાંથી કોઈપણ માપદંડ ઓછો હશે તો તે ગેરન્ટી નહીં પણ માત્ર ખોખલી ઘોષણા બની જશે. તેમણે કહ્યું, “એટલા માટે હું જ્યારે મોદીની ગેરન્ટી કહું છું તો જનતા ગત વર્ષોના સપૂર્ણ ઇતિહાસને જુએ છે. જનતા અમારી નીતિની સમર્થક છે, અમારી નિયતની સહભાગી છે, અમારા નેતૃત્વની સમર્થક છે અને અમારા ટ્રેક રેકોર્ડને સતત જુએ છે.”

  PM મોદીએ ત્રણ રાજ્યોમાં થયેલી જીતની અસર જણાવતા કહ્યું કે, “જનતાએ અસ્થિરતા અને સ્વાર્થની રાજનીતિને સંપૂર્ણપણે નકારી છે. આ ચૂંટણી પરિણામોથી દેશના મૂડની ઝલક પણ જાણી શકાય છે. જનતાએ રાષ્ટ્રહિતમાં સ્થિર, સ્થાયી અને સેવાભાવમાં સમર્પિત સરકાર માટે જનાદેશ આપ્યો છે.” તેમણે ઉમેર્યું કે, “આ સિવાય આ ચૂંટણીએ કેટલાક લોકોએ ફેલાવેલા એક જુઠ્ઠાણાંને પણ ફગાવી કરી દીધું છે. એક રાજનૈતિક વર્ગ હતો જે કહેતો હતો કે રાષ્ટ્રીય સ્તર પર તો ભાજપ સામે કોઈ પડકાર નથી, પરંતુ રાજ્યોમાં પાર્ટીને એટલું સમર્થન નથી મળી રહ્યું. જે પરિણામ આવ્યું તેનાથી તે લોકોનાં આ મિથક પણ તૂટી ગયાં.”

  ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકે નવા ચહેરા

  ઇન્ટરવ્યૂ દરમિયાન PM મોદીને પૂછવામાં આવ્યું હતું કે, ભાજપે ત્રણ રાજ્યોમાં નવા અને અપરિચિત ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેનો મેસેજ શું હોય શકે? જેના જવાબમાં PM મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ સેક્ટરમાં કોઈ નામ જો મોટું બની જાય, કોઈએ પોતાની બ્રાન્ડિંગ કરી લીધી, તો બાકીના લોકો પર ધ્યાન નથી જતું, પછી તે ગમે તેટલા પ્રતિભાશાળી પણ કેમ ના હોય, તે જેમ તેટલું સારું કામ કેમ ના કરતા હોય. તો પણ તેમના તરફ ધ્યાન નથી જતું. આ કારણે નવા લોકોની પ્રતિભા અને ઉપયોગિતાની ચર્ચા નથી થઈ શકતી. PM મોદીએ કહ્યું કે, “આ કારણે તમને ઘણીવાર કેટલાક ચહેરા નવા લાગે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે નવા હોતા નથી. તેમની પોતાની એક લાંબી તપસ્યા હોય છે, અનુભવ હોય છે.”

  22 જાન્યુઆરીનો અવસર ‘હર ઘર અયોધ્યા, હર ઘર રામ’

  PM મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે 22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાનું છે, તે દિવસ તમારા માટે કેવો છે? તેના જવાબમાં PM મોદી રામચરિત માનસની એક પંક્તિ બોલ્યા અને કહ્યું કે, “શ્રીરામના દર્શનથી જીવન સફળ થઈ જાય છે. મારું સૌભાગ્ય છે કે મને આ અત્યંત પવિત્ર કાર્યમાં જવાનું આમંત્રણ મળ્યું, ત્યાં જવાનો અવસર મળશે. હજારો વર્ષોથી પ્રભુ રામે આપણા સૌના જીવનમાં કોઈક રીતે સકારાત્મકતા ભરી છે.” તેમણે વધુમાં કહ્યું, “બે ઘડી વિચારી જુઓ કે, આ પવિત્ર અવસર પર હું એક પ્રધાનસેવકની જગ્યાએ સામાન્ય નાગરિક છું, જે કોઈ ગામમાં બેઠો છે. તોપણ મારા મનમાં એટલો જ આનંદ અને સંતોષ હશે જેટલો કે એક પ્રધાનસેવક તરીકે મને ત્યાં જવાથી મળવાનો છે.”

  તેમણે ઉમેર્યું કે, “આ ખુશી માત્ર મોદીની નહીં, આ હિન્દુસ્તાનના 140 કરોડ હ્રદયોની ખુશી, મનના સંતોષની અસર છે. મારા માટે 22 જાન્યુઆરીનો આ અવસર ‘હર ઘર અયોધ્યા, હર ઘર રામ’નો છે.”

  ‘બ્રહ્માંડની કોઈ શક્તિ આર્ટીકલ 370ની વાપસી નહીં કરાવી શકે’

  આર્ટિકલ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો તેના પર વાત કરતાં PM મોદીએ કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે તે વાત પર પોતાની મહોર લગાવી દીધી છે કે, એક દેશમાં કોઈપણ રીતે બે વિધાન નહિ ચાલી શકે. અનુચ્છેદ 370નું હટવું કોઈ રાજનીતિથી વધારે જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકો માટે ખૂબ જરૂરી હતું. તે અતીતની સમસ્યાઓથી નીકળીને દેશના દરેક નાગરિકની જેમ ભેદભાવ વિના પોતાના બાળકોનું ભવિષ્ય અને પોતાનું વર્તમાન સુરક્ષિત કરવા માંગે છે.

  PM મોદીએ ઉમેર્યું કે, “આર્ટિકલ 370 બાદ આજે જમ્મુ-કાશ્મીર અને લદાખની સુરત બદલાઈ છે. હવે ત્યાં સિનેમા હોલ ચાલી રહ્યા છે. ત્યાં ટેરરિસ્ટના નહિ પરંતુ ટુરિસ્ટના મેળા છે. હવે ત્યાં પથ્થરમારો નથી થતો, પરંતુ ફિલ્મોની શૂટિંગ થાય છે. સામાન્ય કાશ્મીરી પરિવાર તેને પસંદ કરી રહ્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આજે પણ રાજનૈતિક સ્વાર્થમાં જે લોકો આર્ટીકલ 370ને લઈને ભ્રમ ફેલાવે છે, તેને હું બે શબ્દો કહેવા માંગીશ- હવે બ્રહ્માંડની કોઈ શક્તિ આર્ટીકલ 370ની વાપસી નહીં કરાવી શકે.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં