Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીમાં હોળીની ઉજવણીનો વિરોધ: ધાકધમકી આપી અલ્લાહુ અકબરના નારા...

    જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીમાં હોળીની ઉજવણીનો વિરોધ: ધાકધમકી આપી અલ્લાહુ અકબરના નારા લગાવાયા

    પરિસરમાં હોળીની ઉજવણી રોકીને હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ‘નારા-એ-તકબીર, અલ્લાહુ-અકબર’ના નારા લગાવ્યા હતા. 

    - Advertisement -

    સામી હોળીએ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીમાં કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. બુધવારે (1 માર્ચ, 2023) કેટલાક વિદ્યાર્થીઓએ હોળીની ઉજવણી માટે કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જ્યાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પહેલાં હિંદુ તહેવારનો વિરોધ કરતી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ વાયરલ થઇ હતી. 

    બુધવારે (1 માર્ચ, 2023) યુનિવર્સીટીના એક વિદ્યાર્થી જૂથે હોળીના તહેવારની ઉજવણી માટે ‘રંગોત્સવ’ નામથી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દરમ્યાન પરિસરમાં હોળીની ઉજવણી રોકીને હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ‘નારા-એ-તકબીર, અલ્લાહુ-અકબર’ના નારા લગાવ્યા હતા. 

    ટ્વિટર પર એક યુઝરે આ વિડીયો શૅર કર્યા છે. જતિન જૈન નામના યુઝરે અમુક વિડીયો શૅર કર્યા છે જેમાં કેટલાક લોકો ઉજવણીમાં વિક્ષેપ પાડતા જોવા મળે છે. દરમ્યાન, એક વ્યક્તિ યુનિવર્સીટી પ્રોક્ટરને પણ અપશબ્દો કહીને ઉજવણીની પરવાનગી આપવા સામે સવાલ ઉઠાવે છે અને હોળીની ઉજવણી કરતા વિદ્યાર્થી જૂથને ધમકાવતો જોવા મળે છે. 

    - Advertisement -

    અન્ય એક વિડીયોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ હોળીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે ‘નારા-એ-તકબીર અલ્લાહુ અકબર’ના નારા લગાવતા જોવા મળે છે. 

    સોશિયલ મીડિયા પર અન્ય પણ કેટલીક પોસ્ટ્સ વાયરલ થઇ રહી છે જેમાં જામિયા યુનિવર્સીટીમાં થતી હોળીની ઉજવણી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને હિંદુઓને ઉજવણી કરતા રોકવા માટે કહેવામાં આવ્યું હતું. 

    ઇન્સ્ટાગ્રામ ઉપર dayar.e.shauq નામના એક ટ્વિટર યુઝરે આ કાર્યક્રમનું પોસ્ટર મૂકીને સાથે લખ્યું હતું કે, હદીસમાં કાફિરોના તહેવારોની ઉજવણીમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી નથી અને એવો પણ દાવો કરવામાં આવ્યો કે ભારતમાં હિંદુઓ મુસ્લિમોને માત્ર બીફ ખાવા બદલ જીવતા સળગાવી રહ્યા છે અને દબાવી રહ્યા છે. આખરે પૂછવામાં આવ્યું કે હજુ પણ શું તેઓ તેમને ઉજવણી કરવા દેશે?

    અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી જ્યારે કોઈ હિંદુ તહેવારનો વિરોધ કરવામાં આવ્યો હોય. આ પહેલાં અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે જ્યાં શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી કરતા હિંદુઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય અને હિંસા આચરવામાં આવી હોય. 

    ગત વર્ષે ગુજરાતના હિંમતનગર સહિત દેશનાં પણ અન્ય શહેરોમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલાઓ થયા હતા તો દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર મુસ્લિમોએ હુમલો કર્યો હતો.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં