Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇમરાને રાજુ બનીને યુવતી સાથે મંદિરમાં કર્યા લગ્ન, ઘરે લઈ જઇ પોતાના...

    ઇમરાને રાજુ બનીને યુવતી સાથે મંદિરમાં કર્યા લગ્ન, ઘરે લઈ જઇ પોતાના બે ભાઈઓ તથા મૌલાના દ્વારા કરાવ્યો બળાત્કાર

    મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ઈમરાને રાજુ બનીને એક હિંદુ યુવતિ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તેને દેહવ્યાપારમાં ધકેલી દીધી હોવાના સમાચાર મળ્યા છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ડાબરામાં લવ જેહાદ, ધર્મ પરીવર્તન તથા બળાત્કારનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. ગ્વાલિયરમાં લવ જેહાદનો મામલો સામે આવ્યા બાદ પ્રશાસને આરોપીના ગેરકાયદેસર મકાનને બુલડોઝર દ્વારા તોડી પાડ્યું હતું. આ દરમિયાન ડાબરાના જંગીપુરામાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન તહેસીલદાર દીપક શુક્લા, એસડીઓપી વિવેક શર્મા, સ્ટેશન ઈન્ચાર્જ સહિત પાલિકાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.

    અધિકારીઓએ જણાવ્યું કે માફિયા વિરોધી ઓપરેશનના ભાગરૂપે ઈમરાનનું ગેરકાયદેસર ઘર તોડી પાડવામાં આવ્યું છે. બુલડોઝર ગલીની અંદર હોવાથી આરોપીના ઘર સુધી પહોંચી શક્યું ન હતું. જેના કારણે પહેલા મકાન ખાલી કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ મ્યુનિસિપલ ટીમે મજૂરોની મદદથી મકાન તોડી પાડ્યું હતું.

    ગ્વાલિયરના ગોલ પહરિયાની રહેવાસી એક હિન્દુ યુવતીએ ડાબરાના રહેવાસી ઈમરાન પર એક હિંદુ યુવક રાજુ જાટવ બનીને દોસ્તી કરવાનો અને તેને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીના કહેવા પ્રમાણે, રાજુ ઉર્ફે ઈમરાને તેની સાથે 18 સપ્ટેમ્બર 2021ના રોજ શીતલા માતાના મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તેણે યુવતીને ગર્ભવતી પણ બનાવી હતી. લગ્ન બાદ જ્યારે તે રાજુના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તે ઈમરાન છે.

    - Advertisement -

    ઘણા મહિનાઓ સુધી ઉત્પીડનનો સામનો કર્યા બાદ યુવતી ગ્વાલિયર પહોંચી અને મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. યુવતીએ જણાવ્યું કે ઈમરાને તેના ભાઈઓ અમન અને પુન્ની અને શહેરના મૌલાના ઓસામા સાથે રેપ કરાવ્યો. પીડિતાના જણાવ્યા મુજબ, મૌલાનાએ ઇમરાન સાથે બળજબરીથી ધર્મ પરિવર્તન કર્યા બાદ લગ્ન કર્યા અને લગ્નની રાત્રે જ તેની સાથે બળાત્કાર કર્યો. મહિલાએ લગ્ન બાદ સાસરિયાઓ પર તેની સાથે મારપીટ કરવાનો અને 7 મહિના સુધી તેને બંધક બનાવી રાખવાનો આરોપ લગાવ્યો.

    મહિલાનો આરોપ છે કે તેની સાસુ સુગા બેગમે તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી હતી. તેને એક રૂમમાં બંધ રાખવામાં આવી હતી, કેટલાક યુવકો તેના રૂમમાં આવતા હતા અને તેઓ તેની સાથે બળાત્કાર કરતા હતા. 20 એપ્રિલે રૂમનો દરવાજો ખુલ્લો રહ્યો, જેના કારણે તે કોઈક રીતે ત્યાંથી ભાગીને તેના મામાના ઘરે આવી ગઈ. આ પછી તેણે આખી વાત તેના પરિવારના સભ્યોને કહી. આ પછી, પીડિતાએ શનિવારે (23 એપ્રિલ 2022) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

    યુવતી એસપીને પણ મળી અને સુરક્ષાની માંગણી કરી. ગ્વાલિયરના પોલીસ અધિક્ષક (એસપી ગ્વાલિયર) અમિત સાંઘીએ જણાવ્યું કે ગ્વાલિયરમાં લવ જેહાદનો મામલો સામે આવતા ફરિયાદના આધારે કથિત પતિ ઈમરાન, સાળા અમન, પુન્ની, મૌલાના ઓસામા ખાન અને બે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપી ઈમરાન અને તેની માતા સુગા બેગમની ધરપકડ કરી છે અને ત્રણ આરોપીઓ ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં