Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલવ જેહાદીઓ સામે હર્ષ સંઘવીનો આક્રમક અંદાજ, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું: ‘કોઈ સલીમ...

    લવ જેહાદીઓ સામે હર્ષ સંઘવીનો આક્રમક અંદાજ, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું: ‘કોઈ સલીમ સુરેશ બનીને મારી ભોળી દીકરીને ફસાવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે’

    હર્ષ સંઘવીએ કહ્યું કે, “આવા કેસોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આવા કેસોના મૂળ સુધી પહોંચીશું. એક-એક કિસ્સાને ગંભીરતાથી લેવામાં આવશે.”

    - Advertisement -

    લવ જેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ મુદ્દે આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. મોરબીના પ્રવાસે ગયેલા હર્ષ સંઘવીએ લવ જેહાદ કરનારાને ચેતવણી આપી હતી કે, કોઈ પણ નામ બદલીને આવું કૃત્ય કરશે તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી મોરબી ખાતે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા.

    સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો કાર્યવાહી કરવામાં આવશે

    મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, દુનિયાના કોઇપણ ખૂણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર સાહેબ, પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે બદનામ કરવાવાળા કાન ખોલીને સાંભળી લે… કોઇ સલીમ સુરેશ બનીને મારી ભોળી દીકરીને ફસાવશે તો તે દીકરીના ભાઈ તરીકે હું અહીં આવ્યો છું. કોઈ સુરેશ સલીમ બનીને પ્રેમ કરે તે પણ ખોટું છે. પ્રેમ કરવાનો હક બધાને છે. પણ પ્રેમના નામે કોઈ ભોળી દીકરીને ફસાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ફરિયાદના દિવસે જ કાર્યવાહી કરવામાં આવશે

    હર્ષ સંઘવીએ કહ્યું કે, “આવા કેસોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આવા કેસોના મૂળ સુધી પહોંચીશું. એક-એક કિસ્સાને ગંભીરતાથી લેવામાં આવશે.” આ ઉપરાંત, પોલીસને આવી ફરિયાદ કે અરજી આવે તો એ જ દિવસે તેની કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

    - Advertisement -

    હર્ષ સંઘવીએ મોરબી નગરજનોને વિનંતી કરી હતી કે, કોઈની આસ્થા અને ભાવનાને ઠેસ ન પહોંચે તેની જવાબદારી તમામ સમાજના અગ્રણીએ લેવી જોઈએ. પોલીસ સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ પ્રકારની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવશે.

    દેશભરમાં વધી રહ્યા છે લવ જેહાદના કિસ્સા

    દેશભરમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે ત્યારે મોરબી પણ તેમાંથી બાકાત નથી. ગત વર્ષે ડિસેમ્બરમાં આસિફ નામના યુવકે અશોક નામ ધારણ કરીને હિંદુ યુવતીને ફસાવી હતી. 20 વર્ષીય યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોરબીના આસિફ મામદ મકરાણીએ અશોક બાબુભાઈ નામ ધારણ કરીને તેને ફોસલાવીને ફસાવી હતી અને અનેક વાર બળાત્કાર પણ કર્યો હતો. પોલીસે આસિફ સામે અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં