Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ દ્વારા ગુજરાતના અપમાન બાદ રાજ્યના ગૃહમંત્રીએ આપ્યો જવાબ: કહ્યું 'તેમણે ગુજરાતના...

    કોંગ્રેસ દ્વારા ગુજરાતના અપમાન બાદ રાજ્યના ગૃહમંત્રીએ આપ્યો જવાબ: કહ્યું ‘તેમણે ગુજરાતના પ્રતિભાવાન ખેલાડીઓની માફી માંગવી જોઈએ’

    સંઘવીએ જણાવ્યું કે "આ પહેલીવાર નથી કે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું હોય. કોંગ્રસીઓના લોહીમાં જ ભાગલા પાડવાની ગંદી રાજનીતિ છે જયારે અમારી નસોમાં અખંડ રાષ્ટ્રની કલ્પના છે."

    - Advertisement -

    ગઈ કાલે કોંગ્રેસે પોતાના સ્વભાવગત ફરી એકવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. આ વિષયને ગંભીરતાથી લઇ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસી નેતાઓને આડે હાથે લીધા હતા અને તેમને ગુજરાતના ખેલાડીઓની માફી માંગવા કહ્યું હતું.

    મૂળ વિષય એ છે કે બર્મિંગહામમાં યોજાયેલ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં સારામાં સારું પ્રદર્શન કરીને ભારત પાંચ આવી રહેલ ખેલાડીઓ માટે જયારે આખો દેશ ગર્વ અને ઉત્સાહની લાગણીમાં હોતપ્રોત હતો, ત્યારે પોતાની પાર્ટીના સ્વભાવ મુજબ જ કોંગ્રેસના એક મોટા નેતાએ એક વિવાદને જન્મ આપ્યો હતો.

    મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ નતાશા શર્માએ આ તકનો ઉપયોગ કરીને પોતાનો તથા પોતાની પાર્ટી કોંગ્રેસનો ગુજરાતદ્વેષ છતો કરતા ગઈ કાલે કહ્યું કે ‘ગુજરાતીઓ માત્ર બેંકો લૂંટવા માટે જાણીતા છે, મેડલ જીતવા માટે નહીં.’

    - Advertisement -

    કોંગ્રેસી નેતાનું આવું વિવાદાસ્પદ નિવેદન આવ્યા બાદ નેટિઝન્સે તેમને ખુબ ટ્રોલ કાર્ય હતા અને ખરી ખોટી સંભળાવી હતી. ઘણા લોકોએ એમને ખોટી વાત કરી રહ્યા છે એ સાબિત કરવા કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ગુજરાતી ખેલાડીઓ દ્વારા જીતાયેલ મેડલ્સની યાદી પણ આપી હતી. પરંતુ એમ છતાંય પોતાના અભિમાનમાં ચૂર એ કોંગ્રેસી નેતાએ થોડા કલાકો બાદ પોતાની એ જ ટ્વીટને ફરીથી રીટ્વીટ પણ કરી હતી.

    હર્ષ સંઘવીએ કરી ગુજરાતના ખેલાડીઓની માફી માંગવાની અપીલ

    હવે આ વિવાદમાં હવે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જંપલાવ્યું છે. સંઘવીએ કોંગ્રેસ નેતા અને તેમની ટ્વીટને જોડીને તેના પર પોતાન વિચાર મુક્યા છે.

    પોતાની પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, “દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને સાથે મળીને આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરીને આવનારા 25 વર્ષને સુવર્ણ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ‘ટીમ સ્પિરિટ’ સાથે આપણા મહાન દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.”

    પોતાની આગળની બે ટ્વીટમાં સંઘવીએ કોંગ્રેસની દેશને તોડવાની મનસા પાર પ્રશ્ર્ન ઉઠાવતા લખ્યું હતું કે, “આવા સમયે આવા અપમાનજનક શબ્દો વડે રમત ક્ષેત્રે દેશને તોડવો તે અત્યંત નિંદનીય છે. જ્યારે તે સત્તામાં હતી અને આજે પણ કોંગ્રેસ દેશને તોડવાનું કામ કરી રહી છે.”

    કોંગ્રેસી નેતાના અજ્ઞાન પર પ્રકાશ પાડતા તેમણે આગળ લખ્યું, “ખેલાડીઓનું અપમાન કરવાનું બંધ કરો તમે એવા ખેલાડીઓની મહેનત અને જુસ્સાને કલંકિત કરી છે જેમણે ભારતને 61 મેડલ સાથે વિશ્વમાં ટોચના 5માં સ્થાન આપ્યું છે. હવે મારા ગુજરાતની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેલાડીઓએ #CommonwealthGamesમાં 5 મેડલ જીત્યા છે.”

    અંતમાં સંઘવીએ જણાવ્યું કે “આ પહેલીવાર નથી કે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું હોય. કોંગ્રસીઓના લોહીમાં જ ભાગલા પાડવાની ગંદી રાજનીતિ છે જયારે અમારી નસોમાં અખંડ રાષ્ટ્રની કલ્પના છે.”

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં અપીલ કરી કે કોંગ્રેસ અને તેના આ નેતાએ ગુજરાતના તમામ પ્રતિભાવાન ખેલાડીઓની માફી માંગવી જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં