Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત: PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ...

    ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત: PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ પિક્ચર બદલીને તિરંગો લગાવ્યો, લોકોને પણ કરી અપીલ

    PM મોદીએ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને દેશવાસીઓને સોશિયલ મીડિયા ડીપીમાં તિરંગો મૂકવાની અપીલ કરીને સૌને અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.

    - Advertisement -

    સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરાવી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લોકોને અપીલ પણ કરી હતી. 

    PM મોદીએ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને દેશવાસીઓને સોશિયલ મીડિયા ડીપીમાં તિરંગો મૂકવાની અપીલ કરીને સૌને અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. તેમણે લખ્યું, ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે ચાલો આપણાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સનાં ડીપી બદલીએ અને આપણા રાષ્ટ્ર સાથેના બંધનને વધુ ગાઢ બનાવતા પ્રયાસોમાં સહકાર આપીએ. 

    વડાપ્રધાને પોતાના ટ્વિટર અકાઉન્ટનું પ્રોફાઈલ પિક્ચર બદલીને તિરંગો મૂક્યો હતો. PM મોદીએ અપીલ કર્યા બાદ સોશિયલ મીડિયા પર હવે લોકો પણ ડીપી બદલવા માંડ્યા છે. 

    - Advertisement -

    ‘હર ઘર તિરંગા’ અભિયાન સૌથી પહેલાં વર્ષ 2022માં શરૂ કરવામાં આવ્યું હતું. દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાને નાગરિકોને ઘર પર તિરંગો ફરકાવવા માટે તેમજ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સનાં ડીપી બદલવા માટે આહવાન કર્યું હતું. વડાપ્રધાનના આ અભિયાનને દેશભરમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો. 

    શનિવારે (12 ઓગસ્ટ, 2023) સંસ્કૃતિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ પોસ્ટ ઑફિસોમાં વેચાણ માટે લગભગ અઢી કરોડ રાષ્ટ્રધ્વજ મોકલવામાં આવ્યા છે. ગયા વર્ષે તેની સંખ્યા 1 કરોડની હતી. તેમણે કહ્યું કે, આ અભિયાન એક જનઆંદોલન બની ગયું છે. કેન્દ્રીય સંસ્કૃતિ સચિવે કહ્યું હતું કે, અમારું લક્ષ્ય છે કે 2023માં પણ આ અભિયાન મોટાપાયે અને એ જ પ્રતિબદ્ધતાથી મનાવવામાં આવે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 

    બીજી તરફ સ્વતંત્રતા દિવસની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે લાલ કિલ્લા ખાતે સેના દ્વારા ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું તેમજ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી. 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 10મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે. 

    ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન પણ શરૂ થયું છે

    PM મોદીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનને ચાલુ રાખવા માટે કહ્યું હતું તો સાથે અન્ય પણ એક અભિયાન લૉન્ચ કર્યું હતું. ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દેશભરમાં અમર બલિદાનીઓની સ્મૃતિમાં કાર્યક્રમો યોજાશે અને તેમની યાદમાં દેશની લાખો ગ્રામ પંચાયતોમાં વિશેષ શિલાલેખ પણ સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું હતું કે, આ અભિયાન હેઠળ દેશમાં અમૃત કળશ યાત્રા પણ યોજવામાં આવશે. દેશનાં ગામેગામ અને ખૂણેખૂણેથી 7500 કળશમાં માટી લઈને રાજધાની દિલ્હી પહોંચશે, યાત્રા પોતાની સાથે અલગ-અલગ વિસ્તારના છોડ પણ લઇ આવશે. આ માટી અને છોડથી નેશનલ વૉર મેમોરિયલ પાસે અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બની રહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં