Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતવાઇબ્રન્ટ સમિટ-2024માં દ્વિપક્ષીય બેઠકોની શરૂઆત: સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ, ડેકીન યુનિવર્સીટીના ચાન્સેલર અને...

    વાઇબ્રન્ટ સમિટ-2024માં દ્વિપક્ષીય બેઠકોની શરૂઆત: સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ, ડેકીન યુનિવર્સીટીના ચાન્સેલર અને Timor-Lesteના વડા સાથે PM મોદીએ કરી મુલાકાત

    માનવામાં આવી રહ્યું છે, કે ગુજરાત સરકાર દ્વારા 10થી 12મી જાન્યુઆરી સુધી આયોજિત ત્રી-દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વખતે રોકાણના પાછલા તમામ રેકર્ડ તૂટી શકે છે. આ વખતે 33 દેશો સમિટ અંતર્ગત પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ ચૂક્યા છે.

    - Advertisement -

    ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આયોજીત વાઇબ્રન્ટ સમિટ-2024 સમિટને માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી ચૂક્યા છે. ત્યારે માહિતી મળી રહી છે કે, વાઇબ્રન્ટ સમિટ-2024 માટેની ગાંધીનગર ખાતે વિવિધ બેઠકો શરૂ થઇ ગઈ છે. જેમાં PM મોદી અને ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ વિવિધ દેશોના વડાઓ, સંસ્થાઓ સાથે બેઠક કરી રહ્યા છે. જે અંતર્ગત સૌ પ્રથમ પાંચ ગ્લોબલ કંપનીના CEO સાથે PM મોદી બેઠક કરશે.

    સમાચાર મળી રહ્યા છે કે વાઇબ્રન્ટ સમિટ-2024 અંતર્ગત PM મોદીએ  ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ તોશીહીરો સુઝુકી (Toshihiro Suzuki) સાથે ઉષ્માપૂર્ણ મુલાકાત કરી છે. ઓટો મોબાઈલ ક્ષેત્રમાં સુઝુકી મોટર્સનું નામ જાણીતું છે.

    આ ઉપરાંત PM મોદી ડેકીન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર લાઈન માર્ટીન (Iain Martin)ને મળ્યા. ડેકીન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા દેશની સૌથી મોટી યુનિવર્સીટીઓમાંથી એક છે. આ સાથે ગાંધીનગરમાં તિમોર-લેસ્તેના પ્રેસિડેન્ટ જોસ રામોસ-હોર્ટા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી, જે પછી તિમોર-લેસ્તેના (Timor-Leste) પ્રેસિડેન્ટ જોસ રામોસ-હોર્ટાએ ગુજરાતને વિકાસનું મોડેલ ગણાવ્યું હતું. Timor-Leste વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી છે

    - Advertisement -

    આ બેઠક પછી ગુજરાતના CM  ભૂપેન્દ્ર પટેલે પણ તિમોર-લેસ્તેના પ્રમુખ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ અંગે CMOના ઓફિશિયલ X એકાઉન્ટ પરથી માહિતી આપવામાં આવી છે. આ સાથે CM ભૂપેન્દ્ર પટેલે જાપાનના મંત્રી વાઈસ મિનિસ્ટર ઓફ ઈકોનોમિક હોસાકા શિન સાથે બેઠક કરી જે દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતમાં વધતા જાપાનના રોકાણની પ્રશંસા કરી અને આગામી રોકાણો અંગે ચર્ચા કરી.

    માનવામાં આવી રહ્યું છે, કે ગુજરાત સરકાર દ્વારા 10થી 12મી જાન્યુઆરી સુધી આયોજિત ત્રી-દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વખતે રોકાણના પાછલા તમામ રેકર્ડ તૂટી શકે છે. આ વખતે 33 દેશો સમિટ અંતર્ગત પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કાર્યક્રમની શરૂઆત પહેલાં ગુજરાત સરકાર સાથે ₹10 લાખ કરોડથી વધુના મૂડીરોકાણવાળા MoU થઈ ગયા છે. આ કાર્યક્રમથી આગામી સમયમાં લાખો રોજગારીઓ ઉભી થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં