Monday, September 16, 2024
More
    હોમપેજદેશ‘અધિકારીઓએ ઉતાવળમાં કાર્યવાહી કરી, મૌલાનાઓને વિશ્વાસમાં લેવા જોઈતા હતા’- આવું માનવું છે...

    ‘અધિકારીઓએ ઉતાવળમાં કાર્યવાહી કરી, મૌલાનાઓને વિશ્વાસમાં લેવા જોઈતા હતા’- આવું માનવું છે હલ્દ્વાનીના કોંગ્રેસી ધારાસભ્યનું

    કોંગ્રેસ નેતા જે રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, એનાથી એવું જ લાગે છે કે પ્રશાસને કાર્યવાહી માટે કોર્ટના આદેશની જગ્યાએ મૌલવી અને મૌલાનાઓનો આદેશ લેવો જોઈતો હતો અને તેમની સહમતિ બાદ જ કાર્યવાહી કરવી જોઈતી હતી.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોર્ટના આદેશ બાદ વહીવટીતંત્રે ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. ત્યારબાદ કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ સ્થિતિને એટલી હિંસક બનાવી દીધી કે શહેરમાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં 300 લોકો ઇજાગ્રસ્ત થયા. પ્રશાસને ગુરુવારે (8, ફેબ્રુઆરી 2024) હલ્દ્વાનીના બનફુલપુરા વિસ્તારમાં ‘માલિક કે બગીચે’ સ્થતિ ગેરકાયદેસર બનેલી મસ્જિદ અને મદરેસા પર બુલડોઝર કાર્યવાહી કરી હતી. ત્યારબાદ કટ્ટરપંથી ટોળાએ અચાનક પોલીસ પર હુમલો કરી દીધો હતો.

    ઉપદ્રવીઓના ટોળાએ પથ્થરમારા સાથે પેટ્રોલ બૉમ્બનો પણ હુમલામાં પ્રયોગ કર્યો હતો. ડઝનથી વધુ સરકારી વાહનોને અને પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી હતી. સ્થિતિ ગંભીર જોતાં હલ્દ્વાનીમાં કર્ફ્યું લાદવામાં આવ્યો છે. નૈનીતાલના ડીએમએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું આ એક પૂર્વ આયોજિત કાવતરું હતું. તેમણે સમગ્ર હુમલો કઈ રીતે થયો અને કયા પ્રકારનું કાવતરું રચવામાં આવ્યું હતું તે વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું.

    આ સમગ્ર ઘટના મામલે હવે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમના નિવેદનોથી એવું લાગી રહ્યું છે કે તેઓ પ્રશાસન દ્વારા થયેલી કાર્યવાહી સામે કટ્ટરપંથીઓ દ્વારા થયેલા હુમલાને એક રીતે અવગણતા હોય. કોંગ્રેસ નેતા જે રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, એનાથી એવું જ લાગે છે કે પ્રશાસને કાર્યવાહી માટે કોર્ટના આદેશની જગ્યાએ મૌલવી અને મૌલાનાઓનો આદેશ લેવો જોઈતો હતો અને તેમની સહમતિ બાદ જ કાર્યવાહી કરવી જોઈતી હતી.

    - Advertisement -

    કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય સુમિત હૃદયેશ કહ્યું કે, ”આ પ્રશાસન અને અધિકારીઓની મોટી ચૂક છે. સ્થાનિક લોકો અને મૌલાનાઓને વિશ્વાસમાં લઈને ચર્ચા કરવી જોઈતી હતી. તમે (વહીવટ) અચાનક ત્યાં પહોંચી ગયા અને કોઈપણ માહિતી વિના આવી કાર્યવાહી કરી. જે પણ થયું તે અયોગ્ય છે. આઝાદી બાદ હલ્દ્વાની શહેરમાં આવું ક્યારેય જોયું નથી. આ કાળો દિવસ છે.”

    તેમણે કહ્યું કે, “અમે તો અહિંસામાં માનનારા લોકો છીએ. મારી માંગ છે કે આ ઘટનાની તપાસ કરવામાં આવે. કઈ રીતે આ બધું શરૂ થયું….અમુક અધિકારીઓ પોતાને બહુ મોટા સમજે છે…કારણ કે લૉ એન્ડ ઑર્ડર તેમના માટે એક મોટી બાબત હોય છે અને આજે પ્રશાસન નિષ્ફળ ગયું છે.” તેમણે કહ્યું કે, તેમની CM સાથે વાત થઈ અને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. આગળ કહ્યું કે, ‘દોષીઓ જે કોઇ પણ હોય, કાર્યવાહીની શરૂઆત કોણે કરી, તેમનો દોષ શું છે, તેની તપાસ થવી જોઈએ અને દોષી જે કોઇ હોય, સરકારી સંપત્તિ પર આગ લગાવવી, વાહનોમાં આગ લગાવવી, એ સ્વીકારી શકાય નહીં.”

    આ એ જ સુમિત હૃદયેશ છે જે રેલવેની જમીન પર કબજો જમાવીને ત્યાં વસેલા હજારો લોકોની વસ્તીને હટાવવા વિરુદ્ધ ઊભા રહી ગયા હતા. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહીં 20 ઈબાદતગાહ પણ બનાવવામાં આવ્યાં છે. જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે કોંગ્રેસના સલમાન ખુર્શીદ ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓને બચાવવા આવી ગયા હતા. ત્યારે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય સુમિત હૃદયેશ પણ બચાવ પક્ષમાં હતા.

    ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં UCC પાસ થઇ ગયું છે. જેને લઈને પણ વિપક્ષોએ વાતારવણ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે, UCCથી રાજ્યમાં અશાંતિ ફેલાઈ શકે છે, અને રાજ્યની સ્થિતિ મણિપુર જેવી થઇ શકે છે.

    આ ઉપરાંત મુસ્લિમ મૌલાનાઓએ રસ્તા પર ઉતરવાની પણ ચીમકી આપી હતી. પોતાને પીસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગણાવતા શાદાબ ચૌહાણે મુસ્લિમોની તાકાતને ઓછી ન આંકવાની ધમકી આપી હતી. તેણે હિંસાના બે દિવસ પહેલા કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, “ભારતના મુસ્લિમોને અલ્લાહના આદેશો અને અમારા પયગમ્બરના માર્ગનું પાલન કરતા રોકવાનો કોઈને અધિકાર નથી. જો તમે અમને કમજોર માની રહ્યા હોય તો તમારી ભૂલ છે, તમે અમારી તાકાતનો અંદાજો લગાવી ન શકો. અમે દરેક બંધારણીય સંઘર્ષ માટે તૈયાર છીએ. અમારી તાકાત બંધારણની કલમ 25 છે, જેની સામે તમારી કોઈ સ્થિતિ નથી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને કોંગ્રેસ, આ માટે બંધારણીય સંઘર્ષની જવાબદારી તમારી પણ છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં