Sunday, October 6, 2024
More
    હોમપેજગુજરાતઅમરેલીની હિંદુ સગીરાને પીંખનાર ઇમરાન, જાવેદ, અસગર સહિત 5ને આજીવન કેદ: મારી...

    અમરેલીની હિંદુ સગીરાને પીંખનાર ઇમરાન, જાવેદ, અસગર સહિત 5ને આજીવન કેદ: મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજારી કરી હતી ગર્ભવતી

    ગુનો બનવા સમયે પીડિતા 14 વર્ષ 1 મહિનાની હતી. બાળકી પોતાના માતાપિતા સાથે રહીને શાળામાં અભ્યાસ કરતી હતી. તેવામાં ઇમરાન હનીફ સૈયદે પોતે કિસન ચંદુભાઈ સોલંકી હોવાનું કહીને બાળકીનો પીછો કર્યો કરતો. બાદમાં તેની સાથે આયન સુનુસ લુલાણીયા, જાવેદ મજીદ પઠાણ, અસગર સબીર ખલીફા અને અરબાઝ હુસૈન ભટી જોડાયા.

    - Advertisement -

    વર્ષ 2019માં અમરેલીમાં (Amreli Love Jihad) એક ઘૃણાસ્પદ ઘટના ઘટી હતી. જ્યાં પાંચ મુસ્લિમ આરોપીઓએ એક સગીર વયની હિંદુ બાળકીને નદીના પટમાં લઈ જઈ એ હદે બર્બરતા આચરી કે 14 વર્ષની બાળકી ગર્ભવતી થઈ ગઈ. આરોપીઓએ સગીરાને ધાક-ધમકીઓ આપી સામૂહિક બળાત્કાર તો કર્યો જ, પરંતુ તેમણે સગીર વયની બાળકીને ધમકાવીને રાક્ષસી રીતે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો પણ કર્યા હતા. બાળકી ગર્ભવતી થયા બાદ ઘટનાનો ખુલાસો થયો અને 2019થી કેસ ચાલ્યો. ત્યારે અમરેલીની સ્પેસ્યલ પોક્સો કોર્ટે (POCSO Court) તમામ 5 આરોપીઓને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. આ કેસમાં એક આરોપીએ પોતાનો મઝહબ છુપાવી પોતે હિંદુ હોવાની ઓળખ પણ આપી હોવાનું સામે આવ્યું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર ગુનો બનવા સમયે પીડિતા 14 વર્ષ 1 મહિનાની હતી. બાળકી પોતાના માતાપિતા સાથે રહીને શાળામાં અભ્યાસ કરતી હતી. તેવામાં ઇમરાન હનીફ સૈયદે પોતે કિસન ચંદુભાઈ સોલંકી હોવાનું કહીને બાળકીનો પીછો કર્યો કરતો. નામ છુપાવીને જ તેની સાથે લવ જેહાદ (Love Jihad) કાર્યો હતો. બાદમાં તેની સાથે આયન સુનુસ લુલાણીયા, જાવેદ મજીદ પઠાણ, અસગર સબીર ખલીફા અને અરબાઝ હુસૈન ભટી જોડાયા. આરોપીઓએ બાળકીને નજીકની નદીના ડેમના પાળા પાસે લઈ જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી સામૂહિક બળાત્કાર કર્યો. આરોપીઓ આટલેથી ન અટકતા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું.

    અવારનવાર કરતા રહ્યા બળાત્કાર, ગર્ભવતી થતા થયો ઘટસ્ફોટ

    એક વાર ગુનો આચર્યા બાદ જાણે તમામને છુટ્ટો દોર મળી ગયો અને અવારનવાર બાળકીને ઉઠાવી જઈ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા. આ દરમિયાન તે લોકોએ બાળકીના આપત્તિજનક વિડીયો પણ બનાવી લીધા હતા. આ ઘટનાક્રમ સતત ચાલતો રહ્યો. જેની બદોલત બાળકી 14 વર્ષની કુમળી ઉમરમાં જ ગર્ભવતી થઈ ગઈ. શરૂઆતના સમયમાં તો તેને કશું ખબર ન પડી, પરંતુ એક દિવસ તેને પેટમાં દુખાવો ઉપડતા આખો ઘટસ્ફોટ થયો. બાળકીને સારવાર માટે લઈ જવામાં આવતા તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    પરિવારે બાળકીને વિશ્વાસમાં લઈ પૂછા કરતા બાળકીએ તેની સાથે લાંબા સમયથી ચાલી રહેલી હેવાનિયત વિશે જણાવ્યું હતું. પોતાની દીકરી સાથે થયેલી બર્બરતા જાણી પરિવાર પણ ડઘાઈ ગયો હતો. તેમણે તાત્કાલિક પોલીસની મદદ લીધી અને આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને બળાત્કાર સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરીને તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં આ કેસ વિશેષ ન્યાયાધીશ (પોક્સો) ડીએસ શ્રીવાસ્તવની અદાલતમાં ચાલી જતા અને લાંબી લડત અને પુરાવાઓના આધારે કોર્ટે તમામને આજીવન કેદની સજા ફટકારી હતી.

    આરોપીઓને ઓછી સજા ન આપી શકાય: પોક્સો કોર્ટ

    નોંધનીય છે કે આ આખા કેસમાં આરોપી પક્ષના વકીલોએ આરોપીઓ ગરીબ પરિવારના હોવાની અને તેમના પર તેમના પરિવાર નભતા હોવાની દલીલો આપીને ઓછી સજા થાય તેવી માંગ કરી હતી. જોકે કોર્ટના કડક વલણ સામે તેમની એક પણ દલીલ ન ચાલી અને અંતે ન્યાયાલયે તમામ પુરાવાઓ, નિવેદનો અને સાક્ષીઓને ધ્યાને લઈને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે સજા આપતી વેળાએ મહત્વપૂર્ણ ટિપ્પણી પણ કરી હતી.

    આ મામલે કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “આરોપીઓએ સગીર બાળકી સાથે કરેલા સામૂહિક બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો તેમજ શારીરિક અને માનસિક પ્રતાડનાઓ ગંભીર, ક્રુરતા ભર્યા અને હીન પ્રકારના છે. તેમની અને તેમના પરિવારની સ્થિતિ નબળી હોવાનું જોઇને જો તેમને હળવી કે ઓછી સજા કરવામાં આવશે તો સમાજમાં આ પ્રકારના કૃત્યો વધી જશે. સમાજમાં કોઈ સગીર વયની બાળકી સુરક્ષિત નહીં રહે અને કોઈ આ પ્રકરના કૃત્યો કરતા નહીં ડરે.”

    કોર્ટે ચુકાદો સંભળાવતા તેમ પણ કહ્યું કે, “ભવિષ્યમાં આ પ્રકારના ગુના ન થાય અને કોઈ વ્યક્તિ આવા કૃત્યોને આચરતા ગભરાય તે માટે આરોપીઓને મહત્તમમાં મહત્તમ સજા ફટકારવી અનિવાર્ય છે. તેમની સજા પ્રત્યે ઉદાર વલણ ન દાખવીને તેમને વધુમાં વધુ સજા અને કાયદાની જોગવાઈ અનુસાર દંડ કરવામાં આવે તોજ ન્યાયનો હેતુ સરસે.” આ ટિપ્પણી બાદ કોર્ટે તમામ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારીને પીડિતાને વળતર પેટે 4 લાખ રૂપિયા આપવાના આદેશ આપ્યા છે.

    સમગ્ર મામલે અમરેલીની સ્પેશ્યલ પોઈક્સો કોર્ટે ઈમરાન સૈયદ (30), યાહિયા ઉર્ફે આયન સુનુસ લુલાણીયા (25), જાવેદ પઠાણ (27), અસગર મજીઠીયા (27) અને અરબાઝ ભટી (24)ને દોષિત ઠેરવ્યા હતા. આ સાથે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોસ્કો) એક્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આપોઓને આજીવન કેદની સજા ફટકારી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં