Thursday, October 10, 2024
More
    હોમપેજગુજરાતપીએમ મોદી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બનાવી વોટ્સએપ ચેનલ, લિંક શૅર...

    પીએમ મોદી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બનાવી વોટ્સએપ ચેનલ, લિંક શૅર કરીને કહ્યું- નાગરિકો સાથે સતત સંપર્કમાં રહેવા ઉત્સુક છું

    આ વોટ્સએપ ચેનલ પર મારા જાહેર કાર્યક્રમો, સરકારે લીધેલા નિર્ણયો, જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસના મહત્વના પ્રોજેક્ટ્સ અને વિવિધ વિષયો પર મારા વિચારો જેવી બાબતો શેર કરતો રહીશ: CM

    - Advertisement -

    ગુજરાતના સામાન્ય લોકો પણ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વોટ્સએપ પર કનેક્ટ થઈ શકશે. CM ભૂપેન્દ્ર પટેલે પોતાની વોટ્સએપ ચેનલ બનાવી છે. જેનાથી ગુજરાતનો સામાન્યમાં સામાન્ય માણસ પણ વોટ્સએપના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી સાથે જોડાઈને રાજ્યની નવી યોજના તથા તેના સરકારી કામો વિશેની અન્ય માહિતી મેળવી શકશે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની વોટ્સએપ ચેનલ બનાવી હતી.

    સોમવારે (16 ઓક્ટોબરે) CM ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર વોટ્સએપ ચેનલને લઈને માહિતી આપી છે. તેમણે X પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, “મારી WhatsApp Channel પર આપ સૌનું સ્વાગત છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ નાગરિકોની સાથે સતત સંપર્કમાં રહેવા હું ઉત્સુક છું. આ પ્રયાસના ભાગરૂપે મારી WhatsApp Channel ક્રિએટ કરી છે” તેમણે વધુમાં લખ્યું હતું કે, “આ વોટ્સએપ ચેનલ પર મારા જાહેર કાર્યક્રમો, સરકારે લીધેલા નિર્ણયો, જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસના મહત્વના પ્રોજેક્ટ્સ અને વિવિધ વિષયો પર મારા વિચારો જેવી બાબતો શેર કરતો રહીશ.” આ સાથે CM ભૂપેન્દ્ર પટેલે તેમની વોટ્સએપ ચેનલની લિંક પણ શૅર કરી છે.

    મુખ્યમંત્રી કાર્યાલયનો જાહેર કર્યો હતો વોટ્સએપ નંબર

    નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોટ્સએપ ચેનલ શરૂ કર્યા પહેલાં દરેક નાગરિક સોશિયલ મીડિયાની મદદથી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાઈ શકે એવા હેતુથી મુખ્યમંત્રી કાર્યાલયનો વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર 7030930344 પર કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી મુખ્યમંત્રી કાર્યાલય સાથે સીધો સંપર્ક કરી શકે છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી વિવિધ રજૂઆતો, અરજી, ફરીયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાય છે.

    - Advertisement -

    PM મોદીએ પણ બનાવી છે વોટ્સએપ ચેનલ

    ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વોટ્સએપ ચેનલ બનાવી હતી. પીએમ મોદીએ પોતાની વોટ્સએપ ચેનલ લોન્ચ કરીને સંસદની નવી ઇમારતમાંથી પોતાનો ફોટો શેર કર્યો હતો. સાથે જ તેમણે લખ્યું હતું કે વોટ્સએપ કોમ્યુનિટીમાં જોડાયા બાદ તે ખૂબ જ રોમાંચ અનુભવી રહ્યા છે. તેમણે પોતાની પ્રથમ પોસ્ટમાં લખ્યું હતું કે, “વોટ્સએપ સમુદાયમાં જોડાઈને રોમાંચિત છું. સતત સંવાદની આપણી સફરનું આ બીજું પગલું છે. ચાલો અહીં જોડાયેલા રહીએ. આ નવા સંસદ ભવનનું ચિત્ર છે.” ફોટામાં પીએમ મોદી સંસદની નવી ઇમારતમાં કંઇક વાંચતા જોવા મળ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં