Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુકર્રમ અલીએ ચોરીનો આરોપ લગાવી 14 વર્ષીય સગીરાને પીંખી, રોજ કરતો હતો...

    મુકર્રમ અલીએ ચોરીનો આરોપ લગાવી 14 વર્ષીય સગીરાને પીંખી, રોજ કરતો હતો રેપ: પીડિતાએ બાળકને જન્મ આપ્યો, આરોપી ઝડપાયો

    આરોપીની હેવાનિયત ભરેલી માનસિકતાનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે તેણે પહેલાં સગીરા પર ચોરીનો આરોપ લગાવ્યો અને પછી તેને એક જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    રાજધાની દિલ્હીથી ફરી એકવાર હેવાનિયતની હદ પાર કરતો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં મોહમ્મદ મુકર્રમ અલી નામના એક ઈસમે એક 14 વર્ષની સગીરા પર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હતી. 48 વર્ષીય અલીએ પહેલાં આ સગીરા પર ચોરીનો આરોપ મૂક્યો અને ત્યારબાદ તેનો બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ સગીરા ગર્ભવતી થઇ હતી અને હવે તેણે એક બાળકને જન્મ પણ આપ્યો છે.

    અહેવાલો અનુસાર પોલીસે જણાવ્યું હતું કે આ બાબતનો ખુલાસો સગીરાએ પોતે કર્યો હતો. આરોપીની હેવાનિયત ભરેલી માનસિકતાનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે તેણે પહેલાં સગીરા પર ચોરીનો આરોપ લગાવ્યો અને પછી તેને એક જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. તેણે પીડિતાનો વાંધાજનક વીડિયો પણ બનાવ્યો હતો તેવું અહેવાલો પરથી જાણવા મળ્યું છે. હાલ દિલ્હીમાં સગીરા સાથે બળાત્કાર કરવાના આરોપસર મોહમ્મદ મુકર્રમ અલીની ધરપકડ કરવામાં આવી છે.

    આ ઘટના પર દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તેમને હોસ્પિટલમાંથી એક સગીરા અંગેનો ફોન આવ્યો હતો. જ્યારે મહિલા ઓફિસર હોસ્પિટલ પહોંચી તો જાણવા મળ્યું કે માત્ર 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો છે. વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે તેની સલમાન નામની વ્યક્તિ સાથે મિત્રતા હતી. તેમની મિત્રતા દરમિયાન સલમાને તેનો વાંધાજનક વીડિયો બનાવ્યો અને 5-6 વખત તેની સાથે બળાત્કાર કર્યો. પીડિતાએ વધુમાં જણાવ્યું કે વિરોધ કરવા પર તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

    - Advertisement -

    પીડિતાના કહેવા પછી પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આરોપીનું નામ મુકર્રમ છે. પીડિતા અવારનવાર તેની દુકાને ઠંડા પીણા લેવા જતી હતી. એક દિવસ જ્યારે યુવતી તેની દુકાને ગઈ ત્યારે મુકર્રમે સગીરા પર ફોન ચોરીનો આરોપ લગાવીને તેને નંદ નગરી લઈ ગયો. ત્યાં તેણે પીડિતાને માદક દ્રવ્ય ભેળવીને ચા પીવડાવી હતી. આ પછી સગીરા બેહોશ થઈ ગઈ. તકનો ફાયદો ઉઠાવીને મુકરમે તેનો વાંધાજનક વીડિયો બનાવ્યો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. આટલું જ નહીં, જ્યારે પોલીસ આવી ત્યારે મુકરમે પીડિતાને ખોટું નિવેદન આપવા પણ કહ્યું હતું. બળાત્કાર બાદ 14 વર્ષની પીડિત સગીરાએ બાળકને જન્મ આપ્યો છે, પીડિત સગીરા અને તેનું બાળક હાલ દવાખાને છે, ઉપરાંત દિલ્હી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો અને બળાત્કાર અંતર્ગત ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં