Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાત'થપ્પડ નમાજ પઢનારે મારી, તોય ફેક ન્યુઝ ફેલાવી ભડકાવી રહ્યો છે ઝુબૈર':...

    ‘થપ્પડ નમાજ પઢનારે મારી, તોય ફેક ન્યુઝ ફેલાવી ભડકાવી રહ્યો છે ઝુબૈર’: ગુજરાત યુનિવર્સીટી મામલે ‘ALT ન્યુઝ’ના સહ સંસ્થાપક વિરુદ્ધ દિલ્હીમાં ફરિયાદ

    ફરીયાદી અને સાયબર વિભાગમાં વકીલાત કરતા ચાંદની પ્રીતિ વિજય કુમાર શર્માએ કહ્યું છે કે ઝુબૈર સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવા પ્રયત્નો કરી રહ્યો છે.

    - Advertisement -

    અફઘાની વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીને થપ્પડ માર્યા બાદ થયેલા હોબાળા બાદ ગુજરાત યુનિવર્સીટી મામલે ALT ન્યુઝના સહ સંસ્થાપક મહોમ્મદ ઝુબૈર વિરુદ્ધ દિલ્હીમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ઝુબૈર ખોટી માહિતી ફેલાવી રહ્યો હોવાનો આરોપ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. આ મામલે ફરીયાદી અને સાયબર વિભાગમાં વકીલાત કરતા ચાંદની પ્રીતિ વિજય કુમાર શર્માએ કહ્યું છે કે ઝુબૈર સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવા પ્રયત્નો કરી રહ્યો છે.

    ગુજરાત યુનિવર્સીટી મામલે ALT ન્યુઝના સહ સંસ્થાપક મહોમ્મદ ઝુબૈર વિરુદ્ધ દિલ્હીમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવતા કહેવામાં આવ્યું છે કે, “મહોમ્મદ ઝુબૈર ALTNews નામનું મીડિયા પોર્ટલ ચલાવે છે અને પોતે સ્વતંત્ર ફેક્ટ-ચેકર હોવાનો દાવો કરે છે. સોશિયલ મીડિયામાં ઝુબૈર દ્વારા જાણીજોઈને કરવામાં આવેલી ભડકાઉ પોસ્ટથી સાંપ્રદાયિક અશાંતિ ફેલાઈ શકે છે. ખાસ તો 2024ની લોકસભા ચૂંટણીઓ માથે છે તેવામાં આ પ્રકારની ધાર્મિક સૌહાર્દને હાની પહોંચાડી શકે છે.” ફરીયાદીએ આ ફરિયાદમાં ઝુબૈર દ્વારા ફેલાવવામાં આવેલી ખોટી માહિતીનું વિવરણ પણ આપવામાં આવ્યું હતું.

    શું હતી ઝુબૈરની પોસ્ટ?

    ઉલ્લેખનીય છે કે મહોમ્મદ ઝુબૈરે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “રવિવારે (17 માર્ચ 2024) અફઘાનિસ્તાનનો એક વિદ્યાર્થી ‘ન્યુઝ કેપિટલ ગુજરાત’ સાથે વાત કરી રહ્યો હતો. તેણે જણાવ્યું કે હોસ્ટેલના A બ્લોકમાં 15 અફઘાની વિદ્યાર્થીઓ નમાજ પઢી રહ્યા હતા. 3 લોકો આવ્યા અને તેમને આમ કરતા અટકાવ્યા. નમાજ પૂરી કરીને આખરે તેમને તકલીફ શું છે? ગુંડાઓએ તેમને ધાર્મિક નારા લગાવવા માટે કહ્યું. તેઓ પરત ગયા અને થોડી વાર બાદ 200-250ની સંખ્યામાં પરત આવ્યા. તેમની પાસે ડંડા અને છરીઓ હતી. તેમણે પથ્થરમારો કર્યો. બાઈક, લેપટોપ, ફોન, એસી અને સાઉન્ડ સીસ્ટમ તોડી નાખી.”

    - Advertisement -

    શું હતી આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં આવેલ એક બ્લોકમાં અમુક વિદ્યાર્થીઓ જાહેરમાં નમાજ પઢી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં કેટલાક અન્ય યુવાનો પુચ્છા કરવા જાય છે કે કેમ આ રીતે જાહેરમાં નમાજ પઢાઈ રહી છે. યુવાનો ત્યાંના સિક્યોરિટી ગાર્ડને પૂછે છે કે કેમ આ રીતે જાહેરમાં નમાજ પઢાય છે. તો ગાર્ડ કહે છે કે આ લોકો તો હંમેશા અહીંયા જ પઢે છે. યુવાનો કહે છે કે નમાજ માટે મદરેસા મસ્જિદ વગેરે હોય જ છેને. એવામાં નમાજ પઢી રહેલ એક વિદેશી મુસ્લિમ વિદ્યાર્થી ઉભો થઈને આવે છે અને હિંદુ યુવાનને કેટલાય લાફા મારી દે છે અને અપશબ્દો કહે છે.

    આ ઘટના બાદ બંને જૂથો વચ્ચે ધમાલ શરૂ થાય છે. ત્યાર બાદ ઇસ્લામવાદીઓ અને હિંદુદ્વેષીઓએ ધમાલ શરૂ થઈ તે સમયના વિડીયો સિવાય અન્ય તમામ વિડીયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને દાવા કર્યા હતા કે વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર થયો છે. તેવામાં ઑપઇન્ડિયાએ આ વિષયની તપાસ શરૂ કરીને ઘટના ક્યાંથી શરૂ થઈ તે ઉજાગર કર્યું હતું. વાસ્તવમાં અફઘાની વિદ્યાર્થીએ સિક્યુરિટી ગાર્ડ સાથે પૂછપરછ કરી રહેલા યુવક પર હુમલો કરીને માર માર્યા બાદ આ આખી ઘટના સામે આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં