Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર દબાણ ચલાવી નહિ લેવાય': દ્વારકાધીશના દર્શને આવેલ ગૃહરાજ્ય...

    ‘ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર દબાણ ચલાવી નહિ લેવાય’: દ્વારકાધીશના દર્શને આવેલ ગૃહરાજ્ય મંત્રી સંઘવીએ કરી સ્પષ્ટ વાત; બેટદ્વારકામાં ચલાવી ચુક્યા છે બુલડોઝર

    નોંધનીય છે કે બેટ દરેકમાં મજહબી દબાણોની વધતી ફરિયાદો બાદ ગત વર્ષે મેગા ડિમોલિશન ડરાઇવ હાથ ધરાઈ હતી. ઓક્ટોબર મહિનામાં સ્થાનિક તંત્રએ પોલીસને સાથે રાખીને 2 દિવસ સુધી અહિયાંથી ગેરકાયદેર્સ દબાણ દૂર કર્યા હતા. જેમાં દરગાહ અને મજારોનો પણ સમાવેશ થાય છે. 

    - Advertisement -

    રવિવાર 19 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દરેકના બરડીયા ગામે નિર્માણાધીન જૈન મંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓએ ભગવાન દ્વારકાધીશ મંદિરના પણ દર્શન કર્યા હતા અને સુવર્ણ પાદુકાની પૂજા કરી હતી. બાદમાં ગેરકાયદેસર દબાણ અને ડિમોલિશન ડ્રાઈવ વિષે પણ નિવેદન આપ્યું હતું.

    અહેવાલો મુજબ આ ઉપક્રમે દ્વારકાધીશ મંદિરની વ્યવસ્થાપક સમિતિના ટ્રસ્ટી, દરેકના ધારાસભ્ય, જિલ્લા પોલીસ અધિક્ષક, ભાજપના જિલ્લા પ્રમુખ અને મંદિરના પુજારીએ તેમનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે ગૃહરાજ્ય મંત્રી બન્યા બાદ આ હર્ષ સંઘવીની પ્રથમ દ્વારકા મુલાકાત છે.

    અહીં મીડિયા સાથે વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “દ્વારકાધીશ મંદિર હોય, દ્વારકા હોય કે બેટ દ્વારકા હોય, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કે બાંધકામ ચલાવી લેવાશે નહિ. ગેરકાયદેસર દબાણ સામેની ઝુંબેશ અવિરત ચાલુ જ રહેશે. કોઈ પણ ધાર્મિક સ્થળો પર ગેરકાયદે દબાણ હશે તો એ દૂર જરૂર કરાશે.”

    - Advertisement -

    તેઓએ આગળ જણાવ્યું હતું કે, “ગેરકાયદેસર દબાણ દ્વારકા અને બેટ દ્વારકામાં પુસ્તકાલયો, શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની જમીન પર થઇ રહ્યા છે. જો એ હટાવીશું નહિ તો અહીંના નાગરિકોને આ સુવિધાઓ કઈ રીતે મળશે. માટે ગેરકાયદેસર દબાણ અને બાંધકામ દૂર કરીને આ જમીનો ખુલ્લી કરાશે અને તેના પર પ્રાથમિક સુવિધાઓ ઉભી કરશે.”

    બેટ દ્વારકામાં મજહબી દબાણો દૂર કરીને 55 હજાર સ્કવેર ફૂટ જમીન છોડાવાઈ

    નોંધનીય છે કે બેટ દરેકમાં મજહબી દબાણોની વધતી ફરિયાદો બાદ ગત વર્ષે મેગા ડિમોલિશન ડરાઇવ હાથ ધરાઈ હતી. ઓક્ટોબર મહિનામાં સ્થાનિક તંત્રએ પોલીસને સાથે રાખીને 2 દિવસ સુધી અહિયાંથી ગેરકાયદેર્સ દબાણ દૂર કર્યા હતા. જેમાં દરગાહ અને મજારોનો પણ સમાવેશ થાય છે. 

    જાણવા મળ્યા અનુસાર, બે દિવસમાં કુલ 35 જેટલી ગેરકાયદેસર દુકાનો અને ગોડાઉન તથા 14 જેટલી દરગાહ અને મજાર પર બુલઝોડર ફરી વળ્યું હતા. જે બાદ પણ આવી છૂટક છૂટક કાર્યવાહી ચાલુ જ છે.

    બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં 55 હજાર સ્કેવર ફુટ જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યાં છે તેમજ 1 કરોડ 22 લાખની જમીન ખાલી કરી દેવામાં આવી છે.

    ત્યારે હર્ષ સંઘવીએ આ કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી

    ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે બેટ દ્વારકામાં ડિમોલિશન અભિયાન જરૂરી છે કારણ કે આ ગેરકાયદેસર દબાણ છે. 5મી ઑક્ટોબર 2022ના રોજ, તેમણે દબાણ કરનારા અસામાજિક તત્વોને ચીમકી આપતા કહ્યું હતું કે, “કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.”

    હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું, “આ ભગવાન કૃષ્ણની નગરી છે. આ ભૂમિ દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાત લેનારા ભગવાન કૃષ્ણના ભક્તોના સ્વાગત માટે હંમેશા તૈયાર રહે છે. અહીં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને મંજૂરી નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં