શુક્રવારે (8 માર્ચ, 2024) દિલ્હીના ‘ભારત મંડપમ’માં વડાપ્રધાન મોદીએ અનેક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ આપ્યા હતા. આ સમારોહમાં 20 કેટેગરીમાં 23 લોકોને એવોર્ડ આપવામાં આવ્યા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સંબોધન પણ કર્યું. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, આગામી શિવરાત્રીએ પણ તેઓ જ આ કાર્યક્રમ કરશે. તેમના આ નિવેદન પર હાજર ક્રિએટર્સે ‘અબકી બાર 400 પાર’ના નારા લગાવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ આગામી લોકસભામાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. પણ તમે એમ ન વિચારો કે આજનો આ કાર્યક્રમ તેના માટે છે… (આ દરમિયાન હાજર લોકોને ‘અબકી બાર 400 પાર’ના નારા લગાવતા સાંભળી શકાય છે) અને હું આપને ગેરેંટી આપું છું, શક્ય બને તો આવતી શિવરાત્રીએ પણ..કદાચ તારીખ બીજી કોઈ હોઈ શકે પણ આવો કાર્યક્રમ હું જ કરીશ.” આ સાંભળીને હાજર લોકો ઉત્સાહમાં તેમની વાતને વધાવતા સાંભળી શકાય છે. દરમ્યાન, ‘મોદી….મોદી’ના નારા પણ લાગે છે.
તેમણે આગળ જણાવ્યું કે, “હું લોકસભા ચૂંટણીઓનો વિષય એ અર્થમાં નથી લાવ્યો, કારણ કે મને ભરોસો છે કે મારાથી વધારે મારા માટે આપ મારા પર મરો છો, આપ મારા માટે એટલા મરી રહ્યા છો કારણ કે હું આપના માટે જીવી રહ્યો છું. જે પોતાના માટે નથી જીવતા તેમના માટે અનેક લોકો મરતા હોય છે.” તેમણે આગળ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ એવોર્ડ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખૂબ જ મોટો પ્રેરણાસ્ત્રોત હશે. તેમના કામને એક મોટી ઓળખ મળવાની છે.
PM Modi says, "I guarantee you, next Shivratri, I will once again host this event at Delhi's Bharat Mandapam. I believe you have more faith in me than I have in myself, and you support me because I live for you." pic.twitter.com/R8VyWqFfZa
— IANS (@ians_india) March 8, 2024
આ પહેલાં તેમણે કહ્યું હતું કે, “આજે જે લોકોને આ એવોર્ડ મળ્યો છે, હું તેમને શુભેચ્છા પાઠવું છું. આજે એક અન્ય સંયોગ છે કે આ પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ મહાશિવરાત્રીના દિવસે આયોજિત થયો છે અને મારા કાશીમાં તો શિવજી વગર કશું ચાલતું જ નથી. ભગવાન શિવ ભાષા, કળા અને ક્રિએટિવિટીના જનક છે. આપણા શિવ નટરાજ છે. શિવના ડમરુથી માહેશ્વર સૂત્ર પ્રકટ થયા છે. તેમનું તાંડવ સર્જનનો પાયો છે.”
The 'National Creators Award' recognises the talent of our creator's community. It celebrates their passion to use creativity for driving a positive change. https://t.co/Otn8xgz79Z
— Narendra Modi (@narendramodi) March 8, 2024
આજે પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન થયું
ઉલ્લેખનીય છે કે શુક્રવારે (8 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ સમારોહમાં ભાગ લીધો. દેશમાં પ્રથમવાર આ એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. 20 કેટેગરીમાં આપવામાં આવેલા આ એવોર્ડમાં કુલ 23 લોકોને સન્માનિત કરવામાં આવ્યા. મહત્વની વાત તે છે કે આ 23 લોકોમાં 3 વિદેશી ક્રિએટર્સનો પણ સમાવેશ થાય છે. આ પુરસ્કાર કૂકિંગ, સ્ટોરી ટેલિંગ, સામાજિક પરિવર્તન, પર્યાવરણમાં સ્થિરતા, શિક્ષણ, ગેમિંગ વગેરે કેટેગરીમાં આપવામાં આવ્યા હતા.
નેશનલ ક્રિએટર્સ એવોર્ડ સમારોહમાં પુરસ્કાર માટે દોઢ લાખથી વધુ નોમિનેશન આવ્યાં હતાં. આ એવોર્ડના વિજેતાઓ નક્કી કરવા વોટિંગ સિસ્ટમ રાખવામાં આવી હતી. આ માટે 10 લાખથી પણ વધુ વોટ મળ્યા હતા અને તે પછી 23 વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા.