Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત ઓટો રિક્ષા ફેડરેશને રિક્ષાચાલકોને રિક્ષા પર AAPના પોસ્ટર, હૂડ અને ફોટા...

  ગુજરાત ઓટો રિક્ષા ફેડરેશને રિક્ષાચાલકોને રિક્ષા પર AAPના પોસ્ટર, હૂડ અને ફોટા ચોંટાડવા બદલ ચેતવ્યા, પોલીસ અને RTOના નિયમ સમજાવ્યા

  ગુજરાતના ઓટોરિક્ષા એસોશિએશને રિક્ષાવાળાઓને કોઇપણ પક્ષના પ્રચાર કરતા પોસ્ટર્સ પોતાની રિક્ષાના હુડ પર લગાવવા અંગે ચેતવણી આપી છે. આ ચેતવણી સુરતમાં રિક્ષાઓ દ્વારા આપનો પ્રચાર કર્યા બાદ આપવામાં આવી છે.

  - Advertisement -

  આજે ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશન દ્વારા સુરત અને વડોદરાના તમામ રિક્ષાચાલકોને ચેતવણી મળી છે કે તેઓ પોતાની રિક્ષા પર AAP પાર્ટીના પોસ્ટરો, ફોટાઓ કે હૂડ લગાવીને ન ફરે કેમ કે એ પોલીસ અને RTOના નિયમ વિરુદ્ધ છે.

  દેશગુજરાત દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશનના અધ્યક્ષ જયંતિ પ્રજાપતિએ આજે સુરત અને વડોદરાના રિક્ષા ચાલકોને આમ આદમી પાર્ટીના ચિન્હવાળા હૂડ અને પોસ્ટર તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પોસ્ટર લગાવીને ફરવા બદલા ચેતાવ્યા છે કેમ કે તે RTOના નિયમ વિરુદ્ધ છે.

  ફેડરેશને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સર્વે રિક્ષાચાલકોને ચેતવતા કહ્યું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે એમ એમ ઓટોરિક્ષા પસિંગ અને રજીસ્ટ્રેશનના કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થયેલ માલૂમ પડશે તો પોલીસ અને RTO દ્વારા સખતમા સખત પગલાં લેવામાં આવશે, અને આવી સ્થિતિમાં ફેડરેશન એ ડ્રાઇવરની કોઈ પણ રીતે મદદ કરી શકશે નહીં. જો કોઈપણ રિક્ષા પર કોઈ પણ રાજકીય પાર્ટીના બેનર, પોસ્ટર કે હૂડ હશે તો એને પોલીસ અને RTO દ્વારા ડિટેન કરી લેવામાં આવશે.

  - Advertisement -

  હાલમાં ગુજરાતભરમાં ઘણી મોટી સંખ્યામાં રીક્ષાઓ પર આમ આદમી પાર્ટીના બેનર લગાયેલા જોવા મળે છે. ગુજરાત ઓટોરિક્ષા ફેડરેશન તરફથી પ્રમુખ પ્રજાપતિએ તમામ ડ્રાઈવરોને કોઈ પણ જાતની રાજકીય ચળવળથી દૂર રેહવાની સલાહ આપી છે.

  અહિયાં નોંધનીય છે કે આમ આદમી પાર્ટી પહેલાથી જ પ્રમોશન અને જાહેરાતો પાછળ અઢળક રૂપિયા ખર્ચવા માટે કુખ્યાત છે. જ્યારથી ગુજરાત ચૂંટણી નજીક આવવાની શરૂઆત થઈ છે ત્યારથી ગુજરાતનાં ઘણા સમાચારપત્રો અને સમાચાર ચેનલો પર આમ આદમી પાર્ટીની જાહેરાતોએ કબજો કરેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કેજરીવાલ દ્વારા દેશભરના સમાચારપત્રોમાં પોતાની જાહેરાતો અપાય છે.

  આમ આદમી પાર્ટીના દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લાગ્યા કરે છે કે એ કામ ઓછું કરે છે અને જાહેરાતો વધુ કરે છે. અનેક RTI દ્વારા વારંવાર કેજરીવાલના જાહેરાતો પાછળના ખર્ચના ખુલાસા થતાં રહે છે.

  હાલમાં ગુજરાતમાં રીક્ષાઓ પાછળ જેટલી પણ જાહેરાતો અથવા પોસ્ટરો છે એમાં મોટા ભાગના આમ આદમી પાર્ટીના જ છે. આથી પોતાના ફેડરેશન હેઠળની ઓટોરિક્ષાઓને ભવિષ્યમાં કાયદાકીય તકલીફ ન પડે એ માટે ગુજરાત ઓટોરિક્ષા યુનિયનના પ્રમુખ દ્વારા તેમને ચેતવવામાં આવ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં