Tuesday, April 30, 2024
More
    હોમપેજગુજરાતજન્માષ્ટમીના ઉત્સવને લઈને કૃષ્ણમય થઈ રહ્યું છે ગુજરાત: ડાકોર, દ્વારકા ભક્તોને આવકારવા...

    જન્માષ્ટમીના ઉત્સવને લઈને કૃષ્ણમય થઈ રહ્યું છે ગુજરાત: ડાકોર, દ્વારકા ભક્તોને આવકારવા તૈયાર; તહેવારો નિમિત્તે ગુજરાતભરમાં દોડાવાશે એકસ્ટ્રા બસો

    આગામી તહેવારોને ધ્યાને લઈને એસટી નિગમના એકસ્ટ્રા બસો દોડાવવાના નિર્ણયની સાથે ગુજરાતમાં જન્માષ્ટમી મહાપર્વ નિમિત્તે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થાય છે પરંતુ ગુજરાતમાં દ્વારકા અને ડાકોર જેવા પવિત્ર તીર્થધામો આવેલા હોવાથી સમગ્ર ગુજરાતમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -

    ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆતથી તહેવારોની પણ શરૂઆત થઈ ચૂકી છે. શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાની સાથે અનેક તહેવાઓ પણ આવતા હોવાથી લોકોમાં આનદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રક્ષાબંધન પર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કોર્પોરેશને મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરીનો નિર્ણય લીધો હતો. જ્યારે હવે સાતમ-આઠમના તહેવારો નજીક હોવાથી ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા અનેક જગ્યાએથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જેનાથી લોકો સારી રીતે મુસાફરી કરી પોતાના ઘરે તહેવારોને ઉત્સાહભેર ઉજવી શકશે. આ સાથે જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા જગત મંદિર અને ડાકોર રણછોડરાયજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

    સાતમ-આઠમ પર એકસ્ટ્રા બસો દોડાવાશે

    શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમ જેવા પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા ગુજરાતનાં મુખ્ય શહેરોમાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકસ્ટ્રા બસો દોડવાથી લોકોને મુસાફરી કરવામાં સરળતા રહેશે અને સાતમ-આઠમના તહેવારો ધામધૂમથી ઉજવી શકશે.

    અમદાવાદ

    અમદાવાદ શહેરમાં એસટી નિગમ દ્વારા તહેવારો નિમિત્તે 500 એકસ્ટ્રા બસની 2 હજાર ટ્રીપનું એકસ્ટ્રા સંચાલન કરવામાં આવશે. તહેવાર સમયે લોકોને હાલાકી ના પડે અને પૂરતી સુવિધા મળી રહે તે માટેનો એસટી નિગમનો આ પ્રયાસ છે.

    - Advertisement -

    ગાંધીનગર

    ગાંધીનગર એસટી ડેપો દ્વારા સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દાહોદ, ગોધરા સહિત ઉત્તર ગુજરાતનાં વિવિધ વિસ્તારો તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા રાજ્યના ધાર્મિક સ્થળો ઉપર મુસાફરોને અવરજવરમાં સરળતા મળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.

    સુરત

    સાતમ-આઠમના તહેવારોને લઈને સુરત ST વિભાગ દ્વારા બે દિવસ માટે એકસ્ટ્રા બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. સારાં-આઠમ પર 100 જેટલી વધારાની બસો દોડાવાશે. જો લોકોમાં ઘસારો જોવા મળશે તો વધુ બસો પણ દોડાવવામાં આવશે. આ સાથે ગ્રુપ બુકિંગનો લાભ પણ આપવામાં આવશે.

    રાજકોટ

    રાજકોટ વિભાગ દ્વારા મૂકવામાં આવેલી 70 એકસ્ટ્રા બસ સાતમ-આઠમ પર દોડાવવામાં આવશે. હાલના સમીએથી જ રાજકોટમાં યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. તહેવારોને ધ્યાને લેતા એસટી ડેપો વ્યવસ્થા માટે તૈયારીઓ કરશે.

    આ સિવાય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એસટી નિગમ દ્વારા વિશેષ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવારો નિમિત્તે લોકો સરળતાથી મુસાફરી કરી પોતાના ઘરે જઈ શકે અથવા તો ધાર્મિક સ્થળો કે પર્યટન સ્થળો પર જઈ શકે એ માટે એસટી નિગમ દ્વારા આ વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે.

    જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ

    તહેવારોને ધ્યાને લઈને એસટી નિગમના એકસ્ટ્રા બસો દોડાવવાના નિર્ણયની સાથે ગુજરાતમાં જન્માષ્ટમી મહાપર્વ નિમિત્તે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થાય છે પરંતુ ગુજરાતમાં દ્વારકા અને ડાકોર જેવા પવિત્ર તીર્થધામો આવેલા હોવાથી સમગ્ર ગુજરાતમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખું ગુજરાત જાણે કૃષ્ણમય બની ગયું હોય એ રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં દ્વારકા, ડાકોર તથા અન્ય પ્રાદેશિક મંદિરોમાં જન્માષ્ટમીને લઈને જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. સ્થાનિક મંદિરોમાં મટકીઓ બાંધવામાં આવી છે, ભગવાન કૃષ્ણનું પ્રિય માખણ પણ પ્રસાદ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ સિવાય દ્વારકા અને ડાકોર જેવા તીર્થક્ષેત્રોમાં વિશેષ તૈયારીઓ જોવા મળી રહી છે.

    દ્વારકા જગત મંદિરમાં શ્રાવણ વદ આઠમને દિવસે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થશે. ભગવાનના જન્મોત્સવને લઈને દ્વારકાના જગત મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. અનેક પ્રકારની લાઇટો દ્વારા સમગ્ર દ્વારકા સપ્તરંગી બન્યું છે. મંદિરનું વાતાવરણ પણ એકદમ દિવ્ય લાગી રહ્યું છે.જન્માષ્ટમીના ઉત્સવમાં ભાગ લેવા માટે હજાઓ ભાવિકો ઉમટી પડશે. જન્માષ્ટમી અને પારણા નવમીના ભગવાન કૃષ્ણના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ દ્વારકામાં માનવ મેદની એકસાથે ઉમટી પડવાથી સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાશે.

    આ ઉપરાંત ડાકોર મંદિરમાં પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. વિવાદોની વચ્ચે પણ મંદિર તંત્ર અને ભક્તોએ એક થઈને જન્માષ્ટમીના પવિત્ર તહેવારની તૈયારીઓ આદરી દીધી છે. ડાકોરમાં હજારો દર્શનાર્થીઓને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં