Tuesday, December 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમિત શાહની સુરક્ષામાં ચૂક: TRS નેતાએ હૈદરાબાદમાં શાહના કાફલાને રોકતા પોતાની કાર...

    અમિત શાહની સુરક્ષામાં ચૂક: TRS નેતાએ હૈદરાબાદમાં શાહના કાફલાને રોકતા પોતાની કાર પાર્ક કરી, HMની સુરક્ષાનો ભંગ કર્યો

    સુરક્ષાની મોટી ખામીમાં, TRS નેતા ગોસુલા શ્રીનિવાસે કથિત રીતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના કાફલાની સામે તેમનું વાહન પાર્ક કર્યું હતું, જેના પગલે HM સુરક્ષા રક્ષકોએ તેમને કાર ખસેડવા કહ્યું હતું. જ્યારે તેણે તે ન કર્યું, ત્યારે તેઓએ તેની કારને નુકસાન પહોંચાડ્યું.

    - Advertisement -

    હૈદરાબાદની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના કાફલામાં મોટી સુરક્ષા ચૂક થઇ હતી. જેમાં ટીઆરએસ નેતા ગોસુલા શ્રીનિવાસે તેમની કાર અમિત શાહના કાફલાની સામે પાર્ક કરી હતી, જેના પગલે કેન્દ્રીય પ્રધાનની સુરક્ષા કરતી સંસ્થાએ કારને નુકસાન પહોંચાડ્યું હતું.

    અહેવાલો અનુસાર, ગોસુલા શ્રીનિવાસે હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહના કાફલાની સામે તેમની કાર પાર્ક કરી હતી. આ પછી, ગૃહ પ્રધાનના સુરક્ષા ગાર્ડે તરત જ તેમને કારને સ્થળ પરથી ખસેડવાનું કહ્યું હતું. શ્રીનિવાસે સૂચના મુજબ કાર ખસેડી નહીં તે પછી, ગાર્ડોએ તેમના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું.

    જોકે, પોતાના બચાવમાં શ્રીનિવાસે આરોપ લગાવ્યો હતો કે તેમની કાર અચાનક બંધ થઈ ગઈ હતી અને તે કાર હટાવી શક્યો ત્યાં સુધીમાં પોલીસે તોડફોડ કરી હતી.

    - Advertisement -

    “કાર આમ જ ઉભી રહી. હું ટેન્શનમાં હતો. હું તેમની (પોલીસ અધિકારીઓ) સાથે વાત કરીશ. તેઓએ કારમાં તોડફોડ કરી હતી. હું જઈશ, તે બિનજરૂરી વિવાદ છે.” શ્રીનિવાસે કહ્યું હતું.

    ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વિઝ્યુઅલ્સમાં, શ્રીનિવાસ લાલ રંગની કાર ચલાવતા જોવા મળે છે, જેનો પાછળનો કાચ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, સંભવતઃ તેણે ગૃહમંત્રી અમિત શાહના કાફલાની સામે કાર પાર્ક કરી હતી.

    ગૃહમંત્રી અમિત શાહ એ દિવસની ઉજવણી કરવા હૈદરાબાદમાં હાજર છે જ્યારે હૈદરાબાદ દમનકારી નિઝામ શાસનથી આઝાદ થયું હતું. TRS, તેલંગાણામાં સત્તામાં રહેલી પાર્ટી, 3 દિવસ લાંબા તેલંગાણા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહી છે.

    દરમિયાન, અમિત શાહે હૈદરાબાદ મુક્તિ દિવસ માટેના તેમના ભાષણ દરમિયાન નિઝામના ‘રઝાકારો’થી હૈદરાબાદને મુક્ત કરવામાં સરદાર વલ્લભાઈ પટેલની ભૂમિકાને બિરદાવી હતી. બીજી તરફ કેટીઆરએ શાહ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી તેલંગાણામાં રાજ્ય અને તેની સરકારના લોકોને ધમકાવવા અને ભાગલા પાડવા આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં