શુક્રવાર, 27 જાન્યુઆરીએ, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદ ઉભો કર્યો કારણ કે તેમણે હિંદુ સંતો અને દ્રષ્ટાઓને ‘આતંકી’ અને ‘જલ્લાદ’ તરીકે ઓળખાવીને કરીને અપમાનિત કર્યા. અગાઉ, સપાના નેતાએ રામચરિતમાનસ પર પ્રતિબંધ મૂકવાની માગણી માટે ટીકા વહોરી હતી અને દાવો કર્યો હતો કે અમુક કલમો સમાજના મોટા વર્ગનું ‘અપમાન’ કરે છે.
27 જાન્યુઆરીના રોજ હિન્દીમાં પોસ્ટ કરાયેલ એક ટ્વિટમાં, SP નેતાએ લખ્યું, “તાજેતરમાં, કેટલાક ધાર્મિક ઠેકેદારોએ મારી જીભ અને માથું કાપી નાખનારાઓ માટે ઈનામની જાહેરાત કરી છે; જો બીજા કોઈએ આ જ વાત કહી હોત તો એ જ ઠેકેદારે તેને આતંકવાદી કહ્યો હોત, પણ હવે આ સંતો, મહંતો, ધર્મગુરુઓ અને જ્ઞાતિના આગેવાનોએ મારી જીભ અને માથું કાપનારને ઈનામ જાહેર કર્યું છે. આવા લોકોને તમે આતંકી, મહાશૈતન કે જલ્લાદ શું કહો છો?”
अभी हाल में मेंरे दिये गये बयान पर कुछ धर्म के ठेकेदारों ने मेरी जीभ काटने एवं सिर काटने वालों को इनाम घोषित किया है, अगर यही बात कोई और कहता तो यही ठेकेदार उसे आतंकवादी कहते, किंतु अब इन संतों, महंतों, धर्माचार्यों व जाति विशेष लोगों को क्या कहा जाए आतंकवादी, महाशैतान या जल्लाद।
— Swami Prasad Maurya (@SwamiPMaurya) January 27, 2023
મીડિયાની સામે રામચરિત્રમાનસ પરની તેમની ટિપ્પણીનો બચાવ કરતા, સપાના નેતાએ આગળ હિંદુ સંતો પર આકરા પ્રહારો કરતા કહ્યું, “તેઓ પાગલોની જેમ ભસતા હોય છે કારણ કે તેમની કમાણી બંધ થઈ જશે કારણ કે આદિવાસીઓ, દલિતો, પછાત અને મહિલાઓ મંદિરોમાં જવાનું બંધ કરશે.”
रामचरितमानस पर विवादित बयान देने वाले स्वामी प्रसाद मौर्य अपने बयान पर कायम हैं। उन्होंने एक बार फ़िर कहा: अगर मौर्या जी के इस आह्वान पर सभी आदिवासी, दलित, पिछड़े, और महिलाएं मंदिर में आना बंद कर दें तो चढ़ावा बंद हो जाएगा, उनकी पेट पूजा बंद हो जाएगी।#SwamiPrasadMaurya pic.twitter.com/TSMt8jwvHt
— UP Tak (@UPTakOfficial) January 25, 2023
હિંદુ મહાસભાએ મૌર્યાની જીભ કાપવાવાળા માટે કરી હતી ઈનામની જાહેરાત
અખિલ ભારત હિંદુ મહાસભાના સ્થાનિક નેતાને નિશાન બનાવતી વખતે સપાના નેતાએ હિંદુ સંતો અને દ્રષ્ટાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેમણે સોમવારે કોઈપણ વ્યક્તિ માટે 51,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી જે તેની જીભ કાપી નાખશે.
“કોઈપણ હિંમતવાન વ્યક્તિ, જો તેઓ સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યની જીભ કાપી નાખશે, તો તેને 51,000 રૂપિયાનો ચેક આપવામાં આવશે. તેમણે અમારા ધાર્મિક ગ્રંથનું અપમાન કર્યું છે અને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે,” મહાસભાના જિલ્લા પ્રભારી સૌરભ શર્માએ જણાવ્યું હતું.
સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ દાવો કર્યો હતો કે રામચરિતમાનસના અમુક ભાગો જાતિના આધારે સમાજના મોટા વર્ગનું “અપમાન” કરે છે અને આને “પ્રતિબંધિત” કરવાની માંગણી કરે છે તેના એક દિવસ બાદ આ ટિપ્પણી આવી છે.
નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીએ પાછળથી પોતાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યની રામચરિતમાનસ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીથી પોતાને દૂર કરી દીધા હતા.