Wednesday, April 24, 2024
More
  હોમપેજગુજરાત'તપાસનું કામ પોલીસનું અમારું નહીં': ગુજરાત યુનિવર્સીટી મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પીટીશન...

  ‘તપાસનું કામ પોલીસનું અમારું નહીં’: ગુજરાત યુનિવર્સીટી મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પીટીશન ફગાવી; ઉપકુલપતિ નીરજા ગુપ્તાએ કહ્યું- જાહેરમાં નમાજ ન પઢી શકાય

  ગુજરાત હાઈકોર્ટમાં એક એડવોકેટ દ્વારા ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુધ્ધ માયીની પીઠ સમક્ષ યુનિવર્સીટીની ઘટનાને સુઓમોટો તરીકે લેવા માટે પીટીશન દાખલ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે આ સુઓમોટો પીટીશન સ્વીકારવાની સ્પષ્ટ ના પાડ દીધી હતી.

  - Advertisement -

  ગુજરાત યુનિવર્સિટીમાં જાહેરમાં નમાજ પઢવા મામલે અફઘાની વિદ્યાર્થીએ યુવકને માર માર્યા બાદ ઉભા થયેલા બખેડામાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. આ મામલામાં પહેલા 2 અને બાદમાં 3 એમ કૂલ ત્રણ લોકોની અટકાયત બાદ ગુજરાત હાઈ કોર્ટમાં સુઓમોટો પીટીશન દાખલ કરવામાં આવી હતી. જોકે હાઈ કોર્ટે આ પીટીશન ત્વરિતપણે ફગાવી દીધી હતી. બીજી તરફ ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિએ મહત્વપૂર્ણ ટીપ્પણી આપતા કહ્યું હતું કે જાહેર જગ્યા પર નમાજ પઢી શકાય નહીં.

  ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સીટી મામલે IPC કલમ 143, 144, 147, 149, 427, 323, 324, 337, 447 મૂજબ કલમો હેઠળ ગુનો નોંધી 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. સાથે જ તાજેતરમાં અટકાયત કરવામાં આવેલા ત્રણેય લોકોને અમદાવાદ મેટ્રો કોર્ટ લાવવામાં આવ્યા હતા. બીજી તરફ યુનિવર્સીટી કેમ્પસમાં ઠેર ઠેર પોલીસ ખડકી દેવામાં આવી છે. દરમિયાન ઘટનાને લઈને ABVPએ ઉપકુલપતિને આવેદન પત્ર પણ સોંપવામાં આવ્યું હતું. તેવામાં ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિની મહત્વપૂર્ણ ટીપ્પણી સામે આવી હતી.

  જાહેરમાં નમાજ ન કરી શકાય- ઉપકુલપતિ નીરજા ગુપ્તા

  દિવ્યભાસ્કરે આપેલા અહેવાલ અનુસાર યુનિવર્સીટીના ઉપકુલપતિ નીરજા ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “નમાજ કે અન્ય પ્રવૃત્તિઓ માત્ર ધાર્મિક જગ્યાએ કે રૂમમાં જ કરી શકય. જાહેરમાં નમાજ કે અન્ય ધાર્મિક પ્રવુત્તિઓ ન કરી શકાય. આ આખી ઘટનામાં જ્યાં-જ્યાં ક્ષતિ નજરે પડી રહી છે, ત્યાં-ત્યાં કામ કરવામાં આવી રહ્યું છે. કેટલાક સ્ટાફની પણ બદલી કરવામાં આવી છે. સાથે જ અમે સુરક્ષાની ચોકસાઈ માટે સિક્યુરિટી ગાર્ડનો પણ વધારો કર્યો છે. યુનિવર્સીટી NRI હોસ્ટેલ બનીને તૈયાર તો છે, પરંતુ તેમાં ફાયર સેફટીના સાધનો લાગવાના બાકી હોવાના કારણે તેની ફાળવણી નથી કરવામાં આવી.”

  - Advertisement -

  સુઓમોટો માટે રજૂઆત હાઈ કોર્ટે ફગાવી

  બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં એક એડવોકેટ દ્વારા ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુધ્ધ માયીની પીઠ સમક્ષ યુનિવર્સીટીની ઘટનાને સુઓમોટો તરીકે લેવા માટે પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ પીટીશનમાં એડવોકેટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 20થી 30 લોકોના ટોળાએ આંતરરાષ્ટ્રીય કરાર પર ભણવા આવેલા હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે. જોકે હાઈકોર્ટે આ સુઓમોટો પીટીશન સ્વીકારવાની સ્પષ્ટ ના પાડ દીધી હતી.

  આ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટીપ્પણી કરતા કહ્યું હતું કે, “તપાસ કરવાનું કામ પોલીસનું છે, હાઈકોર્ટનું નહીં. આ કોઈ જાહેર હિતનો મુદ્દો નથી કે તેમાં હાઈકોર્ટ તપાસ આદરે. પોલીસ કમિશનરે પોતે ઘટના સ્થળે જઈને તપાસ કરી છે અને કેટલાક લોકોને જડપી પણ લેવાયા છે. તપાસનું કામ પોલીસનું છે અમારું નહીં.”

  શું હતી આખી ઘટના?

  ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં આવેલ એક બ્લોકમાં અમુક વિદ્યાર્થીઓ જાહેરમાં નમાજ પઢી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં કેટલાક અન્ય યુવાનો પુચ્છા કરવા જાય છે કે કેમ આ રીતે જાહેરમાં નમાજ પઢાઈ રહી છે. યુવાનો ત્યાંના સિક્યોરિટી ગાર્ડને પૂછે છે કે કેમ આ રીતે જાહેરમાં નમાજ પઢાય છે. તો ગાર્ડ કહે છે કે આ લોકો તો હંમેશા અહીંયા જ પઢે છે. યુવાનો કહે છે કે નમાજ માટે મદરેસા મસ્જિદ વગેરે હોય જ છેને. એવામાં નમાજ પઢી રહેલ એક વિદેશી મુસ્લિમ વિદ્યાર્થી ઉભો થઈને આવે છે અને હિંદુ યુવાનને કેટલાય લાફા મારી દે છે અને અપશબ્દો કહે છે.

  આ ઘટના બાદ બંને જૂથો વચ્ચે ધમાલ શરૂ થાય છે. ત્યાર બાદ ઇસ્લામવાદીઓ અને હિંદુદ્વેષીઓએ ધમાલ શરૂ થઈ તે સમયના વિડીયો સિવાય અન્ય તમામ વિડીયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને દાવા કર્યા હતા કે વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર થયો છે. તેવામાં ઑપઇન્ડિયાએ આ વિષયની તપાસ શરૂ કરીને ઘટના ક્યાંથી શરૂ થઈ તે ઉજાગર કર્યું હતું. વાસ્તવમાં અફઘાની વિદ્યાર્થીએ સિક્યુરિટી ગાર્ડ સાથે પૂછપરછ કરી રહેલા યુવક પર હુમલો કરીને માર માર્યા બાદ આ આખી ઘટના સામે આવી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં