Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન: રોજાના દિવસે હિંદુ દુકાનદાર બનાવી રહ્યા હતા બિરિયાની, પોલીસે કરી મારપીટ,...

    પાકિસ્તાન: રોજાના દિવસે હિંદુ દુકાનદાર બનાવી રહ્યા હતા બિરિયાની, પોલીસે કરી મારપીટ, વિડીયો વાયરલ થયા બાદ અધિકારી સસ્પેન્ડ

    સોશિયલ મડિયામાં વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે પોલીસ કર્મચારી હિંદુ વ્યક્તિને પૂછી રહ્યો છે કે તે રોજાના દિવસે કેમ બિરિયાની બનાવે છે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના સમાચાર આવતા રહેતા હોય છે. આવા જ વધુ એક કિસ્સામાં રમઝાન દરમિયાન બિરિયાની બનાવી રહેલા એક હિંદુ દુકાનદાર સાથે પોલીસે મારપીટ કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસ અધિકારીએ રમઝાન દરમિયાન લાગુ કરવામાં આવેલ કાયદાના ઉલ્લંઘનનું કારણ આપીને ગેરવર્તણૂંક કરી હતી. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    સોશિયલ મડિયામાં વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે પોલીસ કર્મચારી હિંદુ વ્યક્તિને પૂછી રહ્યો છે કે તે રોજાના દિવસે કેમ બિરિયાની બનાવે છે. તેની ઉપર રમઝાન મહિનામાં સરકારે બહાર પાડેલા નોટિફિકેશનના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં તેની સાથે મારામારી કરીને તેને ગીતાની સોગંધ લેવડાવી હતી કે હવે પછી તે કથિત રીતે કાયદાનું ઉલ્લંઘન નહીં કરે. પોલીસ અધિકારી દ્વારા એક જ નહીં પરંતુ આવા 10 દુકાનદારોને હેરાન કરવામાં આવ્યા હતા.

    આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મડિયામાં વાયરલ થયા બાદ વીડિયો વાયરલ થયા બાદ સિંધ માનવાધિકાર આયોગ (SHRC)એ SHO વિરુદ્ધ કાર્યવાહી માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો હતો. ઘટના બાદ ઘોટકીના SSP તનવીર હુસૈને SHO કાબિલને સસ્પેન્ડ કરી દીધા છે.

    - Advertisement -

    આ પહેલીવાર નથી કે આ SHO કાબિલ ભાયોએ પાકિસ્તાનમાં લઘુમતીઓ પ્રત્યે નફરત ફેલાવી હોય. આ પહેલાં પણ તેમના ઘણા કૃત્યો સામે આવી ચૂક્યાં છે. આને ધ્યાને લઈને જ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ તસદ્દુક હુસૈન જિલાનીએ 19 જૂન, 2014ના રોજ આ જ પોલીસ અધિકારીના વર્તનને પાકિસ્તાનના લઘુમતીઓ વિરુદ્ધ નકારાત્મક ગણાવ્યું હતું.

    પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સતત હિંદુઓ સહીતના લઘુમતી સાથે અન્યાય અને અત્યાચાર થતો જ આવ્યો છે. ચાલુ વર્ષમાં જ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઉમરકોટ જિલ્લાની કુંતીમાં અબ્દુલ્લા ખોસો નામના વ્યક્તિના નેતૃત્વમાં કેટલાક મુસ્લિમો લાલુના ઘરમાં ઘૂસી ગયા અને તેમની પરિણીત બહેન લાલીને ઉઠાવીને લઈ ગયા હતા. આ દરમિયાન લાલુએ પોતાની બહેનને આ હેવાનોથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ તેમને એ હદે માર માર્યો કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પરંતુ પૈસાની અછત હોવાના કારણે યોગ્ય સારવાર ન મળતાં તેમનું મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં