ઝારખંડના સાહિબગંજમાં એક હિંદુ યુવકને બળજબરીથી ગૌમાંસ ખવડાવવા અને ઇનકાર કરવા પર તેની સાથે મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. પીડિત યુવકે પાંચ મુસ્લિમ યુવકો ઉપર આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે પણ સંજ્ઞાન લીધું છે.
અહીં એક હિંદુ યુવક સાથે પાંચ મુસ્લિમ વ્યક્તિઓએ બળજબરી કરીને ગૌમાંસ ખવડાવવા અને દારૂ પીવડાવવા માટે દબાણ કર્યું હતું અને યુવકે ઇનકાર કરતાં તેની પીછો કરીને તેને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો અને મોબાઈલ પણ આંચકી લેવામાં આવ્યો હતો. આ મામલે એક મિથુન શેખ અને અન્ય ચાર ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
साहिबगंज में शराब पीने और गो मांस खाने को लेकर युवक पर बनया गया दबाव, युवक ने इनकार किया तो बदमाशों ने युवक को नंगा कर पीटा। pic.twitter.com/YAwHVM21tm
— News18 Jharkhand (@News18Jharkhand) January 2, 2023
મામલો સાહિબગંજના રાધાનગર પોલીસ મથક વિસ્તારનો હોવાનું જણાવવામાં આવ્યું છે. ન્યૂઝ 18 ઝારખંડ દ્વારા આ મામલે વધુ વિગતો આપવામાં આવી છે. પીડિત યુવકનું નામ ચંદન રવિદાસ જણાવવામાં આવ્યું છે અને ઘટના ગત 31 ડિસેમ્બરની હોવાનું કહેવાય છે. નશામાં ધૂત ઈસમોએ તેને રોકીને શરાબ પીવા અને ગૌમાંસ ખાવા માટે દબાણ કર્યું હતું.
ઘટનાના દિવસે હિંદુ યુવક એક દુકાન પાસે ઉભા રહીને વાત કરતો હતો. દરમ્યાન, લઘુશંકા કરવા માટે દુકાનની પાછળના ભાગે ગયો તો ત્યાં કેટલાક ઈસમો શરાબ પીતા અને ગૌમાંસ ખાતા જોવા મળ્યા. આ તમામે ચંદન સાથે ગાળાગાળી કરીને તેને ગૌમાંસ ખાવા માટે દબાણ કર્યું હતું.
ચંદને ગૌમાંસ અને શરાબનું સેવન કરવાનો ઇનકાર કરતાં આરોપી ઈસમોએ તેની સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ ચંદન ત્યાંથી ભાગી છૂટતાં તેમણે બાઈક પર તેનો પીછો કર્યો હતો અને મોબાઈલ પણ આંચકી લઈને તેને નગ્ન કરીને માર માર્યો હતો. વિડીયોમાં પીડિત યુવકના શરીર પર ઇજાનાં નિશાનો પણ જોવા મળે છે.
પીડિત યુવક ચંદન રવિદાસે ન્યૂઝ18 સાથે વાત કરતાં જણાવ્યું કે, “હું ગાયનું માંસ નહતો ખાઈ રહ્યો, પાંચ મુસલમાન વ્યક્તિઓએ મને બળજબરીથી માંસ ખવડાવતા હતા અને દારૂ પીવડાવતા હતા. ના પાડી તો બળજબરી કરીને મને માર્યો, હાથ-પગ તોડી નાંખ્યા.” તેણે એમ પણ કહ્યું કે, આરોપીઓએ તેને કહ્યું હતું કે, તે ભલે 5-10 લાખ રૂપિયા લઇ લે પરંતુ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન કરે.
આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.