Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ121 કરોડના ખર્ચે થશે યાત્રાધામ પાવાગઢનો વિકાસ: ત્રીજા તબક્કામાં રોપ-વે એક્સટેન્શન હાથ...

    121 કરોડના ખર્ચે થશે યાત્રાધામ પાવાગઢનો વિકાસ: ત્રીજા તબક્કામાં રોપ-વે એક્સટેન્શન હાથ ધરાશે, 5 હજાર લોકો જમી શકે તેવું ભોજનાલય બનાવવાની યોજના

    પાવાગઢ યાત્રાધામ તળેટી, માંચી અને મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ બે તબક્કામાં અનેક કામો થઇ ચૂક્યાં છે જ્યારે હવે ત્રીજા તબક્કામાં તળેટી વિસ્તાર માંચી ચોકને વિકસાવવામાં આવશે.

    - Advertisement -

    પવિત્ર હિંદુ તીર્થધામ પાવાગઢના વિકાસ માટે સરકારે 121 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે હેઠળ રોપ-વે એક્સ્ટેન્શનની કામગીરી કરવામાં આવશે તો 5 હજારથી વધુ લોકો એકસાથે જમી શકે તે માટે અત્યાધુનિક અને ભવ્ય ભોજનાલયનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, પાર્કિંગ, રસ્તાની કામગીરી અને ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ કરવામાં આવશે.

    પાવાગઢ યાત્રાધામ તળેટી, માંચી અને મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ બે તબક્કામાં અનેક કામો થઇ ચૂક્યાં છે જ્યારે હવે ત્રીજા તબક્કામાં તળેટી વિસ્તાર માંચી ચોકને વિકસાવવામાં આવશે. અહીં ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, આરોગ્ય, પાણી, વીજળી, પોલીસ સુવિધા અને એડમિન બ્લૉક વગેરેના વિકાસ માટે સરકારે 1 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

    ત્રીજા તબક્કામાં માંચી ચોક ખાતે ઓફિસ બ્લૉક, ચાચર ચૉકનું સ્ટોન ફ્લોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વારા, ફાયર ફાઇટિંગ માટેની સુવિધાઓ, ડ્રેનેજ અને ઇલેક્ટ્રિફિકેશન માટે રૂપિયા 13 કરોડ ખર્ચવામાં આવશે. યાત્રાઘામ પાવગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાની વાતને ધ્યાનમાં રાખીને ચાંપાનેરમાં પાર્કિંગ તેમજ રસ્તાની કામગીરી અને ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી 40 કરોડના ખર્ચે કરવામાં આવશે. માતાજીના મંદિરનું માસ્ટરપ્લાનિંગ કરી તેના સર્વાંગી વિકાસ માટે સરકારે કુલ પ્રોજેક્ટ રકમ 238 કરોડમાંથી વિવિધ વિભાગની કામગીરી માટે નાણાકીય વર્ષ 2023-24માં 10 કરોડની જોગવાઈ કરી હતી, જેને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.

    - Advertisement -

    મંદિરે દર્શન માટે આવતા ભક્તોને સરળતા રહે તે માટે રોપ-વે એક્સટેન્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જે હેઠળ મંદિર પરિસર સુધી પહોંચી શકાય તે માટે હાઇડ્રોલિક લિફ્ટની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, 5 હજાર લોકો એકસાથે જમી શકે તે માટે ભવ્ય અને આધુનિક ભોજનાલયનું પણ નિર્માણ કરવામાં આવશે. 

    પાવાગઢના વિકાસ માટે ગુજરાત સરકારે વર્ષ 2017માં 121 કરોડનાં કામોની વહીવટી મંજૂરી આપી હતી. પ્રથમ બે તબક્કાનાં કામો પૂર્ણ થયા બાદ 18 જૂન, 2022ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે આ કાર્યોનાં લોકાર્પણ અને મંદિરની ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. પહેલા તબક્કામાં પાવાગઢમાં વાયડનિંગ ઓફ પાથ-વૅ, ટોયલેટ બ્લૉક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલિયન, ચોક, ઓટલા, ફૂડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ વગેરે કામ કરવામાં આવ્યાં છે. પાથ વૅની કુલ લંબાઇ ૩.૦૧ કિ.મી કરવામાં આવી છે. જેને કુલ 25 સ્ટ્રેચમાં વહેચવામાં આવી છે. જેમાં કુલ- 2374 પગથિયાંનું નિર્માણ કરવામાં આવ્યું છે.

    બીજા તબક્કામાં પરિસરના વિસ્તૃતિકરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હયાત મંદિર જે પહેલાં 545 ચોરસ મીટરનું હતું, તેનો વિસ્તાર ત્રણ સ્તરમાં વધારવામાં આવ્યો છે. ત્રણેય સ્તર મળીને કુલ 2980 ચોરસ મીટરનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. જેમાં પાથ-વૅ, વીજળીકરણ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સીસીટીવી વગેરેની કામગીરી કરવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં