Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતવાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના ઉદ્ઘાટન માટે ગુજરાત પહોંચ્યા PM મોદી: UAEના રાષ્ટ્રપતિ સાથે...

    વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના ઉદ્ઘાટન માટે ગુજરાત પહોંચ્યા PM મોદી: UAEના રાષ્ટ્રપતિ સાથે કરશે રોડ શો, જાણો શું છે વડાપ્રધાનનો બે દિવસનો કાર્યક્રમ

    10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું આયોજન PM મોદીના હસ્તે થશે. દેશના અને દુનિયાના અનેક મહત્વના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.

    - Advertisement -

    રાજ્યના મહત્વના એવા ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024નું આયોજન ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે. દેશ-વિદેશના મહત્વના ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમમાં સહભાગી થવાના છે. ત્યારે દેશના વડાપ્રધાન પણ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ માટે ગુજરાત પહોંચ્યા છે. PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. જેને લઈને તેઓ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના ઉદ્ઘાટન માટે PM મોદી અમદાવાદ પહોંચી ચૂક્યા છે. સમિટના ઉદ્ઘાટન પહેલાં PM મોદી ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેવાના છે. નોંધનીય છે કે, 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું આયોજન PM મોદીના હસ્તે થશે. દેશના અને દુનિયાના અનેક મહત્વના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારે PM મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ ઘણો મહત્વનો બની રહે છે.

    PM મોદીના બે દિવસના કાર્યક્રમો

    PM મોદીનું ગુજરાતમા આગમન થઈ ચૂક્યું છે. જે બાદ તેઓ મંગળવારે (9 જાન્યુઆરી) 9:30 કલાકે મહાત્મા મંદિર ખાતે વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. ત્યારબાદ તેઓ ફાઈવ ગ્લોબલ CEO સાથે પણ મહત્વપૂર્ણ બેઠક કરશે. બપોરના 3:00 કલાકે PM મોદી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત બે લાખ ચોરસ મીટરમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા અત્યાર સુધીના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. વિશ્વના 20 દેશોના સંશોધનના ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો આ ટ્રેડ શોમાં સહભાગી બનશે. જેમાં વિઝિટિંગ તરીકે 100 દેશો અને પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે, PM મોદી સાંજે 5:15 કલાકે એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે અને તેમની સાથે મેગા રોડ શોનું આયોજન કરશે.

    - Advertisement -

    આ ઉપરાંત 10 જાન્યુઆરીએ સવારે 9:45 કલાકે PM મોદી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ બપોરે અંદાજિત 1:50 કલાકે ચેક રિપબ્લિકના PM સાથે બેઠક પણ કરશે. આ ઉપરાંત બપોરે 2:30 કલાકે CEO સાથેની બેઠક કરશે. જે બાદ સાંજે 5 કલાકે તેઓ ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં હાજરી પણ આપશે. નોંધનીય છે કે, PM મોદીનો UAEના રાષ્ટ્રપતિ સાથેનો રોડ શો ખૂબ જ અગત્યતા ધરાવે છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં