Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAPની 128 સીટ પર ડિપોઝીટ જપ્ત થઇ, અને બળવાખોરોની જીદ પણ ન...

    AAPની 128 સીટ પર ડિપોઝીટ જપ્ત થઇ, અને બળવાખોરોની જીદ પણ ન ચાલી; મોદી મેજિકમાં વિરોધીઓની હાલત કફોડી

    મોદી ત્સુનામીમાં આમ આદમી પાર્ટી જે સરકાર રચવાનો દાવો કરી રહી હતી તેના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ ગઈ છે તો ભાજપના બળવાખોરો પણ કાઠું કાઢી શક્યાં નથી.

    - Advertisement -

    આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો એટલા અકલ્પનીય છે કે ભાજપના પોતાના અનેક રેકોર્ડ તૂટી ગયા છે, મોદી મેજિકમાં વિરોધીઓની હાલત એ હદે કફોડી થઇ છે કે આ આઘાતમાંથી બહાર આવવા માટે તેમને ખબર નહિ કેટલો લાંબો સમય લાગે, તેમાં પણ ગુજરાતમાં સત્તા સ્થાપીને સરકાર બનાવવાનો લેખિતમાં દાવો કરતા અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી એ હદે આઘાતમાં હશે કે વાઢો તો કદાચ લોહી પણ ન નીકળે. અને આવી જ કઈક સ્થિતિ બળવાખોરોની પણ છે.

    મોદી મેજિકમાં વિરોધીઓની હાલત કફોડી એટલા માટે કહી શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવતા 182માંથી 156 સીટ જીતી છે, કોંગ્રેસ ફક્ત 17 સીટોમાં સમેટાઈ ગઈ, તો મોટા-મોટા દાવા સાથે સરકાર બનાવવાના દાવાઓ કરતી આ આદમી પાર્ટીના ખાતામાં ફક્ત 5 સીટો આવી છે, જ્યારે 4 સીટ પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. જયારે પોતાને પાર્ટીથી વધુ આંક્નારા બળવા ખોરોમાં પણ મોટા ભાગનાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

    AAPનો સાવરણો વિખાયો, 128 ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5 સીટ જીત છે અને 13 ટકા મત પ્રાપ્ત કર્યા છે., આ દરમિયાન આમ આદમી પાર્ટીએ 181 ઉમેદવારોમાંથી 128 એવા રહ્યા જેમને પોતાના ડિપોઝીટ ખોઈ દીધી છે. માત્ર એક સીટ ડેડિયાપાડા 149 પર આપનો 50 ટકાથી વધારે વોટ શેર રહ્યો છે. બાકી તે સિવાય આમ આદમી પરી આખા ગુજરાતમાં જે પ્રમાણે રેલીઓ યોજીને જે વાતાવરણ ઉભું કર્યું હતું, અને સત્તા સ્થાપવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યાં હતા તે પોકળ સાબિત થયા છે, હા એક વાત છે કે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીથી ગુજરાતમાં પગપેસારો ચોક્કસથી કર્યો છે. પરંતુ તેણે ભાજપ કરતા કોંગ્રેસને વધુ નુકસાન કર્યું છે.

    બાહુબલી બળવાખોરોની જીદ ન ચાલી

    ટિકિટોની વહેંચણી બાદ જે બળવો શરૂ થયો ત્યારે કઈ અજુગતું થવાની આશંકાઓ લોકો સેવી રહ્યા હતા, પરંતુ મોદી મેજિક એવું ચાલ્યુંકે આ બળવાખોરો પણ વધુ ન ફાવ્યા, જેમાં પહેલું નામ છે વાઘોડીયાના બાહુબલી મધુ શ્રીવાસ્તવનું ટિકિટ ન મળતા ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે મેદાનમાં ઝંપલાવ્યું હતું. તેઓ અહીંથી ચોથા નંબરે રહ્યા છે, મધુ શ્રીવાસ્તવને માત્ર 14,586 મત મળ્યા હતા,

    ભાજપના બીજા બળવાખોર દિનેશ પટેલ ટીકીટ કપાતા અપક્ષ મેદાનમાં ઉતર્યા હતા, પોતે જીતશે તેવી આશા સાથે તેઓ ચૂંટણીતો લડ્યા પણ પરંતુ ચૈતન્ય સિંહને જીતતા રોકી શક્યા નહીં. તો બીજી તરફ અમરસિંહ રાઠોડ પણ ટીકીટ ન મળતા રિસામણા લઈને અપક્ષ લડવા મેદાને પડ્યા હતા અને તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં