Monday, May 6, 2024
More
    હોમપેજદેશઈસ્લામ કબૂલ કરવા માટે મુસ્લિમ પત્ની કરતી હતી દબાણ, હિંદુ યુવકે કરી...

    ઈસ્લામ કબૂલ કરવા માટે મુસ્લિમ પત્ની કરતી હતી દબાણ, હિંદુ યુવકે કરી લીધો આપઘાત: આરોપ- ખોટો રેપ કેસ કર્યા બાદ પૈસા પણ વસૂલ્યા હતા

    તેણે વિડીયોમાં કહ્યું, “પહેલાં તને મારતો અને પછી હું મરી જતો, પણ બાળકો માટે એવું નથી કર્યું. તું મને ઈસ્લામ કબૂલ કરાવવા માંગતી હતી. પરંતુ મેં તને ક્યારેય હિંદુ બનવા માટે નથી કહ્યું. તે બસ મારો ઉપયોગ કર્યો છે."

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હિંદુ યુવકે આત્મહત્યા કરી લીધી છે. મરતા પહેલાં તેને એક વિડીયો બનાવ્યો હતો. જેમાં યુવકે પોતાની મુસ્લિમ પત્ની પર આરોપ લગાવ્યા હતા કે, તેની પત્ની તેને ઈસ્લામ કબૂલ કરવા માટે મજબુર કરતી હતી. જયારે યુવકે તેવું ન કર્યું ત્યારે તે તેને છોડીને જતી રહી, અને બળાત્કારનો કેસ કરી યુવકને જેલ કરાવી હતી. જેનાથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લીધી છે.

    મળતી માહિતી પ્રમાણે આ ઘટના UPમાં કાનપુરના મિલીટ્રી કેમ્પ વિસ્તારની છે. જ્યાં શુભમ વાલ્મિકી નામનો હિંદુ યુવાન DJના કામ સાથે સંકળાયેલ હતો. DJ વગાડીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શુભમે મંગળવારે (2 જાન્યુઆરી 2024) પોતાના મકાનમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ શુભમના ઘરે પહોંચી હતી. જ્યાં તેના મોબાઈલ ફોનને ચેક કરતા આત્મહત્યાનુ કારણ સ્પષ્ટ થયું હતું. શુભમે આત્મહત્યા કરતા પહેલાં એક વિડીયો બનાવ્યો હતો. જેમાં મરવાનું કારણ તેની મુસ્લિમ પત્ની છે એવું જાણવા મળ્યું હતું.

    આ અંગે પોલીસ તપાસમાં યુવકના પરિવારે પણ જણાવ્યું કે શુભમ 13 વર્ષથી એક મુસ્લિમ યુવતીના પ્રેમમાં હતો. બંનેએ પરસ્પર સંમતિથી કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેમાં છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે કોઈ બાબતે અણબણ ચાલી રહી હતી. જે પછી મુસ્લિમ યુવતીએ તેને ખોટા રેપ કેસમાં ફસાવી જેલ કરાવી હતી. જેથી શુભમ વાલ્મિકીએ અંતે કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. યુવકના પિતાએ પણ શુભમની મુસ્લિમ પત્ની અને તેના પરિવાર પર આરોપ લગાવતા કહ્યું કે તે શુભમને ધર્મ બદલવા માટે દબાણ કરતી હતી. જે માટે શુભમ તૈયાર ન થતા બંને વચ્ચે વિવાદ વધ્યો હતો. યુવતીનો પરિવાર શુભમને હિંદુમાંથી ઈસ્લામ કબૂલ કરવા માટે મજબુર કરતો હતો.

    - Advertisement -

    શુભમે આત્માહત્યા કરતા પહેલાં એક વિડીયો બનાવ્યો હતો. જેમાં તેણે પત્ની પર ગંભીર આરોપ લગાવ્છેયા હતા. તેણે વિડીયોમાં કહ્યું, “પહેલાં તને મારતો અને પછી હું મરી જતો, પણ બાળકો માટે એવું નથી કર્યું. તું મને ઈસ્લામ કબૂલ કરાવવા માંગતી હતી. પરંતુ મેં તને ક્યારેય હિંદુ બનવા માટે નથી કહ્યું. તે બસ મારો ઉપયોગ કર્યો છે. તે મને ખોટા રેપ કેસમાં ફસાવ્યો, મને જેલ મોકલી મારું જીવન બર્બાદ કરી નાખ્યું. હવે મરવા સિવાય મારી પાસે કોઈ ચારો નથી.”

    આ ઉપરાંત મુસ્લિમ યુવતી અને તેના પરિવાર પર અઢી લાખ રૂપિયાની ઉઘરાણી બાબતે પણ આરોપ લગાવ્યા હતા. હવે આ મામલે હવે DCP રવીન્દ્ર કુમારે શુભમ વાલ્મિકીના આત્મહત્યાના વિડીયોના આધારે મુસ્લિમ પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં