Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆવનારા વિધાનસભા સત્રમાં પેપરલીક મામલે બની શકે છે કાયદોઃ આરોપીને આજીવન કેદથી...

    આવનારા વિધાનસભા સત્રમાં પેપરલીક મામલે બની શકે છે કાયદોઃ આરોપીને આજીવન કેદથી લઈ સંપતિ જપ્ત સુધીની હશે જોગવાઈઓ

    ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપાની સરકાર છે, આ સમય દરમિયાન કુલ 21 પેપરો લીક થઇ ચુક્યા છે. તેમાં પણ છેલ્લા 10 વર્ષમાં આ સિલસિલો વધુ તેજ બન્યો હતો.

    - Advertisement -

    ગુજરાત સરકારી ભરતી પરિક્ષાના પેપરલીક થવા સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. હાલમાં જ જુનિયર ક્લાર્કની ભરતીની પરિક્ષાના પેપરલીક થયા, ત્યાર બાદ વિદ્યાર્થીઓમાં ખુબ જ આક્રોશ છે. સરકાર આ આક્રોશને ખાળવા માટે પેપરલીક વિરોધમાં કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. 

    મળતી માહિતી મુજબ, સરકારે પેપરલીક વિરોધી કાયદો લાવવા માટે નિષ્ણાતોને કાર્ય સોપી દીધું છે. જેમાં વૈધાનિક અને સંસદિય બાબતો, ગૃહ, કાયદા, સામાન્ય વહિવટ વિભાગના તજજ્ઞોને ટીમને સરકારી, અર્ધસરકારી સંસ્થાઓમાં થતી ભરતીઓ માટેના પ્રશ્નપત્રમાં ગુપ્તતા જાળવવા તેના ભંગ સબબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે નવો કાયદો બનાવવાનો ટાસ્ક સોંપાયો છે. તે ટાસ્ક જે જે પણ રાજ્યોમાં આ કાયદો છે તેનો અભ્યાસ કરીને એક મસોદો તૈયાર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. હાલમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પેપરલીક વિરોધમાં કાયદો છે. જેમાં ઉત્તરપ્રદેશનો કાયદો કડક માનવામાં આવે છે.  

    પેપરલીકનો મામલો ભુપેન્દ્ર સરકાર માટે નાકનો સવાલ થઇ ગયો છે. આ એક મામલો એવો છે જેમાં સરકાર બેકફૂટ પર રહે છે. ઉપરાંત આ મામલો યુવાનો સાથે જોડાયેલો હોવાથી હવે ભુપેન્દ્ર સરકાર આ બાબતે કાચું કાપવાના મૂડમાં નથી માટે આવનારા વિધાનસભા સત્રમાં આ કાયદો લાવવાની તૈયારી કરવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર અતિ કડક કાયદો લાવવા માંગે છે. જેમાં દોષીને આજીવન કારાવાસ અને સંપતી જપ્ત કરવા સુધીની જોગવાઈઓ ઉમેરવામાં આવશે. 

    - Advertisement -

    ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપાની સરકાર છે, આ સમય દરમિયાન કુલ 21 પેપરો લીક થઇ ચુક્યા છે. તેમાં પણ છેલ્લા 10 વર્ષમાં આ સિલસિલો વધુ તેજ બન્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓએ આંદોલન પણ કર્યા હતા. આ ઉપરાંત આ મામલે વિપક્ષી દળો પણ સરકાર પર હમલાવર રહ્યા છે. 

    જુનિયર ક્લાર્કના પેપરલીક કાંડમાં સરકારે કાર્યવાહી કરવામાં સતર્કતા બતાવી છે. દોષીઓને પકડીને 10 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. આ કાંડમાં અન્ય રાજ્યના લોકો સામેલ હોવાના કારણે ATS અન્ય રાજ્યોમાં પણ રેડ કરી રહી છે. આ આખા કાંડમાં ઘણા ખુલાસો થઇ રહ્યા છે. વધુ વિગતોતો તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે. આમાં કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ તપાસ ચાલુ જ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં