Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ'જ્ઞાનવાપીને મસ્જિદ કહેવાનું બંધ કરો, એ ભગવાન શિવનું મંદિર છે': વિવાદિત માળખા...

    ‘જ્ઞાનવાપીને મસ્જિદ કહેવાનું બંધ કરો, એ ભગવાન શિવનું મંદિર છે’: વિવાદિત માળખા વિશે બોલ્યા બાગેશ્વર ધામ સરકાર, CM યોગીએ પણ આપ્યું હતું આવું જ નિવેદન

    CM યોગીના નિવેદનનું ધીરેન્દ્ર શાસ્ત્રીએ સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, "જ્ઞાનવાપીનું તો નામ જ જણાવી રહ્યું છે કે તે જ્ઞાનનો કૂવો છે. મે કુરાન વાંચી નથી પણ જો તેમાં ક્યાંય જ્ઞાનવાપી શબ્દનો ઉલ્લેખ હોય તો મને બતાવો."

    - Advertisement -

    બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જ્ઞાનવાપી તરીકે ઓળખાતા વિવાદિત માળખા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે, જે હાલ ચર્ચામાં છે. જ્ઞાનવાપી પરિસરમાં ચાલી રહેલા સરવેને લઈને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા જણાવાયું કે, તેને મસ્જિદ કહેવાનું બંધ કરો. તેમણે જ્ઞાનવાપીને શિવમંદિર હોવાનું જણાવતા કહ્યું હતું કે, જ્ઞાનવાપીને મસ્જિદ કહેવાનું બંધ કરવું જોઈએ, તે એક શિવ મંદિર છે. આ સાથે જ તેમણે નૂંહ જેવી ઘટનાને પણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

    મીડિયા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને જ્ઞાનવાપી પરિસરમાં ચાલી રહેલા સરવે વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તે પ્રશ્નનો જવાબ આપતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બોલ્યા હતા કે ” જ્ઞાનવાપી મસ્જિદ નથી. સૌથી પહેલા તેને મસ્જિદ કહેવાનું બંધ કરો. જ્ઞાનવાપી ભગવાન શંકરનું મંદિર છે. અમે સનાતની સૌને સાથે લઈને ચાલવાવાળા છીએ.”

    આ સાથે જ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને નૂંહમાં થયેલી હિંસાને લઈને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે. “નૂંહ જેવી ઘટનાઓ થવી દુર્ભાગ્યપૂર્ણ છે, દેશનું દુર્ભાગ્ય છે કે સનાતની હિંદુઓ આવા પ્રકારની ઘટના જોઈ રહ્યા છે.” નોંધનીય છે કે ગત થોડા દિવસો પહેલા હરિયાણાના નૂંહમાં હિંદુઓની વ્રજમંડલ યાત્રા પર મુસ્લિમો દ્વારા થયેલા હુમલા બાદ ભારે હિંસા થઈ હતી. જેમાં છ લોકો અવસાન પામ્યા હતા.

    - Advertisement -

    ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યું હતું CM યોગીનું સમર્થન

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી વિવાદિત માળખાને લઈને નિવેદન આપ્યું હતું. ANIનાં તંત્રી સ્મિતા પ્રકાશ સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે, “જો તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે.. ભગવાને જેમને દ્રષ્ટિ આપી છે તેઓ જુએ ને, મસ્જિદની અંદર ત્રિશુળ શું કરી રહ્યું છે? અમે તો નથી રાખ્યું, ત્યાં અંદર જ્યોતિર્લિંગ છે.. ભગવાનની પ્રતિમાઓ છે, મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ કે એક ઐતિહાસિક ભૂલ થઈ છે, અને તે ભૂલ બદલ અમે ઈચ્છીએ છીએ કે સમાધાન થાય.”

    યોગી આદિત્યનાથે આગળ જણાવ્યું હતું કે, “જ્ઞાનવાપીની દીવાલો ચીસો પાડી-પાડીને જુબાની આપી રહી છે, આપણને ત્યાંની સ્થિતિ દેખાડી રહી છે. આ મુદ્દે મુસ્લિમ સમાજે આગળ આવવું જોઈએ.”

    CM યોગીના આ નિવેદનનું ધીરેન્દ્ર શાસ્ત્રીએ સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, “જ્ઞાનવાપીનું તો નામ જ જણાવી રહ્યું છે કે તે જ્ઞાનનો કૂવો છે. મે કુરાન વાંચી નથી પણ જો તેમાં ક્યાંય જ્ઞાનવાપી શબ્દનો ઉલ્લેખ હોય તો મને બતાવો.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં