Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધર્મ પરિવર્તન કરાવી, હિંદુ ધાર્મિક ગ્રંથોને આગ ચાંપી અને પગથી કચડ્યા. રાજસ્થાન...

    ધર્મ પરિવર્તન કરાવી, હિંદુ ધાર્મિક ગ્રંથોને આગ ચાંપી અને પગથી કચડ્યા. રાજસ્થાન બાડમેરની ઘટના: ત્રણ લોકોની ધરપકડ

    હિંદુ ધર્મમાં માનનારા લોકોએ જવાબ આપતા કહ્યું કે, હિંદુસ્તાન એક એવો દેશ છે જે તમામ ધર્મોમાં વિશ્વાસ કરે છે. અહીં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે. પરંતુ, જો આ રીતે હિંદુ ધર્મગ્રંથનું અપમાન થશે તો સનાતની તેને સહન કરશે નહીં.

    - Advertisement -

    રાજસ્થાનના બાડમેરમાં સમતા સૈનિક દળના લોકો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હતા. આ દરમયાન હિંદુ ધાર્મિક ગ્રંથોને આગ ચાપી તેને પગ વડે કચડવાનો વીડિયો હાલ સોશિયમ મિડીયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ હિંદુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે કાર્યવાહી કરી 3 લોકોની ધરપકડ કરી હતી.

    હિન્દુ સંગઠનનો આરોપ છે કે ત્યાંના કોંગ્રેસી ધારાસભ્યના દબાણમાં પોલીસ કાર્યવાહી કરી રહી નથી. હાલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ મામલો બાડમેરનાં બખાસર ગામનો છે, જ્યાં બે દિવસ પહેલા કેટલાક લોકો બૌદ્ધ ધર્મ અપનાવવાના નામે જનજાગૃતિ કાર્યક્રમ કરવા આવ્યા અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હતા. કાર્યક્રમ બાદ 10 લોકોએ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આરોપ છે કે આ પછી લોકોએ જય ભીમના નારા લગાવ્યા. તે જ સમયે તેઓએ હિન્દુ ધાર્મિક પુસ્તક ફાડી નાખ્યું અને તેમાં આગ લગાડી હતી, ત્યારબાદ તેઓએ અડધા બળી ગયેલા પુસ્તકને પગથી કચડી નાખવાનું શરૂ કર્યું હતું.

    આ ઘટના દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ એક વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ પછી હિન્દુવાદી સંગઠનોએ ગ્રામજનો સાથે મળીને બખાસર ગામમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ કેસને લઈને હિન્દુ સંગઠને પોલીસની કામગીરીને લઈને બાડમેર કલેક્ટર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમજ અન્ય આરોપીઓની 24 કલાકમાં ધરપકડ કરવાની માંગણી કરી હતી.

    - Advertisement -

    પોલીસની માહિતી અનુસાર, સમતા સૈનિક દળના અમૃત ધાંડે, ભંત કશ્યપ અને આનંદે બાડમેરના બખાસરમાં બૌદ્ધ ધર્મની દીક્ષા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં ધર્મ પરિવર્તન કરી હિંદુ ધાર્મિક ગ્રંથને આગ ચાપવામાં આવી હતી તેમજ તેને પગ વડે કચડતો વીડિયો પણ બનાવ્યો હતો. તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    હિંદુ ધર્મમાં માનનારા લોકોએ જવાબ આપતા કહ્યું કે, હિંદુસ્તાન એક એવો દેશ છે જે તમામ ધર્મોમાં વિશ્વાસ કરે છે. અહીં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે. પરંતુ, જો આ રીતે હિંદુ ધર્મગ્રંથનું અપમાન થશે તો સનાતની તેને સહન કરશે નહીં. ધાર્મિક ઉન્માદ ફેલાવનારાઓ સામે સમયસર પગલાં લેવા જોઈએ, અન્યથા સનાતની લોકોને મોટું આંદોલન કરવાની ફરજ પડશે.

    ગામના રતનસિંહ બખાસરે કહ્યું કે આ દેશનું નામ હિન્દુસ્તાન છે, તેમાં હિન્દુઓનું સ્થાન હંમેશા રહેશે ઘટનામાં કેટલાક અસામાજિક તત્વોએ ધર્મ પરિવર્તન કરાવી નફરત ફેલાવવાનું કામ કર્યું છે.

    આ મામલાને લઈને પોલીસનું કહેવું છે કે, હિંદુ ધાર્મિક ગ્રંથ ભગવદ ગીતાને સળગાવવાની પુષ્ટિ થઈ નથી. સાથે જ હિન્દુ સંગઠનના ભૂરસિંહ રાજપુરોહિતનું કહેવું છે કે ભગવદ ગીતા જેવા હિન્દુ ધર્મગ્રંથનું અપમાન સહન કરવામાં આવશે નહીં. વહીવટીતંત્રએ 24 કલાકમાં દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ, અન્યથા રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

    આમ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાવી તેમના દ્વારા હિંદુઓના ધાર્મિક પુસ્તોને ફાડી, સળગાવી અને પગ વડે કચડવાનો વિડીયો વાયરલ થતા હિંદુ સમાજ ઉગ્ર બન્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પોલીસ તેમજ કલેકટરને આવેદન કરી તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં