Friday, September 20, 2024
More
    હોમપેજદેશCAA અંતર્ગત 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા, ગુજરાત સરકારે કર્યું વિશેષ સમારોહનું આયોજન:...

    CAA અંતર્ગત 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા, ગુજરાત સરકારે કર્યું વિશેષ સમારોહનું આયોજન: ગૃહમંત્રી શાહ પણ હાજર રહેશે

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે કામ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 151 નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરશે. ગુજરાત સરકાર 151 CAA સર્ટિફિકેટ એનાયત કરવા માટે 18 ઑગસ્ટના રોજ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. 

    - Advertisement -

    મોદી સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત ગુજરાત સરકારે 151 વ્યક્તિઓને નાગરિકતા (Citizenship) આપવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એલાન કર્યું હતું. જે અનુસાર, પાડોશી દેશોમાંથી પ્રતાડિત થઈને શરણ લેવા માટે ભારત આવેલા તે દેશોના લઘુમતીઓને નાગરિકતા પ્રદાન કરવામાં આવશે. આ માટે વિશેષ સમારોહ આયોજિત કરવામાં આવશે, જેના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વિશેષ હાજરી આપશે અને સ્વહસ્તે નવી નાગરિકતા મેળવેલા લોકોને પ્રમાણપત્રો એનાયત કરશે.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે કામ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 151 નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરશે. ગુજરાત સરકાર 151 CAA સર્ટિફિકેટ એનાયત કરવા માટે 18 ઑગસ્ટના રોજ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. 

    નોંધવું જોઈએ કે, ગુજરાતના અમુક જિલ્લાઓ જ્યાં પાડોશી દેશોમાંથી આવતા શરણાર્થીઓ રહે છે, ત્યાં યોગ્ય પ્રક્રિયા બાદ નાગરિકતા આપવા માટેની વ્યવસ્થા છે જ અને આ પહેલાં પણ અમદાવાદ, કચ્છ વગેરે જિલ્લાઓમાં પાકિસ્તાન, બાંગ્લાદેશના હિંદુઓ સહિતના લઘુમતીઓને નાગરિકતા પ્રદાન કરવામાં આવતી રહી છે. પરંતુ તે ભારતના કાયદા અનુસાર 14 વર્ષ બાદ મળે છે. જ્યારે CAAમાં આ નિયમોમાં થોડી ઢીલ મૂકવામાં આવી છે. CAA અંતર્ગત પહેલી વખત ગુજરાતમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકોને નાગરિકતા આપવામાં આવશે.

    - Advertisement -

    2019માં બન્યો હતો કાયદો, માર્ચ 2024માં લાગુ થયો

    CAA વર્ષ ડિસેમ્બર, 2019માં સંસદનાં બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગતિ અને કાયદો બન્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિ ભવનના ગેઝેટ અનુસાર, ગૃહ મંત્રાલય તેને લાગુ કરવાની અધિસૂચના બહાર પાડે ત્યારબાદ તે લાગુ કરવામાં આવે છે. દરમ્યાન, દેશભરમાં આ કાયદા વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવીને પ્રદર્શનો પણ કરવામાં આવ્યાં અને મહિનાઓ સુધી દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનો ચાલ્યાં. આ જ પ્રદર્શનના નામે પછીથી રાજધાનીમાં હિંદુવિરોધી હિંસા થઈ. ત્યારબાદ કોરોના મહામારી આવવાના કારણે ગૃહ મંત્રાલય નિયમો બનાવીને અધિસૂચના બહાર પાડી શક્યું ન હતું. આખરે ગાંત માર્ચમાં ગેઝેટ નોટિફિકેશન જારી કરીને કાયદો લાગુ કરી દેવામાં આવ્યો.

    આ નિયમ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શિખ, પારસી, બૌદ્ધ કે જૈન વ્યક્તિ, જેણે 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ કરી લીધો હોય અને જેમને પાસપોર્ટ એક્ટ, 1920ની કલમ 3(2)(C) હેઠળ અને ફોરેનર્સ એક્ટ, 1946ની જોગવાઈઓ હેઠળ બનાવવામાં આવેલ નિયમો કે આદેશોમાંથી છૂટ મળી હોય, તેઓ નાગરિકત્વ પ્રાપ્ત કરી શકશે.

    ભારતમાં કોઇ પણ વિદેશી નાગરિક જો નિયમો અનુસાર પાત્રતા ધરાવતો હોય તો તેને નાગરિકતા આપવામાં આવે છે, પરંતુ તેના અમુક નિયમો છે. જેમકે, જે વ્યક્તિ નાગરિકતા માટે અરજી કરે તે અરજી કર્યા પહેલાંના 12 મહિના (1 વર્ષ)થી ભારતમાં રહેતો હોવો જોઈએ અને અરજી કર્યાના 12 મહિના પહેલાં પણ છેલ્લાં 14 વર્ષમાંથી 11 વર્ષ ભારતમાં રહ્યો હોવો જોઈએ. આ નિયમને સામાન્ય ભાષામાં 11+1નો નિયમ કહેવાય છે. કુલ મળીને વ્યક્તિ 12 વર્ષ ભારતમાં રહ્યો હોય અને અન્ય બીજી કેટલીક પાત્રતા ધરાવતો હોય તો તેને નિયમો અનુસાર નાગરિકતા આપવામાં આવે છે. 

    આ નવો કાયદો ત્રણ દેશોમાંથી પ્રતાડિત થઈને આવેલા ત્યાંના લઘુમતીઓ માટે આ નિયમ 1+5 વર્ષનો કરી દેશે. એટલે કે જે-તે વ્યક્તિ અરજી કર્યા પહેલાંના 1 વર્ષથી ભારતમાં રહેતો હોવો જોઈએ અને છેલ્લાં 14માંથી ઓછામાં ઓછાં 5 વર્ષ ભારતમાં રહ્યો હોવો જોઈએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં